આ કલાકારો પોતાનાં અંગોનું દાન કરવાના છે...
સેલિબ્રિટીઓ રૂપેરી પડદે પોતાના અભિનયની છાપ દર્શકોના દિલ પર છોડી જતા હોય છે. ક્યારેક તેઓ અંગત જીવનમા ંપણ સારાં કાર્યો કરીને પોતાના પ્રશંસકોને ઉત્સાહિત કરતા હોય છે. કયા ફિલ્મસ્ટાર્સ અંગદાન કરવાના છે? જોઈએ...
સલમાન ખાન
સલમાન ખાને બોન મેરો ડોનેટ કર્યો હોવાની વાત બહાર આવી છે. અભિનેતા ૨૦૧૦માં એક બાળકીનો જીવ બચાવવા માટે મેરો ડોનર બન્યો હતો. તેણે પોતાનો બોન મેરો ડોનેટ કર્યો હતો. આવું દાન કરનાર તે ભારતનો પ્રથમ સેલિબ્રિટી છે. સામાન્ય ભાષામાં બોન મેરો એટલે મનુષષ્યના લાંબા હાડકાઓના પોલાણમાં સ્પંજી ટિશ્યુ સમાયેલા હોય છે,જે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જાના નામથી ઓળખાય છે. આ બોન મેરો બ્લેડ સેલ્સ ફેકટરીના નામથી પણ જાણીતા છે. તેનું કામ બ્લડ સેલ્સ બનાવાનું છે.
પુનીત રાજકુમાર
કન્નડ સ્ટાર પુનીત રાજકુમારે પોતાના મૃત્યુ પછી આંખનુ ં દાન કર્યું હતું. ૨૯ ઓકટોબરના રોજ હૃદય રોગના હુમલાના કારણે તેનું નિધન થયું હતું.અભિનેતાના મૃત્યુ પછી નેત્રદાન કરવામાં આવ્યું હતું.
વિજય દેવરકોંડા
આ યાદીમાં સાઉથના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાનું નામ પણ સામેલ છે. તેણે હૈદરાબાદની એક હોસ્પિટલની ઇવેન્ટ દરમિયાન અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા પિતા અશોક ચોપરાના ઇલાજ માટે રોચેસ્ટર યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં હતી,ત્યારે આ સંસ્થાએ સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન વિશે તેની માહિતી આપી હતી. જેની જાણકારીથી અભિનેત્રી પ્રભાવિત થઇ હતી અને તેણે પોતાના દરેક અંગના દાન કરવાનો નિર્ણય કર્યો છે.
અમિતાભ બચ્ચન
બોલીવૂડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને ૨૦૨૦માં પોતાના શરીરના દરેક અંગોનું દાન કરીને અન્યોના જીવન બચાવવાનો નિર્ણય કર્યો છે.
આમિર ખાન
આમિરે ખાને પોતાના દરેક અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયની આંખો બહુ જ સુંદર છે. તેણે ઘણા વરસો પહેલા આઈ બેન્ક એસોસિએશન ઓફ ઇન્ડિયાને પોતાની સુંદર ભૂરી આંખનું દાન કરવાનો વાયદો કર્યો હતો.
રાણી મુખર્જી
રાણી મુખર્જીએ પણ પોતાની આંખનો દાન કરવાનો સંકલ્પ કર્યો છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે પણ પોતાના દરેક અંગનું દાન કરવાનો ફેંસલો કર્યો છે.