Get The App

Social Media .

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
Social Media                                . 1 - image


ઓ સ્ત્રી...યે ક્યા લિખા?

આ ફિલ્મસ્ટારો સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી વખતે ભેદી કેપ્શન કેમ આપતા હશે? જુઓને, થોડા દિવસો પહેલાં તમન્ના ભાટિયાએ આ ફોટો શેર કરીને નીચે લખ્યુંઃ 'સો જસવિન્દર? હીરે મિલે?' એટલે? કોણ જસવિન્દર? કેવા હીરા? અહીં કવયિત્રી કહેવા શું માગે છે? શું જસવિન્દર એના ફેશન ડિઝાઇનરનું નામ છે? ભગવાન જાણે. તમન્નાએ અહીં સફેદ રંગનું આખું ઉપલું શરીર ઢંકાઈ જાય એવું ફુલસ્લીવ, ટર્ટલ-નેક ટોપ પહેર્યું છે. તમન્ના છે જ એટલી સુંદર કે એ કોથળો ઓઢીને ફોટો પડાવે તો પણ મસ્ત જ લાગે. શું કહો છો? બાકી એનું 'સ્ત્રી-ટુ'નું આઇટમ સોંગ 'આજ કી રાત...' હજુય ધમાલ મચાવી રહ્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધાને જરૂર એની ઇર્ષ્યા થતી હશે.  

ખૂબસૂરત શિવાની

ઉર્મિલા માતોંડકરની ઉંમર ફ્રીઝ થઈ ગઈ છે કે શું? હજુય એ 'રંગીલા'ની પેલી નાચતીકૂદતી કન્યા જેવી જ રૂપકડી લાગે છે. કમસે કમ સોશિયલ મીડિયા પર એ પોતાની જે ગ્લેમરસ તસવીરો શેર કરે છે એના પરથી તો એવંુ જ લાગે છે કે નક્કી એને ઉંમર રિવર્સ કરી આપતી કોઈ જડીબુટ્ટી જડી ગઈ છે. બાકી ઉર્મિલાની ઉંમર એ વાત પરથી નક્કી થઈ શકે છે કે એની 'ખૂબસૂરત' ફિલ્મે હમણાં પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં. પચ્ચીસ વર્ષ! સમય કેવો સડસડાટ વહી જાય છે, નહીં? આ ફિલ્મનું 'અય શિવાની...', 'મેરા એક સપના હૈ...' જેવાં ગીતો આપણને આજેય સાંભળવા ગમે છે. ફિલ્મના હીરો સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર ઉર્મિલા ઉપરાંત ફિલ્મના રાઇટર-ડિરેક્ટર સંજય છેલને ટેગ કરીને'ખૂબસૂરત'નું પોસ્ટર શેર કર્યું છે. વાહ!

આઇ વોન્ટ અ ફુલ હાઉસ! 

અભિષેક બચ્ચનની રેન્જ બાકી મસ્ત છે. એની 'આઇ વોન્ટ ટુ ટોક' નામની એક નાનકડી, ઇન્ટિમેટ ફિલ્મ તાજેતરમાં આવી ને જતી રહી. એની હવે પછીની રિલીઝ આના કરતાં તદ્દન વિરુદ્ધ છેડાની ધમાલ ફિલ્મ છે. એનું ટાઇટલ છે, 'હાઉસફુલ-ફાઇવ'. તાજેતરમાં અભિષેકે 'હાઉસફુલ-ફાઇવ'ના અંતિમ શેડયુલ દરમિયાન ખેંચેલો એક ગુ્રપ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો. તસવીર પરથી તો લાગે છે કે લગભગ અડધું બોલિવુડ આ ફિલ્મમાં કામ કરી રહ્યું છે. અમે તો આંખ ઝીણી કરીને ને હાથમાં બિલોરી કાચ લઈને આ તસવીરમાંથી અભિષેક ઉપરાંત અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, શ્રેયસ તળપદે, ફરદીન ખાન, જેકી શ્રોફ, નાના પાટેકર, ચંકી પાંડે, જોની લિવર, જેકલીન જેવાં સ્ટાર્સ ઓળખી કાઢ્યા. ના, આ સિવાય પણ બીજા ઘણા કલાકારો આ તસવીરમાં ને ફિલ્મમાં છે. સવાલ એ છે કે તરુણ મનસુખાણીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં દરેક કલાકારના ભાગે કેટલી સેકન્ડ્સનો સ્ક્રીનટાઇમ આવશે?     


Google NewsGoogle News