હેલ્થ, ટ્રાવેલ અને રોડ સેફ્ટી અવેરનેસ માટે સુરતના 40 વર્ષીય યુવકની 40 દિવસમાં 40 જગ્યાએ સોલો રોડ ટ્રીપ
Surat Youth Solo Road Trip : કહેવત છે કે મન હોય તો માળવે જવાય..અને મક્કમ મનના માનવીને પહાડ પણ નડતો નથી..આવું જ કંઈ સુરતના 40 વર્ષીય અરુણ રાજનું છે. જેઓએ મેન્ટલ હેલ્થ થેરેપી અને ટ્રાવેલ્સ થેરાપી કન્સેપ્ટની સાથે રોડ સેફટી અવેરનેસ માટે 40 દિવસમાં 40 જગ્યાએ સોલો રોડ ટ્રીપ કરી છે.
અરુણ રાજ પોતે એક હૃદય રોગના દર્દી છે એમના હૃદયમાં છ સ્ટેન્ડ મુકાયા છે સાથે બે વખતે ઍન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે અને ડાયાબિટીસના પણ દર્દી છે. તેમ છતાં પોતાના મનોબળને મજબૂત રાખીને આ સોલો રોડ ટ્રીપની શરૂઆત કરી અને બીજા અન્ય લોકો માટે પ્રેરણાદાયક બન્યા છે.
40 વર્ષીય અરૂણ રાજે કહ્યું કે તેમના આ સોલો રોડ ટ્રીપનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં રોડ સેફટી અવેરનેસ આવે અને એટલે મેં વિવિધ શહેરના 9 જેટલા રોટરી ક્લબના સભ્યો સાથે મળીને 4500 થી વધારે લોકોની સાથે રોડ સેફ્ટી અવેરનેસના સેશન કર્યા છે. સાથે તેઓ દ્વારા મેન્ટલ હેલ્થ અને ટ્રાવેલ્સ થેરેપી કન્સેપ્ટ પણ રજૂ કર્યો છે.
જ્યારે એક વ્યક્તિ સોલો ટ્રાવેલ કરે છે ત્યારે તે નવા લોકોની સાથે મળે છે જિંદગી પોતાના પગભર જીવવી અઘરી નથી હોતી, સાથે પોતાના મેન્ટલ અને ફિઝિકલમાં ઘણા બધા સારા ફેરફાર થાય છે જે શરીરને સંતોષ આપે છે હાલ લોકો જ્યારે પોતાને એકલતા મહેસુસ કરે છે ત્યારે ડિપ્રેશનમાં જતા હોય છે પરંતુ ટ્રાવેલ્સ થેરેપી કન્સેપ્ટ થી આવા પ્રકારના ડિપ્રેશન થી વ્યક્તિ દૂર રહી શકે છે અને ખુશાલી ભરી જિંદગી જીવી શકે છે. આવા મુખ્ય હેતુથી 40 વર્ષીય સુરતના અરુણ રાજએ તમામ લોકોને સારો સંદેશ પાઠવ્યો છે.
મૂળ તમિલનાડુના રહેવાસી અને 16 વર્ષે થી સુરતમાં રોડ સેફટી કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરતા અરુણ રાજ 40 વર્ષના છે. તેઓએ 40 દિવસ 40 વિવિધ જગ્યાઓ જેમાં 16 રાજ્ય અને 10 હજારથી પણ વધારે કિમીની સોલો રોડ ટ્રિપ કરી છે.
અરુણ રાજએ સુરતમાં પોતાની કારની સાથે આ ટ્રીપની શરૂઆત કરી ત્યાર પછી વિવિધ 40 જગ્યા ઉપર જેમાં 16 રાજ્યનો સમાવેશ થાય છે અને છેલ્લો સ્ટોપ રાજસ્થાન સુધીનો સફર અનુભવી બનાવ્યો છે. આ સોલો રોડ ટ્રીપમાં તેઓ રણ, સેન્ચ્યુરી પાર્ક, વિવિધ ભારત દેશની નદીઓ, પહાડી રસ્તાઓ સાથે મનાલી શહેરના બરફમાં પણ ટ્રાવેલ કર્યું છે.