પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો 1 - image


સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ગેરરીતિ ઝડપાયા બાદ પાલિકાએ અડાજણ ડેપો ચાર્ટર સ્પીડ પ્રા.લી. એજન્સીની ચાર બસ જપ્ત કરી હતી. પાલિકાએ તપાસ કર્યા બાદ 13.17 લાખનો દંડ વસુલી બસને છોડી દીધી હતી. 

પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો 2 - image

પાલિકાના અડાજણ એલપી  સવાણી સ્કૂલ ખાતે પાલિકાનો બસ ડેપો છે જેમાં ખાનગી લક્ઝરી બસનું પાર્કિંગ થતું હોવા સાથે મેઈન્ટેનન્સ પણ કરાતું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં પાલિકાના બસ ડેપોમાં ખાનગી બસ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે ડેપોનો કારભાર સંભળતી એજન્સી પાસે ખુલાસો માગ્યો હતો અને તંત્રને તપાસ કરી પગલાં ભરવા માટે સુચના આપી હતી. 

પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો 3 - image

પાલિકાએ તપાસ કરતાં ચાર બસ ગેરકાયદે પાર્ક કરવા સાથે, ઓનરશીપ ટ્રાન્સફર થી એજન્સી દ્વારા ભરવામા એજન્સી દ્વારા વિલંબ કરવામા આવ્યો હતો તે અને અન્ય કારણ સાથે એજન્સી ચાર્ટર સ્પીડ પ્રા.લી.ને 13.17 લાખનો દંડ વસુલી બસ છોડવામાં આવી હતી.

પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો 4 - image


Google NewsGoogle News