સુરતમાં જાહેર રોડ પર ફટાકડા વેચાણના દુષણની ફરિયાદો વચ્ચે જોખમી જગ્યાએ ફટાકડાના સ્ટોલની 23 અરજી રદ્દ કરવામાં આવી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
સુરતમાં જાહેર રોડ પર ફટાકડા વેચાણના દુષણની ફરિયાદો વચ્ચે  જોખમી જગ્યાએ ફટાકડાના સ્ટોલની 23 અરજી રદ્દ કરવામાં આવી 1 - image


- સ્કૂલ અને ડીજીવીસીએલના હાઇટેન્શન વીજ કેબલ તથા ડીપી નજીક લાગેલા સ્ટોલને પાલિકાના ફાયર વિભાગે દુર કર્યા    

સુરત,તા.8 નવેમ્બર 2023,બુધવાર

હાલ દિવાળીના તહેવારમાં શહેરમાં જોખમી જગ્યાએ ફટાકડાનું વેચાણ કરતા સ્ટોલને સુરત મહાનગરપાલિકાએ બંધ કરાવી દીધા છે.  સ્કૂલ અને ડીજીવીસીએલના હાઇટેન્શન વીજ કેબલ તથા ડીપી નજીક લાગેલા સ્ટોલને પાલિકાના ફાયર વિભાગે દૂર કર્યા હતા. આ ઉપરાંત સુરતમાં જોખમી જગ્યાએ ફટાકડાના સ્ટોલની 23 અરજી રદ્દ કરી દીધી છે. 

સુરત શહેરમાં હાલમાં દિવાળીના તહેવારને કારણે જાહેર સ્થળોએ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં જાહેર સ્થળો પર ફટાકડા વેચાણ સ્ટોલ લગાવવા માટે ફાયર વિભાગમાં 410 અરજીઓ મળી હતી. જોકે સ્ટોલ લગાવી વેચાણ શરૂ કરવા પૂર્વે ફાયર NOC અને પરવાનગી મેળવવી જરૂરી હોવાથી વિભાગે પ્રાપ્ત અરજીઓની સ્થળ તપાસ કરી હતી. જેમાં નિયમની વિરુદ્ધમાં સ્કૂલ પાસે અથવા પબ્લિક પેલેસ નજીક તેમજ રોડ પર જોખમી જણાય તેવાં નક્કી થયેલા સ્પોટની અરજી રિજેક્ટ કરી હતી. ફાયર વિભાગે કુલ 23 અરજીના સ્પોટ અંગે વાંધો દર્શાવ્યો હતો. જ્યારે 387 પરવાનાઓને ગ્રાહ્ય રાખ્યા હતા જોકે, હજી સુધી જાહેર સ્થળોએ રોડ પર ફટાકડાનું વેચાણ કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


Google NewsGoogle News