Get The App

રાજકુમારની નવી એક્શન પેક્ડ ફિલ્મમાં શું છે?

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
રાજકુમારની નવી એક્શન પેક્ડ ફિલ્મમાં શું છે? 1 - image


- બંગાળી સુપરસ્ટાર પ્રસન્નજિત વિશેષ ભૂમિકામાં જોવા મળશે

રા જકુમાર રાવની આ વર્ષે ચાર ફિલ્મો રજૂ થઈ. દેખીતું છે કે એ સતત બિઝી બિઝી હતો, પણ રાજકુમાર ધીમો પડે એ વાતમાં માલ નથી. એણે તાજેતરમાં નવી એક્શન પેક ફિલ્મ 'માલિક'નું શૂટિંગ પુરૃં કર્યું  છે. રાજકુમારે ૨૦૨૨માં 'હિટઃ  ધ ફર્સ્ટ કેસ' નામની એક્શન ફિલ્મ કરી હતી. આ તેની બીજી એકશન ફિલ્મ છે. 'માલિક'માં એ બે અલગ લુકમાં જોવા મળશે. એકમાં તે દાઢી સાથે લઘરવઘર દેખાય છે, તો બીજા ક્લિનશેવ લુકમાં એ એકદમ સોફિસ્ટીકેટેડ દેખાય છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થયું અને સતત ત્રણ મહિના ચાલતું રહ્યું. મુંબઈ ઉપરાંત લખનૌ અને બનારસમાં પણ શૂટિંગ થયું. બ્રહ્માવર્ત ઘાટ પર હજારો દીવા પ્રગટાવી દિવાળી સિકવન્સનું શૂટિંગ કરવામાં આવ્યું. તે પછી કાનપુરમાં લગ્નની સિકવન્સનું શૂટિંગ ત્રણ દિવસ માટે ચાલ્યું હતું. 

'માલિક'નું નિર્દેશન પુલકિતે કર્યું છે. પુલકિત અને રાજકુમાર અગાઉ એક ફિલ્મ કરી ચૂક્યા છે. ૨૦૧૭માં તેમની ફિલ્મ 'બોઝઃ ડેડ/અલાઇવ' આવી હતી. આ ફિલ્મમાં ઐતિહાસિક કથાવસ્તુ હતું. 'માલિક' લોકોને મજા પડે તેવી એક્શન ફિલ્મ છે. એકશન ડિરેક્ટર વિક્રમ દહિયાએ સ્ટંટ સીન્સ શૂટ કર્યા છે. બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર પ્રસનજીત આ ફિલ્મમાં રાજકુમારના ગુરૂની વિશેષ ભૂમિકામાં જોવા મળશે. 

૨૦૧૮માં અમર કૌશિક નિર્દેશિત હોરર કોમેડી 'સ્ત્રી' આવી. ૨૦૨૪માં તેની સિક્વલ 'સ્ત્રી-ટુ' પણ હીટ નીવડી છે. ભાગ્યશાળીને ભૂત પણ રળી આપે તેવી કહેવત અનુસાર રાજકુમાર રાવને આ ભૂતિયા ફિલ્મોએ અઢળક કિર્તી અને કલદાર અપાવ્યા છે. જોઈએ, આવનારી એક્શન ફિલ્મ એને કેવીક ફળે છે.  


Google NewsGoogle News