તિલોત્તમાએ જ્યારે ડિરેક્ટરને એના કડવા વેણ પાછા આપ્યા
પાવર હાઉસ પર્ફોર્મર તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ તિલોત્તમા શોઝે હમણાં પોતાના ફેન્સને ઈન્ડસ્ટ્રીમાં પોતાને થયેલો એક કડવો અનુભવ કહીને ચોંકાવી દીધાં. ૪૫ વરસની વર્સેટાઈલ એક્ટ્રેસ તિલોત્તમાએ જુનાં સંસ્મરણો વાગોળતા કહ્યું, 'એક ડિરેક્ટરની કમેન્ટે મારી આંખમાં રીતસર આસું લાવી દીધા હતા. એક સમયે મેં એવા ડિરેક્ટર સાથે કામ કર્યું, જેણે મને બહુ જ ઓછી ફી ચુકવી હતી. પ્રોજેક્ટ પુરો થયાની પાર્ટી હતી અને ટેક્નિશિયનો ગપ્પા મારતા હતા ત્યારે કોઈકે મને પૂછ્યું કે મેડમ, હવે તમને કઈ વસ્તુ મેળવવાની લાલસા છે? જવાબમાં મેં એક કારના મોડલનું નામ આપી કહ્યું અને મને આટલી ફી ચુકવાય તો હું એ કાર ખરીદી શકું. એ સાંભળી પ્રોજેક્ટના ડિરેક્ટરે મને મોઢામોઢું કહ્યું કે તમને આ વાત કરતા મને દુ:ખ થાય છે પણ તમે એટલા નાણાં કદી કમાઈ નહિ શકો. એ ગેરવાજબી છે પણ આ ઈન્ડસ્ટ્રીનું કામકાજ એ જ રીતે ચાલે છે. તમે બહુ ટેલેન્ટેડ છો એની ના નહીં પણ કમનસીબે તમે એટલી કમાણી કદી કરી નહિ શકો. એમણે આ બધુ એવા ટોનમાં કહ્યું કે મને લાગી આવ્યું, ' એમ અભિનેત્રી ધ હોલિવુડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહે છે.
આ ટીપ્પણી તિલોત્તમા પર એટલી ઘેરી અસર કરી કે પોતાના ત્યાર પછીના રોલ માટે પોતાને જોઈતી પ્રાઈસ મેળવવા એણે જ મહિના સુધી વાટાઘાટો ચલાવી. શોમ મેડમે તગડી રકમ મેળવવા જબરી ફાઈટ આપી અને અંતે એ પેલી પાર્ટીમાં જે રકમ ક્વોટ કરી હતી એના કરતા ડબલ નાણાં મેળવીને રહી.
તિલોત્તમા એ પેલી કડવી જીભ ધરાવતા ડિરેક્ટરને એવું સંભળાવ્યું પણ ખરું કે 'મેં તમને ખોટા પાડયા છે. મને થયું કે ચલો, તમને આ વાતની જાણકરું છું, જેથી તમે બીજા કોઈ એક્ટરને આવું કહેતા પહેલા બે વાર વિચાર કરો.'