વોટ્સ ઇન અ નેમ?: રિલીઝ પહેલાં જ નામ બદલવા પડયાં
- બોલિવુડના ઘણા નિર્માતાઓનું માનવું છે કે ફિલ્મનું શીર્ષક બદલવાથી દર્શકોની ઉત્સુકતા વધે છે. એવી ઘણી હિન્દી ફિલ્મો છે જેનાં શીર્ષક રિલીઝ પહેલાં વિવાદથી બચવા અથવા તો લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે બદલવામાં આવ્યાં છે. અમુક સંગઠનો ફિલ્મનાં શીર્ષકનો વિરોધ કરતાં થઇ ગયાં હોવાથી પણ નિર્માતાને ટાઇટલ બદલવું પડે છે.
રેમ્બો રાજકુમારનું આર. રાજકુમાર
શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહાની ફિલ્મની સાથે પણ આમ જ થયું હતું. આ ફિલ્મનું નામ પહેલા રેમ્બો રાજકુમાર રાખવામાં આવ્યું હતું પરંતુ રેમ્બો સીરીઝના નિર્માતાઓએ ફિલ્મના નિર્માતાને નોટીસ ઠપકારતા નામ આર. રાજકુમાર રાખવુ ંપડયું.
રુહ અફ્ઝા અને રુહી અફઝાનાનું રુહી
રુહી ફિલ્મનું શીર્ષક ચાર વખત બદલવામાં આવ્યું હતું. પહેલા આ ફિલ્મનું નામ રુહ અફ્ઝા રાખવામાં આવ્યું હતું. પરંતુ એવરેજ બ્રાન્ડ દ્વારા કોપીરાઇટના મુદ્દે ફિલ્મનું શીર્ષક રુહી અફઝાના કરી નાખવામા ંઆવ્યું. આ પછી પણ બદલાવીને અંતે રુહી કરવામાં આવ્યું હતું.
લક્ષ્મી બોમ્બનું લક્ષ્મી
અક્ષયકુમાર અભિનિત આ ફિલ્મના નિર્માતાઓને ઘણા હિંદુ સમૂહોની આપત્તિનો સામનો કરવો પડયો હતો. આ પછી ફિલ્મના નિર્માતાએ નામ બદલવાનો નિર્ણય લીધો હતો. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મ પહેલા થિયેટરમાં રિલીઝ કરવામાં આવવાની હતી. દક્ષિણના સંગઠન હિંદુ સેનાએ કેન્દ્રીય સૂચના એવમ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરને પત્ર લખીને એ બાબત પર ભાર મુક્યો હતો કે આ સંગઠનના લોકો આ ફિલ્મનો દેશ ભરમાં બહિષ્કાર કરશે. તેમનું કહેવું હતુ ંકે, ફિલ્મનું શીર્ષક દેવીના પ્રતિ અનાદર દર્શાવતું હતું.
બિલ્લુ બાર્બરનું બિલ્લુ
આ ફિલ્મનું નામ રિલીઝ પહેલા બિલ્લુ બાર્બર રાખવામાં આવ્યુ ંહતું, પરંતુ બાર્બરના સમુદાયે આ શીર્ષક તેમની ભાવનાઓને ઠેસ પહોચાડતું હોવાનું કહી વિરોધ કર્યો હતો.પરિણામે આ ફિલ્મનું નામ બિલ્લુમાં ફરેવી નાખ્યુ ંહતું. આ ફિલ્મમાં ઇરફાન એક ગરીબ બાર્બરના રોલમાં છે, જેને એનો સુપરસ્ટાર દોસ્ત શાહરૂખ ખાન મળવા જાય છે.
પદ્માવતીનું પદ્માવત
સંજય લીલા ભણશાલીની ફિલ્મનું શીર્ષક રિલીઝ પહેલા પદમાવતી હતું જે નો રાજસ્થાનની કરણી સેનાએ સખત વિરોધ કર્યોહતો. જયપુરમાં તો તેમણએ ફિલ્મના સેટને તોડીફોડી નાખ્યો હતો અને બીજી વખત દીપિકા પદુકોણને મારપીટની ધમકી આપી હતી. પરિણામે ભણશાલીએ આ ફિલ્મનું નામ પદ્માવત કરી નાખવુ ંપડયું.
