સોનાક્ષી સિંહા ઓટીટી પર દળદાર રોલ્સથી ખુશ છે
સોનાક્ષી સિંહાની ફિલ્મ કે વેબ સિરીઝ સફળ થાય કે નિષ્ફળ જાય, તમે ઝટ દઈને એના કામની ટીકા કરવાની હિંમત ન કરી શકો. શત્રુઘ્ન સિંહાની લાડકી સોનાની ટેલેન્ટનો આ બોલતો પુરાવો છે. સોનાક્ષીની કરીઅર પર એક નજર કરીએ તો લાગે કે 'દબંગ' જેવી સુપર હિટ ફિલ્મથી સલમાન ખાન સામે ડેબ્યુ કરનાર એકટરને સિનેમા જેટલું જ ડિજીટલ મિડીયમ ફળ્યું છે. સોનાક્ષીના ઓટીટી શોઝ 'દહાડ' અને 'હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર' અને ફિલ્મ 'કાકુદા' વખણાયા છે. એ જોતા એને ઓટીટી મિડીયમ વિશે બોલવાનો હક્ક છે. હમણાં જ સોનુએ ઓટીટી પ્રોજેક્ટસ કરવાનો પોતાનો એક્સપિરીયન્સ શેર કહ્યું. 'આજની તારીખે ઓટીટી ખરેખર એક ગેમ ચેન્જર બની રહ્યું છે. એકટર્સને ઓટીટી પર ઓફર થતા રોલ્સ વધુ કોમ્પ્લેક્સ (જટિલ), એકથી વધુ લેયર ધરાવતા અને ચેલેન્જિંગ હોય છે. કમર્સિયલ ફિલ્મોમાં તમને આવા રોલ કરવાની તક બહુ ઓછી મળે છે.'
હમણાં પોતાની શાદીને લઈને દિવસો સુધી ન્યુસમાં રહેનાર સિંહા ડિજીટલ મિડીયમની થિયેટ્રીકલ રિલીઝ સાથે તુલના કરતા વધુમાં કહે છે, 'મલ્ટીપ્લેક્સ'નો મોટો પડદો દર્શકોના બહોળા વર્ગના મનોરંજન માટે છે જ્યારે ઓટીટી અમારા જેવા આર્ટિસ્ટોને પોતાના પાત્રોમાં વધુ ઉંડા ઉતરવાનો અવકાશ આપે છે અને દર્શકોને પણ એ પસંદ પડે છે. ખરું કહું તો મને બંને પ્લેટફોર્મસ પર લોકોનો ઘણો સ્નેહ મળ્યો છે, જે બદલ હું સૌની આભારી છું. છતાં આ ડિજિટલ રિવોલ્યુશન (ક્રાંતિ)નો ભાગ બનવાની મજા કાંઈક ઔર છે કારણ કે એમાં કન્ટેન્ટ ઈઝ ધ કિંગ.