સુનીલ ગ્રોવર : ઓટીટી સર્જકોને ઘણી મોકળાશ આપે છે...
- 'ઓટીટી પર વાર્તાની લંબાઈની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી વાર્તા ઉતાવળ કર્યા વગર, તમે જે રીતે કહેવા માગો છો તે જ રીતે કહી શકો છો.'
સુ નીલ ગ્રોવર આજકાલ નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં સુનીલ હોસ્ટ કપિલ શર્મા સાથે દર્શકોનું ખૂબ સરસ મનોરંજન કરી રહ્યો છે. આ બે કોમેડિયન વચ્ચે જાગેલા વિખવાદ પગલે સર્જાયેલા અબોલા તો હવે ભૂતકાળની વાત બની ગઈ છે. સુનીલ ગ્રોવર તો તેના શો 'સનફ્લાવર'ની બીજી સિઝનને મળેલી અભૂતપૂર્વ સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ શૉમાં સુનીલ ગ્રોવર સોનુ સિંહની ભૂમિકા ભજવી છે, જે એક હત્યાના કેસમાં ફસાઈ પડે છે. આ સંદર્ભે સુનીલ ગ્રોવર કહે છે, 'મને સોનુ સિંહનું પાત્ર ભજવવું બહુ ગમ્યું. જે રીતે સોનુ સિંહ એનું જીવન જીવે છે, એ ખૂબ જ અનોખું છે. તે એક ખુશ વ્યક્તિ છે.'
આ સાથે સુનીલ ગ્રોવર કહે છે, 'આ શૉ શ્રેણીના જટિલ પ્લોટ અને વિલક્ષણ માવજતને પ્રતિબિંબિત કરે છે. 'સનફ્લાવર'માં અનેકવિધ વળાંક છે, જે તેની જટિલતાને દાખવે છે. મર્ડર હુઆ હૈ, ઔર આપ હસ રહે હો. થોડી ડાર્ક કૉમેડી સાથેની મિસ્ટ્રી થ્રિલર હજુ પણ તાજી શૈલી છે. તેની રીત પણ ખૂબ અનોખી વાર્તા કહેવાની રીત છે.'
આ ૪૬ વર્ષના કૉમેડિયન ઓટીટી શૉના સર્જકોને જે લક્ઝરી આપે છે તે વિશે વાત કરતાં ઉમેરે છે, 'થિયેટરમેં શાયદ ઈસ તરહ કી સ્ટોરી દો ઘંટે મેં દિખાના પોસિબલ નહીં હૈ, પણ ઓટીટી નિર્માતાઓને આ લિબર્ટી આપે છે. આમાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમારે લાંબી વાર્તા ટૂંકી કરવાની જરૂર નથી. તમે તેને બે કલાકમાં પૂરી કરવાની ચિંતા કરશો નહીં. તમે જે રીતે વાર્તા કહેવા માગો છો એ રીતે - તેને કહી શકો છો. આ સાથે જ કલાકારોને પણ ઓટીટી પ્રોજેક્ટ્સ સાથે વ્યાપક અને વધુ વિગતવાર પાત્રો શોધવાની તક આપે છે.'
આ સાથે સુનીલને એવી પણ અનુભૂતિ થાય છે કે, ઓટીટી માધ્યમ જે રીતે દુનિયાભરના ઓડિયન્સ સુધી પહોંચી શકે છે તે ઘટના બહુ આકર્ષક છેે. તેથી જમ ને ઓટીટી માટે કામ કરવું ગમે છે.'
સુનીલ એમ તો 'જવાન' (૨૦૨૩)માં પણ દેખાયો હતો. નિર્માતાઓ તેને કૉમેડી દૂર લઈ જાય એવી ભૂમિકા સોંપવાનો પણ વિશ્વાસ ધરાવે છે. કૉમેડી તો લાંબા સમયથી તેની ખાસિયત માનવામાં આવે છે. 'ફિલ્મના નિર્માતાઓ મારા પર વિશ્વાસ મુકે છે એ માટે હું તેમનો આભારી છું. તેઓ મને ડાર્ક કૉમેડી થ્રિલરમાં હિસ્સેદાર બનાવે છે અને તેઓ આવું વારંવાર કરવાની હિંમત દાખવે છે. મૈં ઈસ મામલે મેં ખુદ કો કાફી લકી માનતા હું,' અ કહે છે.
આ કલાકાર અન્ય વેબ સિરીઝમાં પણ દેખાયો છે, જેમાં 'તાંડવ' (૨૦૨૧), 'યુનાઈટેડ કચ્છે' (૨૦૨૩)નો સમાવેશ થાય છે. આ કલાકાર સૂક્ષ્મ વાર્તા કહેવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. આ સાથે જ સુનીલ ગ્રોવર કહે છે, 'ઓટીટીનાં પાત્રો વાર્તા અને દિગ્દર્શકના વિઝન પર આધાર રાખે છે, જે વધુ ઝીણવટભર્યું, વિગતવાર હોવું જોઈએ અને લેખનમાં પ્રેક્ષકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સ્ટોરી કહેને કી ખાસ સમજ હોની ચાહિયે, ઈસ માધ્યમ મેં સફલ હોને કે લિયે યે જરૂરી હૈ. લાંબા ફોર્મેટમાં લખવું એ પણ કંઈ સહેલું તો નથી જ,' એમ સુનીલ ગ્રોવરે ઉમેર્યું હતું.
સત્ય વચન.