Get The App

સુરત પાલિકાની કતારગામ જીઆઈડીસીમાં બે માળનું જર્જરિત મકાન કડાકાભેર તૂટી પડ્યું

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાની કતારગામ જીઆઈડીસીમાં બે માળનું જર્જરિત મકાન કડાકાભેર તૂટી પડ્યું 1 - image

- કતારગામ ઝોનના અધિકારીઓ કહે છે, જીઆઈડીસી હસ્તકનું મકાન છે જોકે, દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

સુરત,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં બે માળની એક બિલ્ડીંગ અચાનક બેસી ગઈ હતી. આ અંગેનો વિડિયો વાયરલ થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

સુરત પાલિકાની કતારગામ જીઆઈડીસીમાં બે માળનું જર્જરિત મકાન કડાકાભેર તૂટી પડ્યું 2 - image

સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં જીઆઇડીસી આવી છે આ જીઆઈડીસીમાં પ્લોટ નંબર 731 માં જર્જરિત બિલ્ડીંગમાં દુર્ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળ ધરાવતી આ બિલ્ડીંગ જર્જરિત હતી. આ બિલ્ડીંગમાં પહેલા થોડા પોપડા પડયા હતા ત્યાર બાદ અચાનક જ આખું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ બિલ્ડીંગ ધરાશાયીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેના કારણે આસપાસના બિલ્ડિંગમાં કામ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે પાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ કહે છે, આ બિલ્ડીંગ પાલિકા નહીં પરંતુ જીઆઈડીસી હસ્તક છે.


Google NewsGoogle News