Get The App

તૃપ્તિ ડિમરીએ શોધી લીધો નવો પ્રેમી .

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
તૃપ્તિ ડિમરીએ શોધી લીધો નવો પ્રેમી                        . 1 - image


- 'એનિમલ'થી એકાએક સ્ટાર બની ગયેલી તૃપ્તિ ડિમરી અને અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ વચ્ચે પ્રેમસંબંધ હતો. તેમના બ્રેકઅપ પછી તૃપ્તિ એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. જોકે  તૃપ્તિ અને કર્ણેશે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધનો એકરાર નહોતો કર્યો. બ્રેક-અપ પછી સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કરી નાખ્યા હતાં 

જ્યારથી 'એનિમલ' રજૂ થઈ છે ત્યારથી ચારેકોર તૃપ્તિ ડિમરીના અભિનયની પ્રશંસા થઈ રહી છે. અખબારો અને ફિલ્મી સામયિકોમાં તૃપ્તિ છવાઈ ગઈ છે. આ ફિલ્મના દિગ્દર્શકે પણ બૉક્સ ઑફિસના અગાઉના રેકોર્ડ તોડી નાખ્યાં છે. જ્યારે તૃપ્તિ તો નેશનલ ક્રશ બની ગઈ છે. અને હવે 'એનિમલ'ની આ 'ઝોયા' અન્ય કારણસર પણ ચર્ચાનો વિષય બની છે.

અભિનેત્રી પોતાના સોશ્યલ મીડિયા પરના ફોટાઓ, વીડિયો ઉપરાંત પોતાની કથિત રિલેશનશીપ માટે પણ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. જો સૂત્રોની વાત સાચી માનીએ તો અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ સાથેના કથિત બ્રેકઅપ પછી તૃપ્તિ એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. જોકે  તૃપ્તિ અને કર્ણેશે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો એકરાર નહોતો કર્યો. પણ વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં લોકોએ એ વાતની નોંધ લીધી હતી કે સોશ્યલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કર્યાં હતાં. તૃપ્તિ અને કર્ણેશે સોશ્યલ મીડિયા પરના સહિયારા ફોટા પણ ડિલિટ કરી નાખ્યાં હતાં.

તૃપ્તિના સેમ મર્ચન્ટ સાથેના નવા સંબંધો વિશેની વાતો અમસ્તા જ વહેતી નથી થઈ. તાજેતરમાં અભિનેત્રીના એક લગ્ન સમારંભના પુષ્કળ ફોટા વાઈરલ થયાં હતાં. આ ફોટાઓમાંની અભિનેત્રીની સેમ મર્ચન્ટ સાથેની સેલ્ફી ઉડીને આંખે વળગતી હતી. આ સેલ્ફીએ જ સેમ-તૃપ્તિ વચ્ચે કશુંક રંધાઈ રહ્યું હોવાની વાતોને વેગ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તૃપ્તિએ વર્ષ ૨૦૧૭માં 'પોસ્ટર બૉય્ઝ' ફિલ્મથી અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. પછીથી 'લૈલા મજનૂ'માં તેને મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી હતી. જોકે તેને ખરી ઓળખ ઓટીટી પર રજૂ થયેલી મૂવી 'બુલબુલ'થી મળી. ત્યાર પછીથી આવેલી 'કલા' ફિલ્મના તૃપ્તિના અભિનયની પણ સર્વત્ર પ્રશંસા થઈ હતી. અને હવે આ અદાકારા આનંદ તિવારીની ફિલ્મ 'મેરે મહબૂબ મેરે સનમ'માં વિકી કૌશલ તેમ જ એમી વિર્ક સાથે જોવા મળશે.   


Google NewsGoogle News