મેન્ટલનું જજમેન્ટલ હૈ ક્યા
રાજકુમાર રાવ અને કંગનાની આ ફિલ્મનું શીર્ષક પહેલા મેન્ટલ હતું. પરંતુ થોડા થેરપિસ્ટો અને સંગઠને ફિલ્મસર્જકને નામ બદલવા માટે વાતચીત કરી હતી. રાજકુમાર રાવે તેમની ભાવનાઓનુ સમ્માન કરીને ટાઇટલ બદલ્યું હતું.
રામલીલા બદલીને ગોલીયોં કી રાસલીલા - રામલીલા
ફિલ્મના શીર્ષક વિરુદ્ધ એક યાચિકા કરવામાં આવી હતી જેમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. રામલીલા શબ્દ ભગવાન રામ સાથે જોડાયેલો હોવાથી તેમની લાગણીને ઠેસ પહોંચી હતી.
યે આ ગયે હમ કહાંનું વીર ઝારા
યશ ચોપરાએ પોતાની ફિલ્મનું નામ પહેલા યે આ ગયે હમ કહાં રાખ્યું હતું. પછીથી તેને જણાયું હતું કે ફિલ્મના મૂડના હિસાબે વીર ઝારા વધુ યોગ્ય રહેશે. જોકે આ શીર્ષક પર કોઇ વિરોધ થયો નહોતો ફક્ત દર્શકોને આકર્ષિત કરવા માટે જ બદલાવ કરવામાં આવ્યો હતો.
મેન્ટલનું બદલીને જય હો
સલમાન ખાનની આ ફિલ્મનું નામ પણ પહેલા મેન્ટલ રાખવામાં આવ્યું હતું. પરંતુ પછીથી બદલીને જય હો કરી નાખવામાં આવ્યુ ંહતું.
સત્યનારાયણ કી કથા થી સત્યપ્રેમ કી કથા
સત્યનારાયણ કી કથા ફિલ્મની ઘોષણા પછી વિવાદ થયો હતો. પરિણામે શીર્ષકને બદલીને સત્યપ્રેમ કી કથા કરવામાં આવ્યુ ંહતું.
પૃથ્વીરાજનું સમ્રાટ પૃથ્વીરાજ
અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજના શીર્ષકનો રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવુ ંહતુ ંકે પૃથ્વીરાજ મહાન ભારતીય સમ્રાટ હતા અને ફિલ્મનું પૃથ્વીરાજ શીર્ષક તેમના અપનામ સમાન છે. પરિણામે નિમાતાઓએ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરી નાખ્યું હતું.
લવરાત્રીનું લવયાત્રી
૨૦૧૮માં રિલીઝ થયેલી આયુષ શર્માની ફિલ્મ નવરાત્રિના દિવસો દરમિયાન રિલીઝ કરવામાં આવવાની હતી. તેથી ફિલ્મના લવરાત્રી શીર્ષક પર વિશ્વ હિંદુ પરિષદે આરોપ લગાડયો હતો કે, આ શીર્ષક હિંદુ તહેવાર નવરાત્રીના અર્થને વિકૃત કરતો હોવાનો તેમણે ભાર મુક્યો હતો. તેથી શીર્ષક બદલીને લવયાત્રીમાં ફેરવી નાખ્યું હતુ.ં
જાફનાનું મદ્રાસ કેફે
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પર આધારિત જોન અબ્રાહમની ફિલ્મનું શીર્ષક જાફના રાખવામાં આવ્યું હતું. જાફના નામ શ્રીલંકાની એક જગ્યા પરથી રાખવામાં આવ્યું હતું પરંતુ પડોશીદેશના દબાવના કારણે આ ફિલ્મનું નામ મદ્રાસ કેફે રાખવામાં આવ્યું હતું.