Get The App

સુરતમાં કોઈ સેવાભાવી સંસ્થાએ જરૂરતમંદોને ઉજવણીની કીટ પુરી પાડી તો કેટલીક સંસ્થાએ જરૂરતમંદ સાથે જઈને દિવાળીની ઉજવણી કરી

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
સુરતમાં કોઈ સેવાભાવી સંસ્થાએ જરૂરતમંદોને ઉજવણીની કીટ પુરી પાડી તો કેટલીક સંસ્થાએ જરૂરતમંદ સાથે જઈને દિવાળીની ઉજવણી કરી 1 - image


સુરતીઓ દર વર્ષે દિવાળીની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગથી પોતે તો કરે છે  પરંતુ સાથે સાથે જરૂરિયાત મંદ પણ દિવાળીની ઉજવણી કરી શકે તેવો પ્રયાસ પણ કેટલાક લોકો કરી રહ્યા છે. સરકારે સૌના સાથ અને સૌનો વિકાસ નું સૂત્ર આપ્યું પરંતુ તેનો અમલ થતો નથી પરંતુ સુરતીઓએ દિવાળીની ઉજવણીમાં આ સૂત્રને સાર્થક કરી ને પોતે દિવાળી ઉજવવા સાથે જરૂરિયાતમંદોની દિવાળીની ઉજવણી માટે પણ આયોજન કરી દીધું છે.  હાલની કારમી મોંઘવારી માં માંડ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતા લોકો  માટે દિવાળીની ઉજવણી સપનું બની હતી પરંતુ કેટલીક સંસ્થાઓ- કેટલાક લોકોએ આવા લોકોનું સપનું સાકાર કરી દીધું છે.

સુરતમાં કોઈ સેવાભાવી સંસ્થાએ જરૂરતમંદોને ઉજવણીની કીટ પુરી પાડી તો કેટલીક સંસ્થાએ જરૂરતમંદ સાથે જઈને દિવાળીની ઉજવણી કરી 2 - image

આ દિવાળીમાં પણ સુરતીઓ પોતાની સાથે સાથે જરૂરિયાતમંદોની દિવાળી  સુધારવાનું નિમિત બની રહ્યાં છે. . સુરતના સેવાભાવીઓ જરૂરિયાતમંદોની દિવાળીમાં સહભાગી બન્યા હતા જેના કારણે ગરીબ લોકોની  દિવાળી સુધરી હતી. આ દિવાળી દરમિયાન કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા તો કોઈ રસ્તે ફરતા ફેરીયા પાસે તો કોઈ શ્રમજીવી વસાહતમાં જઈ લોકોને દિવાળી ના કપડા, ફટાકડા, મીઠાઈ આપી દિવાળીની સાચા અર્થમાં કરી ઉજવણી કરી હતી.

સુરતમાં કોઈ સેવાભાવી સંસ્થાએ જરૂરતમંદોને ઉજવણીની કીટ પુરી પાડી તો કેટલીક સંસ્થાએ જરૂરતમંદ સાથે જઈને દિવાળીની ઉજવણી કરી 3 - image

સુરતના મારવાડી યુવા મંચ સુરત જાગૃતિ શાખ અને જ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સરકાર દ્વારા ચલાવવામા આવતી  રામનગર ગર્લ્સ હોમ માં દિવાળીની ઉજવણી કરી હતી. આ લોકો દ્વારા આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી હતી તેમની સાથે દીવા પ્રગટાવી મીઠાઈ વહેંચી હતી અને દિવાળી નિમિત્તે ખુશી સાથે મનાવી હતી. . આવી જ રીતે કતારગામ ખાતે આવેલા વી આર પોપાવાલા અનાથાશ્રમમાં ફેમિલી ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે ફટાકડા નાસ્તા ના પેકેટ ઢોસા પાર્ટી કરાવ્યા બાદ બાળકોને  ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં કોઈ સેવાભાવી સંસ્થાએ જરૂરતમંદોને ઉજવણીની કીટ પુરી પાડી તો કેટલીક સંસ્થાએ જરૂરતમંદ સાથે જઈને દિવાળીની ઉજવણી કરી 4 - image

સુરતના માનવતાના દિવા ફાઉન્ડેશન દ્વારા પણ સુરતના લોઅર મિડલ ક્લાસ ની વ્યથા સમજીને તેમને દિવાળીમાં મદદરૂપ થવાનો નિર્ણય કર્યો હતો. આ  સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોને સામેથી એપ્રોચ કરવા સાથે વિતરણ કરતી વખતે ફોટોગ્રાફ લઈને સોશિયલ મીડિયા પર ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સ્વમાનભેર જીવતા અને લોઅર મીડલ ક્લાસ પરિવારો સહાય લેવા માટે આગળ આવ્યા હતા. સંસ્થાના જીતેન્દ્ર દક્ષિણી કહે છે, લોઅર મિડલ ક્લાસની સ્થિતિ એવી વિકટ હોય છે કે તેઓ ઘરનું ભાડું ભરવામાં પણ લાચારી અનુભવી રહ્યા છે, બાળકોને દિવાળી પર મીઠાઈ અપાવવા અસમજમાં હોય છે. આલા લોકોનું સ્વમાન જળવાઈ રહે અને તેઓને તહેવારની ઉજવણી પણ સન્માન ભેર થાય તે માટે સંસ્થા દ્વારા બનાવેલી કીટ આપતી વખતે ફોટોગ્રાફ લઈ સોશિયલ મિડિયામાં ન મુકવાનો નિર્ણય કર્યો હતો.


Google NewsGoogle News