પ્રેમના એકરારની રીત નોખી-અનોખી .
રણબીર કપૂર - આલિયા ભટ્ટ
લગ્નના બંધનમાં બંધાવા પહેલા કેટલાંય સમયથી રણબીર અને આલિયાએ એકબીજા સાથે ડેટ કરી હતી. એવું જાણવા મળે છે કે રણબીરે આલિયાને જંગલ સફારી દરમિયાન ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. અભિનેતાએ ઘૂંટણના ટેકે જમીન પર બેસીને પોતાની લેડી લવ પાસે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. આ પછી તેણે આલિયાને એક સુંદર વીંટી આપી પોતાના દિલની ધડકનથી વાકેફ કરી હતી. રણબીરના આવા પ્રપોઝ કરવાના અંદાજથી અભિનેત્રી આલિયા એટલી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી કે તરત જ તેણે હા કરી દીધી હતી અને બંને જણ ટૂંકમાં જ એક બની ગયા હતા.
રણવીર સિંહ- દીપિકા પદુકોણ
આ પ્રેમની કથામાં રણવીર સિંહે જ પહેલ કરી હતી. હા, રણવીર સિંહે જ દીપિકા સાથે પોતાની પ્રેમ-કથાને આગળ વધારવા માટે પોતાનું પ્રથમ ડગલું આગળ વધાર્યું હતું એવું કહેવામાં આવે છે કે ફિલ્મ 'ગોલીયો કી રાસલીલા' ના શૂટીંગ વેળા જ બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી. રિપોર્ટ્સની જાણકારી મુજબ રણવીર પોતાનું દિલ દઈ ચૂક્યો હતો, પણ તેનો આ પ્રેમ એકતરફી હતો. જો કે, રણબીરે હાર નહોતી માની અને હંમેશાં દીપિકા પ્રત્યે પ્રેમનો એકરાર કરતો રહ્યો હતો. અંતે આઈફા એવોર્ડ્સમાં રણવીરે ખુલ્લેઆમ દીપિકાથી પોતાના પ્રેમનું એલાન કરી દીધું અને સ્ટેજ પર હાથમાં બલૂ લઈને તેણે બધાની સામે દીપિકા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો.
વિકી કૌશલ - કેટરીના કૈફ
બોલીવૂડની બાર્બી-ડોલ કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ લગ્ન પછી પોતાના મેરિડ લાઈફમાં હેપ્પી ફેઝને એન્જોય કરી રહ્યાં છે. આ અંગેના અહેવાલ મુજબ , વિકી કૌશલે અત્યંત રોમાન્ટિક અંદાજમાં પોતાની લવ લેડી કેટરીના કેફને પ્રપોઝ કરતાં પોતાના પ્રેમની ગવાહી આપી હતી. એવું જણાવાયું છે કે તેમણે સૌથી પહેલા કેટરીનાને ફેવરિટ ડાર્ક બ્રાઉની ચોકલેટ બનાવડાવી અને એ પછી તેનું પેકિંગ કરાવીને તે કેટરીનાના ઘરે પહોંચ્યો. જ્યારે કેટરિનાએ એ બોક્સને ખોલ્યું તો તેણે બ્રાઉની ચોકલેટ, એક પ્રેમાળ નોંધ અને એક સુંદર રિંગ નિહાલી. વિકીની આ સરપ્રાઈઝને નિહાળીને તો કેટ ઍખૂબ જ ખુશખુશાલ થઈ ગઈ. અને તેણે વિકી સાથે લગ્ન કરવા માટે તરત જ હા ભણી દીધી.
