બોલિવુડ 2025માં બૉક્સ-ઑફિસને કઈ ફિલ્મોથી રીઝવશે?
વીતેલા ૨૦૨૪માં આપણને 'કિલ', 'સ્ત્રી-૨', 'ભૂલ-ભૂલૈયા-૩' અને 'લાપતા લેડીઝ' જેની એન્ટરટેઈનિગ ફિલ્મો જોવા મળી. આ વર્ષે બોલિવુડ ૨૦૨૫માં કેટલીક આશાસ્પદ મૂવીઝની રિલીઝની તૈયારી કરી રહ્યું છે. આ વરસે આપણને સિલ્વર સ્ક્રીન પર કયા જોનરની કઈ ફિલ્મો જોવા મળશે એ જાણીએ.
થામા
૨૦૨૫માં સિનેમાપ્રેમીઓનો માનીતો એક્ટર આયુષ્યમાન ખુરાના આ ફિલ્મમાં પહેલીવાર રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન સ્પેસ શેયર કરશે. થામામાં આયુષ્યમાન પોતાની ઉપરાઉપરી નિષ્ફળ ફિલ્મોની શ્રૃંખલા તોડવા પહેલીવાર હોરર- કોમેડી જોેનર પર હાથ અજમાવી રહ્યો છે. આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત આ મૂવી દર્શકોને ૨૦૨૫ની દિવાળીમાં દર્શકોને થિયેટરોમાં જોવા મળશે. થામાની સ્ટોરી વેમ્પાયર્સ (લોહ ચુસતા ભૂત) ની આસપાસ વણાઈ હોવાનું જાણવા મળે છે. સ્ત્રી અનેસ્ત્રી-૨ નું સુપર સક્સેસ બાદ બોલીવૂડને હોરર- કોમેડીમાં એક હિટ ફોર્મ્યુલા દેખાતી થઈ ગઈ છે.
છાવા
ટોપની હરોળમાં પહોંચ્યા બાદ વિકી કૌશલ વિવિધ જોનરની ફિલ્મો કરવામાં સંકોચ નથી રાખતો. 'સામ બહાદુર'થી લઈને 'ઝરા હટકે ઝરા બચકે' સુધીની ફિલ્મોમાં વિકીએ દર્શકોના દિલ જીત્યા છે. હવે એક્ટર છાવામાં એક એક્શન પેક્ડ રોલમાં જોવા મળવાનો છે. શિવાજી સાવંતની આ જ નામની મરાઠી નોવેલ પર આધારિત આ ઐતિહાસિક મૂવી ફેબુ્રઆરીમાં થિયેટરોમાં રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મમાં કૌશલ મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં છે. છાવામાં એની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના પણ મહત્ત્વના પાત્રમાં છે.
જોલી એલએલબી - 3
અક્ષય કુમાર અને અર્શદ વારસીના કોર્ટ રૂમ ડ્રામા જોલી એલએલબી અને જોલી એલએલબી-૨ એ સારી જમાવટ કરી હતી. બંને મૂવીઝ દર્શકોને બહુ ગમી હોવાથી હવે મેકર્સ એની સિક્વલ બનાવી રહ્યા છે. ફ્રેન્ચાઈસના લેટેસ્ટ વર્ઝનમાં આપણને ંબંને જોલીઝ (અક્ષય અને અર્શદ) કોર્ટમાં ટકરાતા જોવા મળી શકે છે. સુભાષ કપૂર દિગ્દર્શિત ફિલ્મની કાસ્ટમાં હુમા કુરેશી અને અમૃતા રાવ પણ સામેલ છે. સ્ટાર સ્ટુડિયોઝ , કાન્ગ્રા ટોકિઝ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સનું સહિયારું સાહસ જોલી એલએલબી-૩ એપ્રિલ-૨૦૨૫ માં પડદા પર આવશે.
આલ્ફા
યશરાજ ફિલ્મ્સ દ્વારા ઊભી કરાયેલી જાસૂસીની દુનિયામાં એક નારી કેન્દ્રીય સ્પાય ડ્રામા 'અલ્ફા' નો ઉમેરો થવા જઈ રહ્યો છે. મૂવીમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ પોતપોતાના સિક્રેટ મિશન પર નીકળેલી બે એજન્ટ્સના રોલમાં છે. આ મિશનમાં એમની સાથે બોબી દેઉલ અને અનિલ કપૂર છે. ફિલ્મમાં આલિયા અને શર્વરી થ્રિલિંગ એક્શન સિકવન્સ કરતી જોવા મળશે. એ માટે બંનેએ સ્પેશ્યલ ટ્રેનિંગ લીધી છે. યશરાજનું બેનર આપણને એક થા ટાઈગર, ટાઈગર ઝિન્દા હૈ, અને પઠાન જેવી સફળ એક્શન મૂવીઝ આપી ચુક્યું હોવાથી એની નવી ફિલ્મ માટે આશા બંધાઈ છે.
સિકંદર
૨૦૨૪ માં સલમાન ખાનના ડાયહાર્ડ ફેન્સ એની નવી ફિલ્મ જોવા ન મળવાથી નિરાશ થયા હતા. હવે ખાન ેમના માટે નવા વરસમાં સિકંદર નામની એક્શન એન્ટરટેઈનમેન્ટ મૂવી લઈને આવી રહ્યો છે. ઉપરા ઉપરી ફ્લોપ બાદ ખાને સિકંદરનું સુકાન એ આમા મુરુગેદાસને સોંપી બોલીવૂડ કરતા સાઉથના ડિરેક્ટર પર વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. નડિયાદવાલા ગ્રાન્ડ્સના આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, સુનીલ શેટ્ટી અને શર્મન જોષી પણ મહત્ત્વના રોલ કરી રહ્યા છે.
બાગી-4
થ્રિલિંગ એક્શન ટાઈગર શ્રોફનું સૌથી મોટું જમા પાસુ છે. બડે મિયાં, છોટે મિયાં જેવી બિગ બજેટ ફ્લોપ ફિલ્મમાં નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા બાદ ટાઈગરે હવે ફરી એકવાર પોતાની પોપ્યુલર સિરીઝ બાઘી પર દાવ લગાવ્યો છે. બાગી- ૪માં એ ફરી રોનીના રોલમાં જોવા મળશે. સાજિદ નડિયાદવાલાએ પોતાના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની આ મૂવીને સેફ પ્રપોઝ (પ્રસ્તાવ) બનાવવા સંજયે દત્તને કાસ્ટમાં સામેલ કર્યો છે. એ ઉપરાંત બાઘી-૪ માં છે. હિરોઈનો - સોનમ બાજવા અને હરનાઝ સંદુ પણ છે. સપ્ટેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મથી પૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ બોલીવૂડમાં ડેબ્યુ કરશે.
વોર- ટુ
હૃતિક રોશનના ફેન્સને એમનો માનીતો સ્ટાર આ વરસે વોરના બીજા ભાગ વોર- ટુમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર છે અયાન મુકરજી. મૂવીમાં તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને અનિલ કપૂર પણ અગત્યના રોલ કરી રહ્યા છે. મૂવીમાં હૃતિક ફરી એકવાર મેજર કબીર ધાલીવાલ બનીને દેશને એક નવા ખતરાથી બચાવતો જોવા મળશે.