Get The App

વીર દાસ : એક સ્ટેન્ડ-અપ કોમિક તરીકે હું કદાચ એક પેઢી વહેલો જન્મી ગયો છું...

Updated: Sep 28th, 2023


Google News
Google News
વીર દાસ : એક સ્ટેન્ડ-અપ કોમિક તરીકે હું કદાચ એક પેઢી વહેલો જન્મી ગયો છું... 1 - image


વીર દાસનું 'વોકિંગ ઓન બ્રોકન દાસ' સ્ટેન્ડ-અપ કોમેડી સ્પેશિયલ ૨૦૦૯માં રિલીઝ થયો હતો. તેમાં સેક્સ, આલ્કોહોલ અને જેમ્સ બોન્ડને લગતા ઘણા જોક્સ હતા. તેને કારણે જ વીર દાસ ચર્ચામાં આવ્યો હતો. વીર કહે છે, 'આપણી પાસે ક્યારેય ભારતીય બોન્ડ ન હોઈ શકે, કારણ કે ભારતીય માણસ વેઈટર જેવા દેખાયા વગર સુટ પહેરે તે શક્ય જ નથી!'

દુબળું પાતળું શરીર ધરાવતો વીર દાસ પોતાનો પરિચય આપતા કહે છે કે મારો શો જોવા અનેક લોકો આવે છે, પણ શરૂઆતમાં તેઓ ખરેખર જાણતા નહોતા કે મારું નામ શું છે. તેઓ મને મારા નામથી નહીં પણ મારા કામથી જાણે છે. ઘણા લોકોને લાગે છે કે હું રસલ પીટર્સ છું. ખેર ત્રણ વર્ષ બાદ લોકો મને કેનેડિયન-ભારતીય કોમેડિયન તરીકે ઓળખવાનું બંધ કર્યું અને મને મારા સાચા નામે ઓળખવા લાગ્યા. 

૨૦૨૧માં થિયેટર નિર્માતા અશ્વિન ગીડવાણીએ વીર દાસ દ્વારા લખાયેલો અને રજૂ કરાયેલો 'હિસ્ટરી ઓફ ઈન્ડિયા' રજૂ કર્યો હતો. આ શોના બેનરો અને ટિકિટો પર વીર કાળો સૂટ પહેરી હાથ જોડીને ઉભો હતો. આ શોમાં એણે લોકોના ચહેરા ઉપર હાસ્ય અને આખોમાં આંસુ પણ લાવી દીધા હતાં.

વીર દાસ કહે છે કે, આ શો મારા માટે પૂરતું નહોતો. મારે નવી શરૂઆત કરવી પડી હતી. મે પ્રેક્ષકોનું માઇન્ડસેટ બદલવા શોમાં જાતિવાદ, હોમોફોબિયા અને ધર્મને લગતા મુદ્દાઓ વિશે બોલવાનું શરૂ કર્યું, જે મુશ્કેલ હતું અને વિવાદાસ્પદ પણ હતું... પણ તે પછી જ મારી સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ખરી ઓળખ ઊભી થઈ. 

વીર દાસ આજકાલ તેના 'માઇન્ડફુલ' નામના શોની તૈયારી કરી રહ્યો છે. આ શો ૩૩ દેશોમાં થશે. આ શો માટે એનાં કોસ્ચ્યુમ તૈયાર કરવા ૧૫ ડીઝાઈનરોની પસંદગી કરવામાં આવી છે. આ શો દ્વારા અનેક નવા ચહેરા ને મોકો આપવામાં આવશે.

વીરે ૨૦૧૭માં ન્યુ યોર્ક સિટીના શો દરમિયાન પ્રેક્ષકોને કહ્યું હતું કે અમે ભારતીયો, પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ, નેપાળીઓ અને શ્રીલંકન બધા એક જેવા જ છીએ. મારા અને પાકિસ્તાનીઓ વચ્ચે માત્ર એક જ તફાવત છે અને તે એ કે પાકિસ્તાનીઓ સંગીતની ગુણવત્તામાં વધારો કરી તેમની આયુષ્યમાં ઘટાડો કરી રહ્યા છે. ૨૦૨૧માં વીરનો અમેરિકાના વોશિંગ્ટનમાં પરફોર્મ કરેલો શોના ક્લિપ્સ વાઇરલ થઈ હતી, જેમાં તેણે કહ્યું હતું કે હું એવા બે વિરોધાભાસી ભારતમાંથી આવું છું જ્યાં સવારે ીની પૂજા કરવામાં આવે છે અને રાતે તેનો બળાત્કાર કરવામાં આવે છે. હું એવા ભારતમાંથી આવ્યો છું જ્યાં અમે લીલા સામે રમવા માટે ભૂરાયા થઈએ છીએ અને જ્યારે અમે લીલાથી કંટાળઈએ ત્યારે અમે અચાનકથી ભગવા બની જઈએ છીએ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો પછી વીર દાસ પર ખૂબ માછલાં ધોવાયાં. દેશમાં સનસનાટી મચી ગઈ હતી. વીર કહે છે કે મારાં આ વિધાનોથી અનેક લોકો નારાજ અને ગુસ્સે થઈ ગયા હતા. ત્યારબાદ વીરે પોતાની પ્રતિક્રિયા આપતા લોકોને શાંત રહેવા અને આ વાતોને મન પર ન લહેવા કહ્યું હતું.

