Get The App

તાપસી પન્નુ : હું નહીં, મારું કામ બોલે છે... .

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
તાપસી પન્નુ : હું નહીં, મારું કામ બોલે છે...                                   . 1 - image


- તાપસીએ ફોટોગ્રાફરો સાથે બગડતા જતાં સંબંધો અંગે વાત કરતાં માન્યું છે કે તેની સાથે તેમના સંબંધો તનાવપૂર્ણ જ રહ્યા છે. તે તેમને ખુશ રાખવાનો પ્રયત્ન નથી કરતી. ઘણાં ફોટોગ્રાફર પોતાના ફાયદા માટે તેના નિવેદનોને અને વીડિયોને તોડીમરોડીને દુરુપયોગ કરે છે. 

તા પસી પન્નુએ તેની અભિનય ક્ષમતાનો પરિચય 'ફિર આયી હસીન દિલરૂબા'માં  આપી દીધો છે, તાપસીએ ૨૫ જૂને ડેનમાર્કના બેડમિંટન ખેલાડી મૈથિયાસ બો સાથે લગ્ન કરી લીધા છે. તેની અંગત જિંદગીને કારણે પાપારાઝી એટલે કે ફોટોગ્રાફર સામાન્ય રીતે સવાલ કરતાં રહે છે કે પણ તે ઘણી વાર તેમની સાથે લડી ચુકી છે.

હવે તાપસીએ ફોટોગ્રાફરો સાથે તેના બગડતા જતાં સંબંધો અંગે ખુલકર વાત કરતાં માન્યું છે કે તેની સાથે તેમના સંબંધો તનાવપૂર્ણ જ રહ્યા છે. એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં જ તેણે જણાવ્યું હતું કે તે શા માટે તેમને ખુશ રાખવાનો પ્રયત્ન નથી કરતી અને કેવા ફોટોગ્રાફર પોતાના ફાયદા માટે તેના નિવેદનોને અને વીડિયોને તોડીમરોડીને દુરુપયોગ કરે છે.

તાપસીએ કહ્યું, 'મને આ બધી બાબતો ફિલ્મ મેળવવામાં કોઈ મદદ નથી કરતી. મારું કામ અને મારી ફિલ્મો જ બોલે છે. આથી મને મીડિયાના એક વર્ગને ખુશ કરવાની જરૂર નથી. હું તેમને ડાયરેક્ટ મીડિયા પણ નથી કહેતી કેમ કે તેઓ પોતપોતાના સ્વાર્થ માટે એવું કરી રહ્યા છે કે કોઈ અમારા પોર્ટલ પર ક્લિક કરી દે એટલે બસ થયું. હું તેમને મીડિયા નથી માનતી.'

 તાપસીએ તેની બે ફિલ્મોની રિલિઝ અંગે વાતો કરતા જણાવ્યું, 'મારી બંને ફિલ્મોની શરૂઆત ખૂબ જ જબરદસ્ત રહી છે. આ પછી 'ફિર આયી હસીન દિલરૂબા'નું ટ્રેલર અને 'ખેલ ખેલ મેં' ફિલ્મના ગીતને ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આ બંને ફિલ્મો માત્ર મારી શૈલીમાં જ નહીં, પણ મારા પાત્રો પણ ઘણાં અલગ છે.' તાપસીએ વધુમાં જણાવ્યું, 'આ એકમાત્ર સંયોગ જ છે કે બે ફિલ્મો મારા બર્થ ડે પછી તત્કાળ રિલિઝ થઈ રહી છે મને આશા છે કે તાજેતરમાં જ મારા દર્શકો માટે મારા તરફથી એક મોટી એન્ટરટેન્મેન્ટ પાર્ટી થશે. હું પ્રાર્થના કરી રહી છું કે મને તેમનો પ્રેમ નિફ્ટના રૂપમાં મળે.' લગ્ન પછી પણ પધ્ધતિ નથી બદલાઈ તાપસી અને બેડમિગ્ટન ખેલાડી મૈથિયાસ બો લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેમણે અત્યંત ખાનગી સમારોહમાં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. તાજેતરમાં જ તાપસીએ લગ્ન અંગે પૂછવામાં આવતા જણાવ્યું કે 'હવે એ કોઈ અન્યની હસીન દિલરૂબા છે, પણ લગ્ન પછી તેને એ કહેવું સારું નથી લાગતું કે હવે એ કોઈની થઈ ગઈ છે. તેણે કહ્યું કે લગ્ન કરવાથી કંઈ વ્યક્તિની આદત અને અંદાજ બદલાઈ જતા નથી.'

તેના જણાવ્યા મુજબ, 'મારું અલગ વ્યક્તિત્વ છે. તેનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે. હું ૧.૪ બિલિયન લોકો માટે એક હસીના હો બની શકું છું. માટે એવું હોવું પણ જોઈએ અને એવું સમગ્ર વિશ્વ માટે એક બેહતરીન એક એથ્લીટ હોય શકે અને તેણે હોવું પણ જોઈએ. હું તેમની અને તે મારા નથી થયા.' 


Google NewsGoogle News