Get The App

લીમખેડામાં મોડી રાત્રે મુસાફર ભરેલી મધ્ય પ્રદેશની ખાનગી બસ પલટી ખાધી

-35 પૈકી 4 મુસાફરોને ઇજા થતાં દવાખાને ખસેડાયા

Updated: Dec 24th, 2021


Google News
Google News
લીમખેડામાં મોડી રાત્રે મુસાફર ભરેલી મધ્ય પ્રદેશની ખાનગી બસ પલટી ખાધી 1 - image

દાહોદઃ દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ગત મોડીરાત્રીના સમયે એક મુસાફર ભરેલી મધ્યપ્રદેશની ખાનગી  બસ પલટી ખાઈ જતાં અંદર સવાર 35  મુસાફરો પૈકી 4 મુસાફરેને ઈજા થતાં  દવાખાને સારવાર અર્થે ખસેડયા  હતા.

 મધ્ય પ્રદેશના જોબટથી રાજકોટ જતી ખાનગી બસના ચાલકનો  સ્ટિયરિંગ ઉપરનો કાબૂ  ગુમાવી દેતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી બસના કાચ તોડી અંદરથી ઈજાગ્રસ્ત મુસાફર સહિત અન્ય  મુસાફરોને  બહાર કાઢવાની કામગીરી આરંભી હતી.

ત્રણ થી ચાર મુસાફરને  માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. સદનસીબેન કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકોરો અનુભવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પહોંચી ગયેલ પોલીસે ઘટનાને પગલે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :
dahodaacidentprivate---bus

Google News
Google News