સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે 25 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા, શ્રાવણમાં સવા લાખ શિવલિંગનું શ્રદ્ધાળુઓ દ્વારા નિર્માણ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે 25 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા, શ્રાવણમાં સવા લાખ શિવલિંગનું શ્રદ્ધાળુઓ દ્વારા નિર્માણ 1 - image


Shravan Special Surat : શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતના અન્ય મંદિરો સાથે સાથે શિવ મંદિરોનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. તેમાં પણ સુરતના અડાજણ વિસ્તારના એક મંદિરમાં છેલ્લા અઢી દાયકા થી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આ શિવ મંદિરમાં રોજનો 4500 પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે. તેના કારણે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં મહત્વ અનેકગણું વધી રહ્યું છે. 

સુરત સહિત સમગ્ર ભારતમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. આ મહિનો ભગવાન શિવની આરાધનાનો મહિનો હોવાથી શ્રદ્ધાળુઓ શિવ મંદિરે દર્શન કરવા માટે પહોંચી જાય છે. શહેરના અનેક શિવ મંદિરોમાં શિવ ભક્તો કાવડ લઈને શિવજીને જળ ચઢાવે છે તો સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની અનોખી ભક્તિ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસ દરમિયાન પાર્થેશ્વર શિવલિંગ બનાવીને તેની ખાસ પૂજા કરવામાં આવી રહી છે. 

સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે 25 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પરંપરા, શ્રાવણમાં સવા લાખ શિવલિંગનું શ્રદ્ધાળુઓ દ્વારા નિર્માણ 2 - image

આ અંગે માહિતી આપતા મંદિરના પુજારી દિપકભાઈ જોષી જણાવે છે કે, મંદિરના ટ્રસ્ટ દ્વરા છેલ્લા 25 વર્ષથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા કરવામાં આવે છે. તેઓ કહે છે, પાર્થેશ્વર એટલે પાર્થ એટલે માટી અને શ્વર એટલે ઈશ્વર (માટીના ઈશ્વર) તેનું શ્રાવણ માસમાં ઘણું જ મહત્વ હોય છે અને આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સવા લાખ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે અને તેની પુજા કરવામાં આવી રહી છે. 

પુજારી વધુમાં માહિતી આપતા કહે છે, રોજના 4500 શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે. સુર્યોદય પહેલા શિવલિંગ બનાવવામાં આવે છે અને દિવસ દરમિયાન તેની પૂજા કરીને સૂર્યાસ્ત થાય તે પહેલા તાપી નદીમાં તેનું વિસર્જન કરવામા આવે છે. રોજના 4500 શિવલિંગ બનાવીને મહિનાના અંતે સવા લાખ શિવલિંગ બનાવી તેની પૂજા કરવામાં આવી રહી છે. આ શિવલિંગના દર્શન માટે રોજ હજારો ભક્તો મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.


Google NewsGoogle News