વરુણ ગ્રોવર : આને કહેવાય મલ્ટિટાસ્કિંગ! .
- 'આપણને ઘણી થ્રિલર્સ જોવા મળે છે. મેકર્સ કો લગતા હૈ કિ પહેલી પાંચ મિનિટ મેં કિસી કી લાશ દિખ ગઈ તો ઓડિયન્સ પૂરા શો દેખેગા.'
મો ટાભાગના આર્ટિસ્ટો સિંગલ ટેલેન્ટના જ ધણી હોય છે. કાં તો તેઓ રાઇટર હોય, ડિરેક્ટર હોય, મ્યુઝિક ડિરેક્ટર હોય અથવા ઍક્ટર હોય. બહુ જૂજ લોકોને ઉપરવાળો બહુમુખી પ્રતિભા બક્ષિસમાં આપે છે. વરુણ ગ્રોવર આવો જ એક લકી માણસ છે. એ સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે સૌથી વધુ જાણીતો છે. એ એ ગીતકાર છે, સ્ક્રીપ્ટ અને ડાયલોગ રાઇટર છે અને હવે એણે 'ઓલ ઇન્ડિયા રેન્ક' નામની ફિલ્મથી ડિરેક્ટર તરીકે પણ ડેબ્યુ કર્યું છે. વરુણે 'ગેંગ્સ ઓફ વસ્સે પુર'માં 'ઓ વુમનિયા' અને 'હન્ટર', 'ફેન' માટે 'જબરા ફેન' અને આયુષ્માન ખુરાના-ભૂમિ પેડણેકરની 'દમ લગા કે હઇશા' માટે નેશનલ ઍવોર્ડ વિજેતા ગીત 'મોહ મોહ કે ધાગે' લખ્યું છે. આ ઉપરાંત, એણે 'મસાન' ફિલ્મ અને 'સેક્રેડ ગેમ્સ' વેબ શો માટે કલમ પણ ચલાવી છે. ઓટીટી પર પર રિલિઝ થયેલી શેફાલી શાહની ફિલ્મ 'થ્રી ઑફ અસ'માં પણ ડાયલોગ્સ એના જ છે. ગયા વરસે વરુણે સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે આખા ભારતની સોલો ટુર કરી હતી.
વરૂણ ગ્રોવર કહે છે, 'મારા માટે ડિરેક્શન એક અવાચક અને દિગ્ગૂઢ કરી દેનારો અનુભવ હતો, કારણ કે રાઇટર તરીકે હું એકલો કામ કરવા ટેવાયેલો છું. પહેલા જ દિવસે સેટ પર ૮૦ લોકોને જોઈને હું ડરી ગયો. જોકે સમયાંતરે એ ટીમ વર્ક બની ગયું અને મને મારા કામમાં આનંદ આવવા લાગ્યો. બીજું, હું ઘણા વખતથી ઇન્ડિયાની સ્ટેન્ડઅપ ટુર કરવા ઇચ્છતો હતો લેકિન બાત કુછ જમ નહીં રહી થી. ગયા વરસે એ ઇચ્છા પણ પૂરી થઈ એની મને ખુશી છે.'
વરુણ પોતાના રાજકીય કટાક્ષ અને વ્યંગ માટે જાણીતો છે અને એ બદલ એણે ઝેરીલા ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડયું છે. એકવાર તો એ નેલ પોલિશ લગાવવા માટે પણ બુરી રીતે ટ્રોલ થયો હતો. આ વિશે પૂછાતા કૉમેડિયન કહે છે, 'સેમ વીડિયો ક્લિપ કે લિયે મુઝે તારિફ ઔર ગાલી દોનોં મિલતે હૈં. મુઝે લગતા હૈ કિ કુછ લોગ સુબહ કો ઉઠતે હૈં ઔર સોચતે હૈં કિ આજ કિસ કો ગાલી દેં? ઔર કોઈ નહીં મિલતા તો મુઝ જૈસે કૉમેડિયન્સ કો ઢુંઢ લેતે હૈં. આમેય, ટ્રોલ્સ માટે સ્ટેન્ડ અપ કૉમેડિન્સ સોફ્ટ ટાર્ગેટ હોય છે, કારણ કે આર્ટિસ્ટ તરીકે હમ લોગ નામ લેકે બાત કરતે હૈં અને અમે કરન્ટ ઇશ્યુઝ પર બોલીએ છીએ એટલે વીડિયો વાઇરલ થતાં જ અમારું ટ્રોલિંગ શરૂ થઈ જાય છે. આ એક ઓક્યુપેશનલ હેઝાર્ડ છે, જે અમારે સહન કરવાનો આવે છે એટલે જ હમણાંથી હું સોશિયલ મીડિયા પર બહુ કોમેન્ટ્સ વાંચતો નથી.'
ઓટીટી પ્લેટફોર્મ્સ પરના મોટાભાગના ટોપ શોઝ થ્રિલર્સ છે. એ વિશે વાત કરતા વરુણ ગ્રોવર કહે છે, 'દરેક જણ આજે એવા શો બનાવી રહ્યા છે, જે તરત દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે એટલે જ આપણને ઘણા બધા થ્રિલર્સ જોવા મળે છે. એમાં કૉમેડી અને ડ્રામા કોરાણે મુકાઈ ગયા છે. મેકર્સ કો લગતા હૈ કિ પહેલી પાંચ મિનિટ મેં કિસી કી લાશ દિખ ગઈ તો ઓડિયન્સ પૂરા શો દેખેગા. આજના મોટાભાગના ઓટીટી શૉઝમાં વાયોલન્સનો મોટો ડોઝ હોય છે. અમે 'સેક્રેડ ગેમ્સ' સિરીઝ શરૂ કરી હતી એટલે હું પણ એ બદલ દોષી છું. લેકિન અબ સબ વોહી કર રહે હૈ, ઇટ હેઝ બિકમ અ પેટર્ન.'