Get The App

બિગ બોસ હાઉસમાં એન્ટર થવા પાછળ અંકિતાનું પ્રયોજન શું છે?

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
બિગ બોસ હાઉસમાં એન્ટર થવા પાછળ અંકિતાનું પ્રયોજન શું છે? 1 - image


- 'મારી લાઈફની ઘણી પરીક્ષાઓ હું વિકી સાથે આપી ચુકી છું. અમે હવે પરણી ગયાં છીએ અને જીવને આપેલી તમામ કસોટીમાં અમે સફળતાપૂર્વક પાસ કરી છે.'  

ટીવીના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રિયાલિટી ૅશો 'બિગ બોસ'ની ૧૭મી સિઝનનું પ્રસાર ણ શરૂ થઈ ગયું છે. આ વખતે પણ એનો હોસ્ટ સલમાન ખાન છે. શોની દરેક સિઝનમાં દર્શકો માટે એક ખાસ પ્રકારનું આકર્ષણ ઊભું કરવા એમાં સેલિબ્રિટીઝને સામેલ કરાય છે. 'બિગ બોસ'ની આ સિઝનની સેલિબ્રિટી છે અભિનેત્રી અંકિતા લોખંડે. ટીવીની ડેઈલી શોપ 'પવિત્ર રિશ્તા'ની ઘરઘરમાં જાણીતી થયેલી અંકિતાને હકીકતમાં સદ્ગત સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તરીકે વધુ પ્રસિદ્ધિ મળી. એણે કંગના રનૌત સાથે 'મણિકર્ણિકા : ધ ક્વિન ઑફ ઝાંસી' અને ટાઈગર શ્રોફ સાથે 'બાગી-૩' જેવી ફિલ્મો પણ કરી છતાં લોખંડેની ટેલેન્ટની થવી જોઈતી હતી એટલી કદર ન થઈ.

હવે અંકિતાએ 'બિગ બોસ'ના હાઉસમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. એક્ટરને કંપની આપવા એનો પતિ વિકી જૈન પણ 'બિગ બોસ' હાઉસમાં એની સાથે એન્ટર થયો છે. હાઉસમાં દાખલ થયા પહેલા મીડિયા સાથેના ઈન્ટરએક્શન દરમિયાન અંકિતા કહે છે, 'ઈન ફેક્ટ, મારા હસબન્ડે જ મને શૉમાં ભાગ લેવા પ્રેરી છે. વિકીને થયું કે આપણે બંને સાથે હાઉસમાં જઈએ અને જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ. ફક્ત એના કારણે જ હું આ જર્નીમાં જોડાઈ છું.'

મીડિયાકર્મીઓએ શ્રીમતી લોખંડે-જૈનને એવો સવાલ પણ કર્યો કે તમે હસબન્ડ - વાઈફ સાથે શૉમાં જોડાશો તો એની અસર તમારા દાંપત્યજીવન પર નહિ પડે? એવી સંભાવનાનો સાફ ઇન્કાર કરતા અંકિત કહે છે, 'અમે બંને ગૅમને પૂરેપૂરી એન્જોય કરવા જ 'બિગ બોસ' હાઉસમાં જઈ રહ્યા છીએ. મારી લાઈફની ઘણી પરીક્ષાઓ હું વિકી સાથે આપી ચુકી છું. અમે હવે પરણી ગયા છીએ અને જીવને આપેલી તમામ કસોટીમાં અમે સફળતાપૂર્વક પાસ કરી છે. મારા માટે અને મારા હસબન્ડ માટે આ માત્ર એક ગૅમ છે.'

બિગ હાઉસ એના ગમે એટલા મોટા ખેરખાં સ્પર્ધકનું ખરું ચારિત્ર્ય બહાર લાવવા માટે જાણીતું છે. સ્પર્ધક ગમે એટલો પ્રયાસ કરે, પણ હાઉસમાં એ પોતાનું સાચું સ્વરૂપ લાંબો વખત છુપાવી નથી શકતો. અંકિતા એ સારી રીતે જાણે છે અને એટલે જ એ માને છે કે 'બિગ બોસ' હાઉસમાં ખોટો ડોળ કરીને કંઈ નથી મળવાનું. પોતાને એક ઓનેસ્ટ પર્સન (પ્રામાણિક વ્યક્તિ) ગણાવતા એકટ્રેસ કહે છે કે આ ગુણ જ મને બીજાથી જુદી પાડે છે. હું શબ્દોના સાથિયા પૂર્યા વિના સીદી અને ખરી વાત કરું છું એટલે લોકોને એવું લાગે છે કે હું ઉદ્ધત છું, અભિમાની છું. ખરેખર હું એવી બિલકુલ નથી. દાખલા તરીકે હું બહુ સાલસ રીતે કોઈને કહું કે આ ડ્રેસમાં તમે બિલકુલ સારા નથી લાગતા. એ સાંભળીને સામી વ્યક્તિને એમ લાગે છે કે હું એને ઉતારી પાડવા આવું બોલું છું, પરંતુ હકીકતમાં હું એવું ઇચ્છતી હોઉં છું કે એ વ્યક્તિ સુઘડ અને સુંદર દેખાય એટલે હું એને કોઈ સ્ટાઈલિસ્ટનું નામ પણ સુચવું એની પાછળનો મારો આશય શુભ હોય છે, પણ લોકો મને એ બદલ ખોટું માની બેસે છે.'

છેલ્લે, એક પૃચ્છાના ઉત્તરમાં અંકિતા ખુલાસો કરે છે કે હું કોઈ ગૅમ પ્લાન સાથે હાઉસમાં નથી જવાની. શૉની પાછલી સિઝન્સ પરથી અમે એક વાત શીખ્યા છીએ કે તમે કોઈ ચોક્કસ પ્લાન સાથે હાઉસમાં વર્તી ન શકો. આ શૉ એવી જ રીતે બનાવાયો છે કે સ્પર્ધકનું સાચું વ્યક્તિત્વ બહાર આવીને જ રહે એટલે અગાઉથી પ્લાનિંગ અને પ્લોટિંગ કરી મગજને સ્ટ્રેસ આપવાનો કોઈ મતલબ નથી. મારી તો બસ એટલી જ ઇચ્છા છે કે અંકિતા ખરેખર કેવી છે એ લોકો શૉમાં જુએ.   


Google NewsGoogle News