Get The App

SVNIT હોસ્ટેલમાં અજાણી મહિલા સાથે મળેલા સિવિલના ડોક્ટરને ટર્મિનેટ કરાયા

Updated: Oct 31st, 2020


Google NewsGoogle News
SVNIT હોસ્ટેલમાં અજાણી મહિલા સાથે મળેલા સિવિલના ડોક્ટરને ટર્મિનેટ કરાયા 1 - image

સુરત, તા. 31 ઓક્ટોબર 2020, શનિવાર

સિટીના પીપલોદ રોડ પર એસવીએનઆઈટી કોલેજની હોસ્ટેલનાં એક રૂમમાં શંકાસ્પદ મહિલા સાથે મળેલા સિવિલ હોસ્પિટલના એક સી.એમ.ઓનૈ સિવિલમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં કોરોના બેકાબૂ બન્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલના કોરોનામાં ફરજ બજાવતા ડોક્ટરોને રહેવા ઇચ્છાનાથ ખાતે એસવીએનઆઈટી કોલેજની હોસ્ટેલમાં રહેવા માટે રૂમ આપ્યા હતા. કોલેજની આ હોસ્ટેલમાં  સિવિલના કેજ્યુલીટી મેડિકલ ઓફિસર (સી એમ ઓ)  બે-ત્રણ દિવસ પહેલા એક મહિલાને લઈને તેના મિત્રની રૂમ પર ગયો હતો.

આ હોસ્ટેલમાં દેખરેખ  સહિતની જવાબદારી સિવિલના  સિનિયર ડોક્ટરોને આપવામાં આવી હતી.  સિનિયર ડોક્ટર તે સમયે એસવીએનઆઈટી હોસ્ટેલમાં અચાનક રાઉન્ડ પર આવતા  સિવિલના સી.એમ.ઓ ની પોલ ખૂલી ગઈ હતી. ડોકટરના રૂમમાંથી મહિલા મળી આવતા.

સિનિયર ડોક્ટર ચોંકી ઉઠયા હતા. ઘટનાને પગલે ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ આ હોસ્ટેલમાં તમામ રૂમો ખાલી કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે સિનિયર ડોકટરે સિવિલના અધિકારીને ફરીયાદ કરી હોવાનું સુત્રોએ કહ્યુ હતુ.

એસવીએનઆઈટી હોસ્ટેલ માંથી ડોક્ટર સાથે શંકાસ્પદ મહિલા સાથે પકડાયા બાદ નવી સિવિલ હોસ્પિટલના અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાગિણીબેન વર્માએ કહ્યું હતું કે સિવિલ ખાતે ગોવિંદ માં ડ્યુટી કરતા ડોક્ટરો માટે સરકારે એસવીએનઆઈટી હોસ્ટેલમાં રહેવા માટે વ્યવસ્થા કરી હતી તેનો આ રીતે ઉપયોગ નહીં કરી શકાય તેથી તે ડૉક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News