Get The App

વિદ્યા બાલન એટલે મેથડ એક્ટિંગ વત્તા મેથડ ડ્રેસિંગ!

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
વિદ્યા બાલન એટલે મેથડ એક્ટિંગ વત્તા મેથડ ડ્રેસિંગ! 1 - image


- 'હું ગમે એટલું વર્ક આઉટ કરું, ઉપવાસ-એકટાણા કે ડાયટ કન્ટ્રોલ કરું તો પણ મારું વજન વધતું જતું હતું. મેં લગભગ સ્વીકારી લીધું હતું કે કોઈ પણ રીતે મારું વજન ઓછું નહીં જ થાય. મારે હવે મારું બોડી જેવું છે એવું સ્વીકાર્યે જ  છુટકો, પણ ત્યાં જ...'

સ્મિ તા પાટિલ અને શબાના આઝમી પછી મેથડ એક્ટિંગનો મોરચો વિદ્યા બાલને બરાબર સંભાળ્યો છે. આ હકીકતની ઝલક આપણને 'ડર્ટી  પિકચર' અને 'કહાની' પછી તાજેતરમાં 'ભૂલભૂલૈયા-૩'માં જોવા મળી. ફેસિયલ એકસપ્રેશન્સ અને બોડી લેંગ્વેજ બદલવામાં વિદ્યાની માસ્ટરી છે એ બધા જાણે છે, પરંતુ શું તમે એ જાણો છો કે આ એકટ્રેસ પોતાની ફિલ્મોની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં મેથડ ડ્રેસિંગનો કીમિયો પણ અજમાવે છે? દાખલા તરીકે, હમણાં એણે 'ભૂલભુલૈયા-૩'ના પ્રમોશન દરમિયાન બ્લેક કલરનો બખૂબી ઉપયોગ કર્યો હતો.  દરેક ઈવેન્ટમાં એ બ્લેક ડ્રેસમાં જ આવી હતી. શા માટે? કારણે કે 'ભૂલભુલૈયા' સિરીઝની મંજુલિકા એક પ્રતાત્મા છે! ભૂતકાળમાં પણ વિદ્યાએ 'ડર્ટી પિકચર', 'તુમ્હારી સુલુ', 'ઈશ્કિયા', 'કહાની' વગેરેનાં પ્રમોશનમાં પોતાના પાત્રના રોલ સાથે મેળ ખાતાં કલર્સના કોચ્યુમ પહેરી પોતાની વિશિષ્ટ થિયરીનો અમલ કર્યો હતો. 

શું બ્લેક વિદ્યાનો ફેવરિટ કલર છે? એનો ખુલાસો કરતા અભિનેત્રી કહે છે, 'પ્રમોશન દરમિયાન એક પ્રકારનું વિઝયુઅલ કનેકશન દર્શાવવા અને મારા કેરેક્ટરની સૂક્ષ્મ ઝાંખી આપવા માટે મને ખાસ રંગ કે ટોનનાં વસ્ત્રો પહેરવાં ગમે છે. એનીવે, આઇ લવ બ્લેક. આ એક શાર્પ કલર છે અને બ્લેક સાડી કે ડ્રેસમાં હું પાતળી પરમાર લાગુ છું!'

બધાએ એક વાતની નોંધ લીધી છે કે વિદ્યા બાલન આજકાલ એકદમ ફિટ-એન્ડ-ફાઈન દેખાય છે.  તાજેતરની ઘણી ઈવેન્ટ્સમાં મીડિયાએ એને કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા હતા. વિદ્યા ઘણા વખતથી પોતાનું વજન ઉતારવા માટે ભરચક પ્રયાસ કરી રહી હતી. એ કહે છે, 'ઓનેસ્ટલી, મને નડતા અમુક હેલ્થ ઈશ્યુઝનો મારે કાયમી ઉપાય જોઈતો હતો. મારા મનમાં એવું ભરાઈ ગયું હતું કે મને કોઈક મેડિકલ પ્રોબ્લેમ છે જે હું જાણી નથી શકતી. આવું માનવાનું કારણેય હતું. હું ગમે એટલું વર્ક આઉટ કરું, ઉપવાસ-એકટાણા કે ડાયટ કન્ટ્રોલ કરું તો પણ મારું વજન વધતું જતું હતું. મેં લગભગ સ્વીકારી લીધું હતું કે કોઈ પણ રીતે મારું વજન ઓછું નહીં જ થાય. મારે હવે મારું બોડી જેવું છે એવું સ્વીકાર્યે જ  છુટકો, પરંતુ ત્યારે ચેન્નાઈની એક હેલ્થ કંપનીના નિષ્ણાતોએ એવું નિદાન કર્યું કે મને ઈન્ફલેમેશન (શરીરના સોજાથી થતી બળતરા અથવા દાહ)નો પ્રોબ્લેમ  છે. તે પછી મને ઈન્ફલેમેશનની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળવા લાગી એટલે વજન એની મેળે ઉતરવા માંડયું.' 

તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીના ભાગ હો ત્યારે શરીરનું વજન કાબૂમાં ન રહેવું એ હતાશ કરી નાખે એવી બાબત ગણાય. હતાશાના લાંબા દોરમાંથી બહાર આવી જવાથી વિદ્યા એકદમ ખુશ છે. હવે એ પોતાની બોડી અને હેલ્થ વિશે જરાય બેદરકાર નથી રહેતી અને તે એટલા માટે કે એણે પોતાના સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવાના મીઠાં ફળ ચાખી લીધાં છે. 


Google NewsGoogle News