સુસ્મિતા સેન : મને ઓરતા નહોતા સ્ટાર બનવાના
સુસ્મિતા સેનની વેબ-સીરિઝ 'આર્યા'ને સારોએવો પ્રતિસાદ મળ્યો છે અને હજુ ગયા વર્ષે લગભગ આ સમય દરમિયાન ઓટીટી પર સ્ટ્રિમિંગ થઈ હતી. લગભગ પાંચ વર્ષ સુધી સુસુપ્તાવસ્થામાં રહ્યા, પછી સુસ્મિતા ફરી નજરે પડે તેથી સ્વાભાવિક રીતે તેના ફેન્સ ખુશખુશાલ થઈ ગયા. ૧૯ જૂને ઇન્ટાગ્રામ પર સુસ્મિતાએ આ શોની વર્ષગાંઠ ઉટવી જેમાં તેણે તેના આ માઇલસ્ટોન અંગે રસપ્રદ વાતો યાદ કરી. 'આર્યા' તો મારા માટે ટેરિફિક જર્ની બની રહી. વિશ્વ જ્યારે મને પૂછી રહ્યું હતું કે એ સીરિઝ કરી, ત્યારે- એ સમયે આ સીરિઝ આવી હતી. આ સીરિઝ કર્યા પછી મને આશ્ચર્યજનક અનુભવ થયા. સમગ્ર નવા ચેપ્ટર સાથે મને જોવા લોકો આગળ આવ્યા અને મને ફરી અપનાવી તેનું મને આશ્ચર્ય થયું, એમ કહે છે સુસ્મિતા સેન, આ સીરિઝમાં તે બે સંતાનોની માતા અને પત્ની બની છે, જેમાં એ માફિયા સાથે સામેલ થાય છે. આ સીરિઝ રામ માધવાણીએ ડિરેક્ટ કરી છે. અહીં સુસ્મિતા કેટલીક વાતો કરે છે, જે હૃદયસ્પર્શી છે.
આ સીરિઝ માટે હા કેવી રીતે પાડી- એવા એક પ્રશ્નના ઉત્તરમાં સુસ્મિતા સેને જણાવ્યું, 'મારી જે વય છે તેમાં લોકોને મોટે ભાગે સહાયક અભિનેત્રીની ભૂમિકા મળે છે. હું મારા મનમાં તો સ્પષ્ટ જ હતી કે જો મારે પુનરાગમન કરવું હોય તો મારે મારી ભૂમિકાને જ પ્રેમ કરવો પડશે. મારી ભૂમિકા ચાવીરૂપ અને કેન્દ્રસ્થ હોવી જોઈએ, જેમાં હું મારી અદાકારી દાખવી શકું. બેશક, સાથે એ પણ જરૂરી છે કે હું કેટલું સારું કામ કરી શશું છું, દર્શકોના મન પર જાદુ કરી શકે એટલો સ્ક્રીનસમય તો મને મળવો જ જોઈએ. 'આર્યા'માં મને એ સમય મળ્યો અને મારી માન્યતાને સમર્થન મળ્યું.'
