Get The App

તનિષ્ક બાગચી: નો મોર રી-ક્રિએશન! .

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
તનિષ્ક બાગચી: નો મોર રી-ક્રિએશન!                                 . 1 - image


- 'મેં માનો કે 100 ગીત રી-ક્રિએટ  કર્યાં હોય તો તેમાંથી 90 હિટ રહ્યાં. ... અને આ ગીતોએ જે-તે  ફિલ્મને  સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.'

બોલિવુડમાં  'હમ્મા હમ્મા....', 'સાકી સાકી....', 'દિલબર  દિલબર.....' જેવાં  સંખ્યાબંધ  ગીતો રી-ક્રિએટ  કરીને  નવી પેઢીને ઘેલું  લગાડનાર  ગાયક-સંગીતકાર   તનિષ્ક  બાગચીએ  પોતાની  પુન:સર્જનની  કળાને  પૂર્ણવિરામ  આપવાનો  નિર્ણય લીધો  છે.  તાજેતરમાં  રજૂ થયેલી  અક્ષયકુમારની ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં  પહેલી વખત   સંપૂર્ણ  મ્યુઝિક આલબમ  કંપોઝ  કરનાર તનિષ્ક  કહે છે કે છેલ્લા  બે વર્ષથી   મેં રી-ક્રિએશન કરવાનું લગભગ બંધ કરી દીધું છે. હું ગમે તેટલું  સરસ  કામ કરું,  મારા રી-ક્રિએટ  કરેલા  ગીતો ગમે  તેટલા લોકપ્રિય  થાય  તોય ઘણાં લોકો   એમ કહતાં કે મેં મૌલિક  ગીત આપવાને બદલે અન્ય કોઈ  ગીતનું પુન:સર્જન  શા માટે કર્યું? આવો  પ્રશ્ન  પૂછનારાઓ  એ ભૂલી જાય છેકે અગાઉ ગીતો રી-મિક્સ  થતાં હતાં. જ્યારે હું ગીતો રી-ક્રિએટ  કરું છું  બંને વસ્તુ બિલકુલ જુદી છે. મારા  રી- ક્રિએશનમાં  પણ સંગીત  શરૂઆતથી અંત સુધી  નવું હોય છે. આમ છતાં વારંવાર  મારી ટીકા થતાં મેં  પુન:સર્જન  છોડીને  મૌૈલિક  ગીતો તરફ જ ધ્યાન  કેન્દ્રિત  કરવાનો  નિર્ણય  લીધો છે. એવું નથી  કે મેં ઓરિજિનલ  ગીતો નથી આપ્યાં.  પરંતુ  મારા  પુન:સર્જિત ગીતો મારા મૌલિક  ગીતો પર છવાઈ  ગયા  છે.  આ  કારણે જ  મેં  છેલ્લા બે વર્ષમાં    'ભૂલ ભૂલૈયા....' અને   'તેરી બાતોં મેં ઐસા  ઉલઝા  જિયા....' ેમ બે  ગીત જ રી-ક્રિએટ કર્યાં  છે.  હું ઈચ્છું છું  કે હવે લોકોનું   ધ્યાન  મારા ઓરિજિનલ  ગીતો પર જાય. 

આ  ગાયક-સંગીતકાર  માટે 'સ્કાય ફોર્સ ' એકદમ  ખાસ  છે. આનું  કારણ જણાવતાં   તનિષ્ક   કહે છે કે  આ  ફિલ્મનું  મ્યુઝિક  મેં  ડિઝાઈન  કર્યું  છે.  મેં તેના  ગીતોમાં જાન રેડી દીધી  છે.  મને ૧૦ વર્ષની  કારકિર્દીમાં  પહેલી વખત  એમ કહેવાની તક મળી  છે કે આ મારી  ફિલ્મ છે. તેના ગીતો મારા જોનરથી  એકદમ  અલગ  છે. મેં અક્ષય કુમારને ધ્યાનમાં રાખીને  તેના ગીતો ડિઝાઈન કર્યાં છે.   ફિલ્મમાં  તેમની ભૂમિકા  પરિપક્વ  વ્યક્તિની હોવાથી તેના  સઘળા ગીતો પણ મેચ્યોર  બનાવ્યાં  છે.

તનિષ્કને  એ વાતનું ગૌરવ  છે કે નોરા ફતેહી જેવી અદાકારાની  કારકિર્દીને  તેના ગીતને કારણે  બૂસ્ટ મળ્યું.  તે કેહ છે કે 'સાકી  સાકી....', 'દિલબર....' જેવા ગીતોએ  નોરાની  કરીઅરને  આગળ વધવા ધક્કો આપ્યો.  અલબત્ત,  તેણે આ  ગીત પર કમાલનું   ડાન્સ પણ કર્યું.  આમ છતાં    મારા  ગીતનોતેમાં પચાસ   ટકા ભાગ  ચોક્કસ ગણાય.  અસીસ કૌર અને જુબીન  નોટિયાલ  જેવા સિંગર્સે  મારા ગીતો ગાઈને   લોકપ્રિયતાના  શિખરો  સર કર્યાં.  હું તેમની કળા  અને  મહેનતની  પણ એટલી જ  જ કદર  કરું છું.  પણ  તેમની કારકિર્દીને  ગતિ આપવામાં મારા  ગીતોનો  ફાળો પણ   છે એ વાતથી ઈનકાર થઈ  શકે  તેમ નથી.


Google NewsGoogle News