સુરતના માંગરોળના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસ્કયુ કરાયા
Heavy Rain Rescue in Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના નજીકના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાતા SDRFની ટીમે 21 વ્યકિતઓનું રેસ્કયુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં રાત્રીના ચાર ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાતા તત્ર દોડતું થયું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના 2.00 વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા. જેની તત્કાલ જાણ માંગરોળના નાયબ મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓએ SDRFની ટીમને કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા બે બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.