વીરે કહ્યું કે તેનો આટલો આનંદી સ્વભાવ હોવા છતાં લોકો તેને નાપસંદ કરે છે. આ બધા વિવાદો હોવા છતાં હું મારા ચાહકોએ આપેલા પ્રેમને લીધે જીવનમાં ખુશ છું. મેં શો દરમિયાન જે પણ વાતો કહી છે તે સાચી છે અને નિષ્પક્ષ રીતે રજૂ કરી છે. મારા મોટા ભાગના ચાહકો ૧૮થી ૨૫ વરસના છે તેનો મને ખૂબ જ આનંદ છે. આ ઓડિયન્સ ઊભું કરવા મારે ઘણી રાહ જોવી પડી છે. ચાહકોના લીધે જ કલાકારની સાચી ઓળખ સામે આવે છે. મારો ઉદ્દેશ્ય ખોટી વાતો વિરુદ્ધ સવાલ કરવાનો છે. 

વીર દાસ 'માઇન્ડફુલ' શોની નામની ત્રીજી વર્લ્ડ ટુરમાં ૩૩ દેશોને આવરી લેશે. વીરનું કહેવું છે કે આજે પણ ભારતમાં અંગ્રેજી સ્ટેન્ડઅપ કોમેડિયન બનવું ખુબજ મુશ્કેલ છે. કોમેડિયનની જવાબદારી હોય છે કે તે દર્શકો માટે એક સારું વાતાવરણ તૈયાર કરે અને મને લાગે છે કે સોશિયલ મીડિયાને લીધે મારો અવાજ અનેક લોકો સુધી પહોચી શક્યો છે. 

કોમેડિયન બનવા માટે કોઈ પણ સમય સારો કે ખરાબ હોતો નથી. અનેક વખત પરિસ્થિતિઓ બદલાતી રહે છે. તેથી મેં વિશેષ નિયમો બનાવ્યા છે. 

વીર   દાસને આપણે 'દિલ્હી બેલી' જેવી ફિલ્મોમાં પણ જોયા છે.  પોતાની ફિલ્મ કારકિર્દી વિશે જણાવતા એ કહે છે કે 'ગો ગોવા ગોન' અને 'મુંબઈ સાલા' જેવી ફિલ્મોમાં કામ કરીને હું ઘણું બધુ શીખ્યો છું. એક અભિનેતાના ચરિત્રને ફિલ્મો દ્વારા ઓળખી ન શકો પણ એક કોમેડિયન પોતાના દર્શકો સામે જઈને પોતાની કળાનું પ્રદર્શન કરે છે તેથી દર્શકો તેમને સારી રીતે સમજી અને ઓળખી શકે છે. મારી આગામી ત્રણ ફિલ્મોમાં હું મારા સ્વભાવથી એકદમ જુદું પાત્ર ભજવવાનો છું. મારી પત્નીએ એક વખત મને કહ્યું હતું કે હું કોમેડી કરવા માટે એક જનરેશન વહેલો જન્મ્યો છું, પણ આજના યુવાનોને લીધે તારા શોની ટિકિટો વેચાય છે. કદાચ હું આવતા ૨૦ વર્ષમાં આ દુનિયામાં નહીં રહું પણ મારી કહેલી વાતો રહેશે તેનો મને આનંદ છે. 

વીર દાસ રૂ. ૧૦૦ કરોડ જેટલી આવક ઘરાવતો ભારતનો સૌથી ધનિક કોમેડિયન ગણાય છે. આ બાબતે વીર દાસે કહ્યું કે હું ભારતમાં મારી તુલના કપિલ શર્મા અને ઝાકિર ખાન સાથે નહીં કરી શકું. એક વ્યક્તિને સફળતા ત્યારે મળે છે જ્યારે તેના દર્શંકો તેણે શું પહેર્યું છે તેની પરવા કર્યા વગર તેનો શો જોવા માટે આવે છે. વાત તો બિલકુલ સાચી કરી વીર દાસે! 

Tags :