૧૯૯૬માં 'દસ્તક' ફિલ્મથી સુસ્મિતા સેને બોલીવૂડમાં એન્ટ્રી કરી એ પહેલા તે ૧૯૯૪માં 'મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચુકી હતી. સુસ્મિતાએ ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવી છે. 'બીવી નં.વન'માં તેણે કોમેડી પણ કરી છે અને એ માટે તેનું શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
સરોગસી પરની હિન્દી ફિલ્મ 'ફલહાલ'માં તેણે અત્યંત સરસ ભૂમિકા ભજવી છે, પણ એ પછી આ અભિનેત્રી સિલ્વર સ્ક્રીન પરથી ઓચિંત અદ્રશ્ય થઈ ગઈ. ૨૦૧૫ પછી એ એક બંગાળી ફિલ્મ 'નિરબાક'માં નજરે પડી. સિલ્વર સ્ક્રીન પરથી અદ્રશ્ય થવા અંગે સુસ્મિતા કહે છે, 'એ તબક્કે હું મારા આરોગ્ય અંગે સાવ જુદા પ્રકારની લડત લડી રહી હતી. આ પછી મેં માતૃત્વ માણ્યું અને પ્રભુની દયાથી આ બધુ જ હું કરી શકી, પણ એક દિવસ ઓચિંતુ જ મને આશ્ચર્ય થયું અને લોકો મારો ફોટો લેવા લાગ્યા. મારી નાની દીકરી અલિશાએ મને પૂછ્યું, તેઓ તારો ફોટો શા માટે લે છે? અને મેં તેને જણાવ્યું, હું કલાકાર છું. તે પાચળ વળી અને પૂછ્યું, પણ મેં તો તને અભિનય કરતાં નથી જોઈ. મને તેની વાત લાગી આવી. તું વિચાર કે તું માતા તરીકેની જવાબદારી ખૂબ સરસ રીતે વિતાવી રહી છે અને બાળક મોટા થઈ રહ્યા છે અને મને ઉદાહરણ આપવાનું પૂછી રહ્યા છે અને મને ફરી સેટ પર પાછા ફરવાનું ગમ્યું અને તમે મને મિસ કરતા હતા અને સારી લાગણી તો ત્યારે ઉદ્ભવી જ્યારે તેણે 'આર્યા' જોઈ અને મને કહ્યું, તું તો સારી કલાકાર છે,' એમ સુસ્મિતાએ હસતાં હસતાં જણાવ્યું.
મેઈનસ્ટ્રીમ સિનેમાથી દૂર હોવા છતાં અભિનેત્રી કહે છે, 'હું કદીય લાઈમલાઈટથી દૂર નહોતી થઈ. એક સ્ટાર તરીકે ફેમસ થવા હું જરાય ઇચ્છતી નહોતી. લોકોએ મને ફેમસ કરી છે. ટીવી સ્ક્રીન પર મને જોઈ તેમણે લાગણી વ્યક્ત કરી અને મને કહેતા તમે ચોક્કસ સીનમાં નજરે પડતા હતા. આ ચે મારા માટેનો પાવર. આ તો પાવર ચે માનવીય સંપર્કનો.'
'આર્યા'ને જબરદસ્ત આવકાર મળ્યો અને તેની બીજી સિઝન બનાવવાનું પણ નક્કી થયું અને આ અભિનેત્રી હવે ઓચિંતી અદ્રશ્ય નહીં થાય, એવું હાલતરત તો જાણવા મળ્યું છે. ઓટીટી સ્પેસના આગમન સાથે ઇન્ડસ્ટ્રીમાં જે ફેરફાર આવ્યો છે, એ તે નિહાળ્યો છે, એું પૂછાતા તેણે જણાવ્યું, 'ઇન્ડસ્ટ્રી ત્યારે જ ખીલી શકે જ્યારે દર્શકો કિસિત થાય. કેમ કે અંતે તો આ બિઝનેશ જ છે. ફિલ્મો માટે નાણાંની જરૂર હોય છે. કન્ટેન્ટ, ક્રિએટિવિટી અને વિચારવાનો નવો માર્ગ એકત્ર થાય તેના આધારે તો દર્શકો ફિલ્મો જોવા આગળ આવે છે - ફિલ્મો નિહાળે છે. કન્ટેન્ટ ક્રિએટિવની નવી જનરેશન અફલાતૂન છે! તેઓ ઇન્ટરનેશનલ સિનેમાને ઓપન કરશે અને તેમને સારું કન્ટેન્ટ ગમે છે. આથી તેઓ નવું સર્જન કરી શકવા સક્ષમ છે,' એમ સુસ્મિતા સેને જણાવ્યું હતું.