બોક્સ ઑફિસનો ચૂકાદો જ આખરીઃ જ્હાન્વી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
બોક્સ  ઑફિસનો ચૂકાદો જ આખરીઃ જ્હાન્વી 1 - image


જ્હાન્વી કપૂર હવે માત્ર સ્ટારકિડ રહી નથી. એનો હવે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી તરીકે પરિચય અપાતો નથી. જ્હાન્વીની બોલિવુડમાં પોતાની એક ઓળખ ઊભી થઈ છે. રાજકુમાર રાવ સાથેની એની લેટેસ્ટ રિલીઝ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના પ્રમોશનમાં જ રીતે એને આગળ રખાઈ એના પરથી ઇન્ડસ્ટ્રીમાં એની પોઝિશનનો અંદાજ આવી જાય છે. એક પ્રમોશનલ ઇવેન્ટમાં જ્હાન્વીને પૂછાયું કે શું તે આ એક સ્પોર્ટ્સ ફિલ્મ છે એવું જાણીને ફિલ્મ સાઇન કરી હતી? એટલા માટે સ્પોર્ટ્સ ફિલ્મ કમર્શિયલી એક સેફ પ્રપોઝલ ગણાય છે? એકટ્રેસ સીધોને સટ જવાબ આપે છે, 'સર, મુઝે નહીં લગતા કિ સ્પોર્ટ્સ ફિલ્મ સેફ બેટ હોતી હૈ. ક્રિકેટ પર આધારિત અમુક ફિલ્મો બૉક્સ ઑફિસ પર ચાલી નથી. વળી, અમારી ફિલ્મ સ્પોર્ટ્સ ફિલ્મ નથી, પણ લવ સ્ટોરી છે. ઇન ફેક્ટ, અમને એમ કહેવાયું હતું કે તમારી ફિલ્મ આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપની વચ્ચે રિલીઝ નહીં કરતા, કારણ કે એ વખતે દેશમાં ક્રિકેટ ફિવર છવાયેલો હશે.'

મીડિયાની બીજી પૃચ્છા થોડી પર્સનલ લાગે એવી છેઃ મેડમ, તમારી મોટા ભાગની ફિલ્મોમાં તમારું મોમ કે ડેડના પાત્રો સાથે બ્યુટિફૂલ બોન્ડિંંગ જોવા મળે છે. શું ઈમોશનલી ચેલેન્જિંગ રોલ કરવાનો તમે  સભાનતાપૂર્વક પ્રયાસ કરો છો? જ્હાન્વી આ સવાલ તેને ગમ્યો હોય એવા ભાવ સાથે ઉત્તર આપે છે, 'આઇ થિન્ક, આ પ્રકારનાં પાત્રો કે સ્ટોરીઝ તરફ મારું કુદરતી ખેંચાણ છે. મને એક એક્ટર તરીકે ઈમોશનલ ગ્રોથ અને મારા કેરેક્ટરનું વૈવિધ્ય બહુ ગમે છે. હું શુટિંગ શરૂ થયા પહેલાં મારા ડિરેક્ટરને એક પ્રશ્ન જરૂર કરું છું કે મારા રોલનો ઇમોશનલ ગ્રાફ ફિલ્મમાં ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં જઈને પૂરો થાય છે.'

કપૂર કુમારીને એની કરિયર સંબંધી એક અગત્યનો સવાલ પણ પૂછાયો, 'તમે કઈ બ ાબત જુદા જુદા રોલ સિલેક્ટ કરવા પ્રેરે છે?' જ્હાન્વીનો જવાબ એકદમ સચોટ છે, 'સર, વિવિધ રોલ મેળવવાની ભૂખ એક્ટર તરીકે મારું યથાર્થપણું પૂરવાર કરે છે. એક દુસરી વજહ ભી હૈ. મારી ભૂમિકાને પૂરો ન્યાય આપવાના પ્રયાસમાં હું હેલિકોપ્ટર ઉડાડતા શીખી અને ક્રિકેટ રમતાં પણ મેં શીખી. મેં હાડ ગાળી નાખતા ફ્રિઝરમાં એક ઉંદર સાથે ૨૧ દિવસ ગાળ્યા છે. પતિયાલા અને ઉદયપુરમાં પણ ઘણા દિવસો રહી છું અને દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો વિશે ઘણું બધું જાણ્યું છે. હું લકી છું કે મને આટલું બધુ ભમવા મળ્યું. હું બાળક હતી ત્યારે જેટલું તેલુગુ બોલી શકતી હતી, આજે કેટલીય ભાષાઓ બોલું છું. આ બધી બાબતોમાંથી મને નવા નવા રોલ લેવાની પ્રેરણાં મળે છે.'

હવે થોડી પેચીદી પૃચ્છાઃ તારા ડેડી બોની કપૂર પ્રોડયુસર છે એ જોતાં તારા માટે એક એક્ટર તરીકે બૉક્સ ઑફિસ બિઝનેસ કેટલો મહત્ત્વનો છે? જ્હાન્વી જવાબમાં સડસડાટ બોલી જાય છે, 'જે ભૂમિકાઓ કરું કે જે ફિલ્મો સ્વીકારું એને કમર્શિયલ સકસેસ મળે એવી મારી કાયમ ઇચ્છા હોય છે. સાચું કહું તો મારી ડેબ્યુ ફિલ્મ 'ધડક' જ મારી છેલ્લી થિયેટ્રિકલ હિટ હતી. 'રુહી' કોરોનાકાળમાં આવી કે જ્યારે થિયેટરોમાં ૫૦ ટકા ટિકિટો જ વેચવાની છુટ હતી, અડધું થિયેટર ફરજિયાત ખાલી રાખવું પડતું. એ સમય જોતા એ સફળ ફિલ્મ ગણાય, પણ હું એને સકસેસ ગણતી નથી. 'મિલી'નું પરફોર્મન્સ પણ બૉક્સ ઑફિસ પર સારું નહોતું. એકવાર મારી ફિલ્મો સરસ કમાતી થઈ જાય પછી હું માનીશ કે એક્ટર તરીકે હું સારું કામ કરી રહી છું.'   


Google NewsGoogle News