Get The App

લે બોલો.....ફાયર NOC માટે લોકોના બિલ્ડીંગ સીલ કરતી સુરત પાલિકાની 181 સ્કૂલ પાસે જ ફાયર NOC નથી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
લે બોલો.....ફાયર NOC માટે લોકોના બિલ્ડીંગ સીલ કરતી સુરત પાલિકાની 181 સ્કૂલ પાસે જ ફાયર NOC નથી 1 - image


Fire Safty in School of SMC : રાજકોટમાં બનેલી ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકાએ શહેરના ગેમઝોન અને અન્ય સંસ્થાઓ ફાયર એન.ઓ.સી. તથા અન્ય ખામીઓ શોધીને બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી કરી છે. જોકે, શહેરની કોઈ બિલ્ડિંગમાં ફાયર એમ.ઓ.સી. ન હોય તો પાલિકા કડકાઈ દાખવીને બિલ્ડીંગ સીલ કરે છે. પરંતુ લોકોના બિલ્ડીંગ સીલ કરતી સુરત પાલિકાની 181 સ્કૂલ પાસે જ ફાયર એન.ઓ.સી.ની સુવિધા નથી. પાલિકાની સ્કૂલમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે તે સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું છે.

 રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં 30થી વધુ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા તથા અન્ય શહેરોમાં ફાયર અંગેની કામગીરી પાલિકાએ શરુ છે પરંતુ લોકોની ખામીઓ શોધીને કામગીરી કરતી સુરત પાલિકા સામે જ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ કરવામાં આવ્યો છે. રાજકોટની દુર્ઘટના બાદ સમિતિની સ્કુલની ફાયર સેફ્ટીની વિગતો શાળા પાસે તાત્કાલિક મંગાવી છે.

હાલમાં સમિતિએ મંગાવેલી પ્રાથમિક માહિતીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 214 શાળા ભવન છે તેમાંથી 94 શાળામાં દાદરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યારે 56 સ્કૂલમાં દાદર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. જોકે, શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા કહે છે, શિક્ષણ સમિતિની મોટા ભાગની સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે પરંતુ એમ.ઓ.સી. માટે ઓન લાઈન કામગીરી કરવાની છે તેથી કામગીરીમાં વિલંબ થાય છે અને સમિતિની 181 શાળાઓમાં હજી ફાયરની એમ.ઓ.સી. મેળવવામાં આવી નથી. 

શિક્ષણ સમિતિની 214 શાળા ભવનમાં બે પાળી મળીને 1.84 લાખ જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી 181 શાળાઓ પાસે ફાયર એમ.ઓ.સી. નથી. આવા સંજોગોમાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રામ ભરોસે હોવાનું કહેવાય રહ્યુ છે. જો પાલિકા તંત્ર ફાયરની એમ.ઓ.સી. ન હોય તો લોકોની બિલ્ડીંગ સીલ કરે છે પરંતુ પાલિકાની શાળા સામે કોઈ કાર્યવાહી નથી. આ ઉપરાંત જો કોઈ સંસ્થા એન.ઓ. સી. નહી લે તો તેમની સામે આકરા પગલાં ભરવામાં આવે છે  પરંતુ શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, સભ્ય કે અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News