Get The App

સુરતમાં પાલ બ્રિજ થી પાલનપોર જતા દરેક ટ્રાફિક સિગ્નલ પર દોઢ મિનિટથી વધુનો સમય વાહનચાલકો માટે આફતરૂપ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
સુરતમાં પાલ બ્રિજ થી પાલનપોર જતા દરેક ટ્રાફિક સિગ્નલ પર દોઢ મિનિટથી વધુનો સમય વાહનચાલકો માટે આફતરૂપ 1 - image

image : Freepik

Surat Traffic Signal : સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. પરંતુ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મુકાયેલી આ સિસ્ટમ હવે વાહન ચાલકો માટે આફતરૂપ બની રહી છે. પાલ બ્રિજ થી પાલનપોર જતા દરેક ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ  દોઢથી વધુ મિનિટ ઉભા રહેવાની ફરજ પડી રહી છે. આ સમસ્યા માટે આ રૂટની નથી પરંતુ અનેક રૂટ પર આ જ રીતે વાહન ચાલકોનો સમય બગડતો હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત  શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક ભારણ અનુરૂપ  શહેરના 95 જંકશન પર ઓટોમેટિક કાર્યરત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ ઉપરાંત જુના 107 જંકશન પર પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના અમલીકરણથી ટ્રાફિક સિગ્નલનો સમય ટ્રાફિકના ભારણને આધિન ઓટોમેટીક નક્કી થતો હોવાથી ટ્રાફિક જંકશન પર ટ્રાફિકનું ભારણ ઓછું થાય તેવો હેતુ છે. પરંતુ આ સિસ્ટમમાં હજી કેટલીક ખામીઓ બહાર આવી છે. જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. 

શહેરના પાલ ઉમરા બ્રિજ થી પાલપનોર રસ્તા પર જતાં પાંચ જેટલા સિગ્નલ આવે છે જોકે, અહીં હાલત એવી છે કે પહેલા સિગ્નલ પર લોકો પોણા મીનીટ જેટલો સમય ઉભા રહે છે અને આગળ જાય છે ત્યારે માંડ 400થી 500 મીટર આગળ બીજો સિગ્નલ મળે છે અને ત્યા ફરી રેડ લાઈટ મળે છે અને ત્યાં પોણી મીનીટ થી દોઢ મિનિટ જેટલો સમય ઉભા રહેવું પડે છે. આવી જ સ્થિતિ દરેક સિગ્નલ પર થતી હોવાથી વાહન ચાલકોનો સમય અને ઈંધણ બન્ને બગડી રહ્યાં છે અને પાલિકાએ જે સમસ્યા નિવારવા માટે સિગ્નલ મુક્યા છે તેનાથી વિપરીત પરિણામ મળે છે વાહનચાલકો હેરાન થાય છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા માત્ર આ રૂટની નથી શહેરના અનેક રૂટ પર વાહન ચાલકોને આવો કડવો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો સિગ્નલ સિંક્રોનાઇઝ કરવામાં આવે અથવા તો બંધ કરી દેવામાં આવે તેવી માગણી કરી રહ્યાં છે. પાલિકા અને પોલીસે લોકોની સમસ્યા ઘટાડવા માટે ઉભી કરવામાં આવેલી સિસ્ટમ લોકો માટે આફતરૂપ બની રહી છે ત્યારે આ સિસ્ટમ સુધારા કર્યા બાદ જ અમલ કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.


Google NewsGoogle News