યશની નવી હેરસ્ટાઈલ .
ત મે સાઉથના સુપરસ્ટાર યશનો નવો ડ્રામેટિક લુક જોયો? ૩૮ વરસના એક્ટરે પોતાની સુપરડુપર હીટ ફિલ્મ 'કેજીએફ'ના વખતથી આઇકનિક બની ગયેલી લાંબી અને બરછટ હેરસ્ટાઈલને તિલાંજલિ આપી દીધી છે. યશે હવે કોઈને પણ જોવો ગમે એવો આકર્ષક અવતાર અપનાવી લીધો છે. એક્ટરને નવા રૂપમાં જોઈને એના ફેન્સે એવી ધારણાં બાંધી લીધી કે એણે જરૂર પોતાની આગામી ફિલ્મ 'ટોક્સિક ઃ અ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ' માટે ટૂંકા વાળની આ નવી હેરસ્ટાઈલ પસંદ કરી છે.
સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ એલેક્સ વિજયકાન્તે એવી પુષ્ટિ કરી છે કે યશે હકીકતમાં પોતાની નવી મૂવી માટે જ આ બ્રાન્ડ ન્યૂ લૂક અપનાવ્યો છે. એ કહે છે, 'મેં સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે જ મને ખાતરી થઈ ગઈ હતી કે એના રોલ માટે શોર્ટ હેરસ્ટાઈલ પરફેક્ટ બની રહેશે. આ લુકને હું યુનિક ટ્વિસ્ટ આપીશ અને એને સ્ટાઈલિશ પોમ્પાડોર એવું નામ આપીશ. અમે બંને હજુ હોટલ સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુ૦૦ીમાં તો યશના એરપોર્ટ પર લેવાયેલા પિકચર્સ ઓનલાઈન ફરતા થઈ ગયા. ગણતરીની મિનિટોમાં ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઈ અને એક્ટરનો લુક સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની ગયો. યશે લાંબા વાળનો લુક પાંચ વરસથી જાળવી રાખ્યો હતો એટલે એને નવા લુક માટે થોડો ખચકાટ તો હતો જ, પરંતુ લુક ફાઇનલ કરવા ટીમ મિટિંગોનો દોર ચાલ્યા બાદ વન ફાઈન મોર્નિંગ યશે ગ્રીન સિગ્નલ આપતા મને કહ્યું, એલેક્સ, ચાલ આપણે હવે એ કામ કરી લઈએ. પોતાની નવી હેરસ્ટાઈલ જોઈને એ ખુશીથી મને ભેટી પડયો અને બોલ્યો, એલેક્સ, ડિયર, યુ ડીડ ઇટ!'