બોલિવુડનાં ગીતોમાં હોળીના રંગોનો નિખાર આવ્યો છે...
- હિન્દી ફિલ્મી ગીતોએ હોળીના તહેવારને ખૂબ લાડ લડાવ્યા છે. આપણું હોલી સેલિબ્રેશન આ મસ્તીભર્યાં ગીતો વગર અધૂરું રહી જાય છે...
આજ ન છોડેંગે..
આજ ન છોડેંગે...હમ તેરી ચોલી...ખેલેંગે હમ હોલી. આ ગીત ૧૯૭૦નું રાજેશ ખન્નાની ફિલ્મ કટ્ટી પતંગનું છે.
હોલી કે દિન..
હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ...ગીત ૧૯૭૫ની હિટ ફિલ્મ શોલેનું છે.
રંગ બરસે...
રંગ બરસે ભીગે ચુન્નરવાલી રંગ બરસે... ગીતનો મિજાજ ફિલ્મમાં અનોખો હતો. આ ગીત ૧૯૮૧ની હિટ ફિલ્મ સિલસિલાનું છે. જેમાં અમિતાભ બચ્ચન,રેખા, જયા બચ્ચન અને સંજીવ કુમાર જોવા મળ્યા છે. આ ગીતની સાથેસાથે તેનું દ્રશ્ય પણ લોકપ્રિય થયું છે.
અંગ સે અંગ લગાના સજન
હમેં એસે રંગ લગાના..
૧૯૯૩માં આવેલી ફિલ્મ ડરનું આ ગીત અંગ સે અંગ લગાના સજન હમેં એસે રંગ લગાના..માં આ ગીત ફિલ્માવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો નેગેટિવ રોલ યાદગાર બની ગયો છે.
હોલી ખેલે રઘુવીરા..
૨૦૦૩ની અમિતાભ બચ્ચન અને હેમામાલિનીની બાંગબાન ફિલ્મનું આ ગીત હોલી ખેલે રઘુવીરા... ગીત અમિતાભ અને હેમામાલિની પર ફિલ્માવામાં આવ્યું હતું.
ડુ મી એ ફેવર લેટ્સ પ્લે હોલી...
૨૦૦૫ની ફિલ્મ વક્ત - ધ રેસ અગેન્ડ ટાઇમમાં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા પર ફિલ્માવામાં આવેલું હીત મોર્ડન ટત થી બનાવામાં આવ્યું હતું જે યુવાઓને પસંદ પડયું હતું.
બલમ પિચકારી...
૨૦૧૩મા ંરિલીઝ થયેલી યે જવાની હૈ દીવાનીનું આ ગીત આજે પણ લોકો ગણગણે છે. વિશાલ ડડલાનીના અવાજનું આ ગીત લોકપ્રિય થયું છે.
જય જય શિવશંકર..
વોર ફિલ્મનું જય જય શિવશંકર ગીતમાં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફે જોશ ભર ડાન્સકર્યો છે. વિશાલ ડડલાની અને બેની દયાલે આ ગીતને ગાયું છે અને સંગીતકાર વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે.
લહુ મુંહ લગ ગયા..
ગોલિયોં કી રાસલીલા-રામ લીલા ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પર ફિલ્મમાં હોળીના તહેવાર પર ફિલ્માવામાં આવ્યું છે.
જેમાં એકબીજા પર રંગ નાખતા ફિલ્મમાં અલગ જ રોમાન્સ જોવા મળે છે. હોળી રમનારી ટોળી સાથે આ ગીતમાં ગરબાનું નૃત્ય જોવા મળે છે.
બદ્રી કી દુલ્હનિયાં
વરુણ ધવન અને આલિયા ભટ્ટની ૨૦૧૪માં આવેલી ફિલ્મ બદ્રીનાથની દુલ્હનિયાનું ટાઇટલ સોન્ગ આજે બાળકો પણ ગણગણે છે. હોલીના માહોલને વધુ રંગીન બનાવનારું આ ગીત હોળીના તહેવારે વગાડવામાં આવે છે.
ગોરી તુ લઠ માર
અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરની ફિલ્મ ટોયલેટ ઃ એક પ્રેમ કથામાં અક્ષય અને ભૂમિએ ગોરી તુ લઠ માર ગીતમાં મથુરામાં થતી લઠ માર હોલીની પ્રથાને દેખાડી છે.