Get The App

કેમેરા સામે રમતાં રમતાં અમે પ્રેમમાં પડયાં

Updated: Feb 13th, 2025


Google News
Google News
કેમેરા સામે રમતાં રમતાં અમે પ્રેમમાં પડયાં 1 - image


રવિ દુબે - સરગુન  મહેતા  

 ટચૂકડા પડદાના 'જમાઈ રાજા'  રવિ દૂબે અને પંજાબી  ફિલ્મોની જાણીતી  અદાકારા  સરગુન મહેતા ટીવી દજગતના પાવર કપલમાં  ગણના પામે  છે. તેમણે  ટીવી સીરિઝ   ૧૨/૨૪ કરોલ બાગ' માં સાતે કામ કર્યું અને પ્રેમમાં પડયાં.  પરંત પ્રારંભિક  તબક્કે સરગુનને   રવિ દૂબે  તદ્ન  વિચિત્ર  લાગ્યો હતો.   જો કે એકસાથે  કામ કરતી વખતે બંનેને  એમ લાગ્યું  કે તેમના સ્વભાવ  ઘણાં મળતાં  આવે છે. ત્યાર  પછી  બેઉની નિકટતા  વધતી ચાલી અને  'નચ બલિયે'ના  સેટ પર રવિ દૂબેએ  એક ઘૂંટણ   પર બેસીને સરગુનને  રોમાંટિક અદામાં પ્રપોઝ  કર્યું.  સરગુનના     સ્વીકાર પછી  આ  પ્રેમી યુગલે  વર્ષ ૨૦૧૩ની  સાતમી ડિસેમ્બરે  પ્રભુતામાં   પગલાં પાડયાં.

ગુરમીત ચૌધરી - દેબીના બેનરજી   

ટીવી  સીરિઝ  'રામાયણ' માં 'સીતા ' અને 'રામ' નું પાત્ર ભજવનાર દેબિના  બેનરજી  અને ગુરમીત ચૌધરીને આ પૌરાણિક  ધારાવાહિકે  બેહિસાબ  ખ્યાતિ  અપાવી.  જો કે બહુ ઓછા  લોકો જાણે  છે કે આ પ્રેમી યુગલ  સૌથી  પહેલા  મુંબઈ  ખાતે યોજાયેલી  એક ટેલેન્ટ  કમ્પીટિશનમાં  મળ્યું હતું.  પછીથી બંને પ્રેમમાં પડયાં  અને સતત  પાંચ વર્ષ સુધી   પ્રેમસંબંધમાં રહ્યા પછી ગુરમીતે  દોબિનાને  હીરાની વીંટી સાથે  રીઆલિટી   શો  'પતિ પત્ની ઔર વો' માં  પ્રપોઝ કર્યું  હતું.

હિતેન તેજવાણી -  ગૌરી પ્રધાન   

આ રીલ લાઈફ  કપલ રીઅલ  લાઈફ પાર્ટનર  બની ગયું અને ટીવી જગતે તદ્ન વિરોધાભાસી  સ્વભાવ ધરાવતાં બે જણને જબરા આકર્ષણ  વચ્ચે એક થતાં જોયા.  હિતેન અને  ગૌરીની   જોડી 'કુટુંબ'  માં એવી  જામી હતી કે ેતમની કેમેસ્ટ્રી   જોઈને એકતા કપૂરે બંનેને પોતાના શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' માં  લીધા.

હિતેનનો સ્વભાવ   મૂળભૂત  રીતે જ રમતિયાળ  અને બેફિકરો.  જ્યારે ગૌરી  થોડી સંકુચિત અને વ્યવહારુ.  જેમ બે વિરોધાભાસી  તત્વો  પરસ્પર  આકર્ષાય  તેમ હિતેન- ગૌરી પણ એકમેક  પ્રત્યે  આકર્ષાયા.  અને ૨૦૦૪ ની  સાલમાં  પરણી  ગયા.     હવે તેઓ  જોડિયા  સંતાન 'નેવાન' અને 'કાત્યા'ના  માતાપિતા  છે.

સનાયા  ઈરાની - મોહિત  સેહગલ  

સનાયા  ઈરાની અને  મોહિત   સેહગલને  તેમના પ્રશંસકો  પ્રેમથી  મોનાયા  કહીને બોલાવે છે.  વર્ષ ૨૦૧૬ની  ૨૫મી જાન્યુઆરીએ  લગ્નના  બંધનમાં  બંધાયેલા  આ યુગલે   પ્રેમમાં પડાાં પછી સતત અર્ધદશક સુધી કોઈને કળાવા નહોતું દીધું  કે  કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું  છે. વાસ્તવમાં  બંને '  મિલે  જબ હમ તુમ' દરમિયાન  મળ્યાં હતાં.  આ  શો દરમિયાન  તેમણે ભજવેલું  બીલવેડ કપલનું એક દ્રશ્ય તેમના દિલોદિમાગ પર  વાઈ ગયું. રીલ પ્રેમી યુગલ  રીઅલ લાઈફ  લવ બર્ડ બની ગયાં. અને પાંચ વર્ષના પ્રણય પછી પરણીને   ઠરીઠામ થયાં.

ગૌતમ  રોડે - પંખુડી  અવસ્થી   

ગૌતમ  રોડે અને પંખુડી અવસ્થી પ્રેમમાં  પડયા ત્યાર પછી  તેમણે  પોતાનો સંબંધ લાંબા  સમય સુધી ગુપ્ત  રાખ્યો હતો.  વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબર  મહિનામાં   પોતાની સગાઈની  જાહેરાત કરીને બેઉએ  પોતાના પ્રશંસકોને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.  વાસ્તવમાં  ૨૦૧૫ની સાલમાં  સૂર્યપુત્ર  કર્ણ' કામ કરતી વખતે બંનેવચ્ચે  મહોબ્બત  થઈ હતી. અને ૨૦૧૮ની  સાલમાં   તેમણે પ્રભૂતામાં  પગલાં પાડયાં હતાં.જો કે એ વાતમાં કોઈ આશ્ચર્ય  નથી  કે લાંબા મહિનાઓ  કે વર્ષો  સુધી  દરરોજ કલાકો સુધી   સેટ  પર રહેતા કલાકારો પરસ્પર  પ્રેમમાં પડે અને છેવટે  પોતાનો સંસાર  માંડીને  ઠરીઠામ  થઈ જાય. 

Tags :
Chitralok-Magazine

Google News
Google News