Get The App

સ્વરા ભાસ્કર : મને બોલિવુડે બ્લેક લિસ્ટમાં મૂકી દીધી છે

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
સ્વરા ભાસ્કર : મને બોલિવુડે બ્લેક લિસ્ટમાં મૂકી દીધી છે 1 - image


- 'મારા મનમાં કોઈ કડવાશ નથી. મેં જે માર્ગ પસંદ કર્યો છે તેની કિંમત મારે ચૂકવવાની જ છે.  આ રીતે શિક્ષા પામનારી હું એકલી નથી. મારા કેટલાક મિત્રો તો જેલમાં છે.'

અભિનેત્રી સ્વરા ભાસ્કર હમેશાંથી પોતાના મત, પોતાનો દ્રષ્ટિકોણ નિર્ભીકપણે રજૂ કરવા જાણીતી છે. છેલ્લે વર્ષ ૨૦૨૨માં 'જહાં ચાર યાર'માં જોવા મળેલી આ અદાકારાને ત્યાર પછી ફિલ્મોમાં કામ મળ્યું હોવાનું જાણ્યું નથી. અદાકારા આ બાબતે કહે છે કે ફિલ્મોદ્યોગે તેને કાળી યાદીમાં મૂકી દીધી છે. અને તેનંલ કારણ છે તેનો રાજકીય દ્રષ્ટિકોણ. તેના રાજકરણ વિષયક મતોએ તેની કારકિર્દીને હાંસિયામાં ધકેલી દીધી છે.

અભિનેત્રીએ કહ્યું હતું કે હું આખાબોલી છું અને મને જે સાચું લાગે તે જાહેરમાં બિન્ધાસ્તપણે કહું છું. ખાસ કરીને રાજકીય મુદ્દે હું મારો મત ડર્યા વિના જાહેર કરું છું. હવે એ વાતમાં શંકાને સ્થાન નથી કે તેને કારણે જ ફિલ્મોદ્યોગે મને બ્લેકલિસ્ટ કરી છે. જોકે આમ થવું તદ્દન સ્વાભાવિક છે. આ બાબતે મારા મનમાં કોઈ કડવાશ પણ નથી. મેં જે માર્ગ પસંદ કર્યો છે તેની કિંમત મારે ચૂકવવાની જ છે. 

અભિનેત્રી વધુમાં કહે છે કે મને કાળી યાદીમાં મૂકવામાં આવી છે એનું દુ:ખ મને ચોક્કસ છે. મને મારું કામ પ્રિય છે, હું એક અચ્છી અદાકારા છું તેમ છતાં મને કામ નથી મળતું તેની પીડા તો હોવાની જ. પરંતુ આ પરિસ્થિતિ અનપેક્ષિત નથી. આ સ્થિતિ શા માટે ઉદ્ભવી છે તે હું સમજી શકું છું.

સ્વરા પોતાની આ સ્થિતિિ માટે માત્ર બૉલીવૂડને જવાબદાર નથી માનતી. તે કહે છે કે હું માત્ર હિન્દી ફિલ્મોદ્યોગ કે અહીંના ફિલ્મ સર્જકોને દોષી નથી માનતી. આજે આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં સત્તાધીશો તેમની વિરૂધ્ધ બોલનારા લોકોને શિક્ષા કરે છે. તેઓ તેમનાથી વિરોધાભાસી મત ધરાવનારાઓ, તેમની સામે થનારાઓને દેશદ્રોહી તરીકે ચિતરે છે. 

આ રીતે શિક્ષા પામનારી હું એકલી નથી. મારા મિત્રો જેલમાં છે. અને અન્ય કેટલાંક કલાકારોને પણ એક યા બીજી રીતે સતાવવામાં આવી રહ્યાં છે.


Google NewsGoogle News