રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં 258 મંદિરો સ્વચ્છ કરાયા : સુરત જિલ્લા કલેક્ટર

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં 258 મંદિરો સ્વચ્છ કરાયા : સુરત જિલ્લા કલેક્ટર 1 - image


- 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના 694 ગામોમાં સ્વચ્છ બન્યા

- સિંગલ યુઝડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા નાગરિકોને જિલ્લા કલેકટરની અપીલ

સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઓલપાડ તાલુકાના સરસ ગામે જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાએ રામજી મંદિરની સાફ સફાઈ કરી પૂજા અર્ચના કરી સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો. આ સાથે સિધ્ધનાથ મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી હતી.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં 258 મંદિરો સ્વચ્છ કરાયા : સુરત જિલ્લા કલેક્ટર 2 - image

આ અવસરે કલેકટર આયુષ ઓકે પ્રભુશ્રી રામની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી. રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. ગત તા.2 ઓક્ટોબર, 2023થી યોજાયેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના 694 ગામો સ્વચ્છ બન્યા છે. અને ધર્મસ્થાનોની સ્વચ્છતામાં તા.14 થી 22 જાન્યુ.2024 સુધીમાં ધાર્મિક સ્થળોની સ્વચ્છતા સંદર્ભે જિલ્લાના 258 મંદિરોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયને મંદિરોની સાફ-સફાઈ કરી હતી. પર્યાવરણ, પશુ-પક્ષીઓ તેમજ પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ભારપૂર્વક અપીલ કરી હતી.  

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં 258 મંદિરો સ્વચ્છ કરાયા : સુરત જિલ્લા કલેક્ટર 3 - image

સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા તેમજ તમામ ધાર્મિક સ્થળોને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને આયુષ ઓકે અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News