નિક જોનસ- પ્રિયંકા ચોપરા
બોલીવૂડની મોંઘી હીરોઈનથી ગ્લોબલ સ્ટાર બની ચુકેલી દેશ-ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લવ-સ્ટોરી તો કોઈ ફિલ્મની કથાથી ઓછી નથી. એવું જણાવવામાં આવે છે કે એક ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરાને જોતાં જ અમેરિકી સિંગર નિક જોનાસને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. તે તેની સમક્ષ દિલ હારી ચુક્યો હતો. પ્રિયંકાને પોતાની લાઈફ-પાર્ટનર બનાવવા માટે નિક એટલો બેતાબ હતો કે પહેલી ડેટ પછી બે મહિના પછી તેણે દેશી-ગર્લ સાથે લગ્ન કરવાની પ્રપોઝલ આપી દીધી. તેણે પ્રિયંકા સમક્ષ પોતાના દિલની સ્થિતિ જાહેર કરવા માટે ેણે જ્વેલરી બ્રાન્ડ 'ટિફ્ની એન્ડ કો' ને તેણે બંધ કરી દીધી હતી, જેથી તેણે પોતાની લવલેડી માટે સ્પેશિયલ રિંગ મળી શકે. સ્પેશિયલ રિંગ લેવા માટે તેણે ઘૂંટણના ટેકાથી બેસીને પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું. અને એક્ટ્રેસે માંડ ૪૫ સેકન્ડમાં લગ્ન માટે હા કહી દીધી હતી.
સૈફ અલી - કરીના કપૂર
બોલીવૂડના નવાબ સૈફ અલી ખાનનુ ં દિલ પહેલીવાર તો અમૃતા સિંહ માટે ધડ કર્યું હતું. અને તેણે એ અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે લગ્નના થોડા વર્ષો બાદ બંનેના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને આ કપલે તલાક લઈ લીધા. પહેલી પત્ની અમૃતા સિંહ સાથે અલગ થયા બાદ થોડા વર્ષોમાં સૈફનું દિલ ફરી એક અભિનેત્રી - કરિના કપૂર માટે ધડકવા લાગ્યું હતું. વાસ્તવમાં બંને 'ટશન' માં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે સૈફ કરીનાના હુસ્નના જાદુથી બચી શક્યો નહીં અને તેના પ્રેમમાં પાગલ જેવા થઈ ગયા. ફિલ્મના સેટ પર જ બંને વચ્ચેનો પ્રેમ આગળ વધ્યો, પણ એક્ટરે પેરિસ વેકસન દરમિયાન, બેબોને બેહદ રોમાન્ટિક અંદાજમાં પોતાના પ્રેમો એકરાર કર્યો.
અભિષેક બચ્ચન - ઐશ્વર્યા રાય
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયની પ્રેમકહાની ઘણી દિલચસ્પ છે. આમ તો આ કપલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પણ ફિલ્મ 'ગુરુ' બંને માટે ખાસ રહી છે કે મકે એ ફિલ્મથી જ તેમની જિંદગીએ એક ખૂબસુરત વળાંક લીધો હતો. એમ તો ઘણી ફિલ્મોમાં સાથે કામ કરવાના કારણે બંનેની નિકટતા ઘણી વધવા લાગી હતી, પણ હાલ-એ દિલ બયાં કરવાનું બાકી હતું. જણાવવામાં આવે છે કે જ્યારે બંને તેમની ફિલ્મ 'ગુરુ' ના પ્રીમિયમ માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા ત્યારે અભિનેતા અભિષેકે પ્રપોઝ ક્રયું હતું અને તેણે તરત જ હા પાડી દીધી હતી. આ પછી થોડા સમયમાં ંબને લગ્નના બંધનમાં બંધાય ગયા હતા.
શાહરૂખ ખાન - ગૌરી
બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરીથી તેમના ફેન્સ સારી રીતે વાકેફ છે જ્યારે શાહરૂખ ખાનની કેરિયર પણ શરૂ નહોતી થઈ. ફિલ્મી દુનિયા પર રાજ કરનારા કિંગ ખાને ગૌરી પાસે જે રીતે પોતાના દિલની વાત કરી તે ખૂબ જ દિલચસ્પ છે. વાસ્તવમાં એકવાર ગૌરી ખાન તેને પોતાની કારમાં ઘરે છોડવા ગઈ હતી, ત્યારે એક્ટર કારમાંથી બહાર નીકળતાં પહેલા જ ગૌરીને પ્રપોઝ કરી દીધું હતું. જો કે પોતાના દિલની વાત કહેતી વેળા એ ગભરાયેલો હતો કે ગૌરી શું કહે છે તે સાંભળ્યા વિના જ કારમાંથી ઉતરીને ચાલ્યો ગયો હતો, પણ બાદમાં ગૌરીએ હા કહી દીધી હતી.