સિકંદર ખેર : મારી તુલના મારાં માતા-પિતા સાથે થતી નથી
તાજેતરમાં અભિનેતા સિકંદર ખેરને સિનેમા જગતમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ગવર્નરના હાતે 'એવોર્ડ ઓફ એક્સલન્સ' એનાયત કરવામાં આવ્યો. અભિનેતા આ સમ્માન ફૂલ્યો નથી સમાતો. તે કહે છે કે જ્.યારે મને ફોન કરીન એમ કહેવામાં આવ્યું કે ગવર્નર સીવી આનંદ બોઝ પારિતોષિક આપીને મારું સન્માન કરશે ત્યારે હું ગદગદિત થઈ ગયો હતો. આ પ્રકારનુનં માન મેળવવું, આવી ઓળખ મળવી બહુ મોટી વાત ગણાય.
જો કે અહીં એ વાતની નોંધ લેવી રહી કે છેલ્લા કેટલાંક સમયથી મોટાભાગના પારિતોષિકો એક યા બીજા કારણસર વિવાદમાં રહ્યાં છે. સિકંદર આ બાબતે કહે છે કે દરેક જણને પોતાનો મત પ્રગટ કરવાનો હક છે. મને જે સન્માન અને રેક્ગનિઝન મળ્યાં છે તેનાથી હું ખૂબ ખુશ છું.
સિકંદરે અત્યાર સુધી ખાસ કોઈ બંગાળી પત્રો નથી ભજવ્યાં. આમ છતાં તેને કોલકાતા પ્રત્યે ગજબનું આકર્ષણ થઈ રહ્યું છે. તે કહે છે કે મેં મારી ૧૭ વર્ષની કારકિર્દીમાં એક જ વખત બંગાળી પાત્ર ભજવ્યું છે. પરંતુ 'ટૂથ પરી' વેબ શો માટેના મારા બંગાળી રોલ માટે હું લગભગ એક મહિના સુધી કોલકાતામાં રહ્યો હતો. મને આ શહેર બહુ ગમી ગયું છે. મારા કેટલાંક બંગાળી મિત્રો પણ છે. આ શહેરમાં આવ્યા પછી તમે ચોક્કસ પ્રકારની ઊર્જા અનુભવો છો.
સામાન્ય રીતે ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારોની તુલના તેમના કુટુંબના કલાકારો તુલના તેમના કુટુંબના કલાકારો સાથે થતી હોય છે. પરંતુ સિકંદરને એ વાતની રાહત છે કે તેની તુલના તેના માતાપિતા કિરણ અને અનુપમ ખેર સાથે નથી થઈ. અભિનેતા કહે છે કે મારી ૧૭ વર્ષની કારકિર્દીમાં કોઈએ મારી સરખામણી મારા માતાપિતા સાથે નથી કરી. અમે ત્રણ અલગ અલગ વ્યક્તિ છીએ. અને અમારું વ્યક્તિત્વ પણ વેગવેગળું ચે. અભિનયને મારી કારકિર્દી બનાવી છે. પરંતુ મારી સૌપ્રથમ પ્રાથમિકતા મારું જીવન છે. મારી જિંદગી શી રીતે જીવતી તે હું સૌથી પહેલા વિચારું છું. મારા જીવનપથ પર મને એવું લાગ્યું કે અભિનય સાથે મારી કિસ્મત જોડાયેલી છે. અને મેં તેને મારી કારકિર્દી બનાવી લીધી.
અહીં એ વાતની પણ નોંધ લેવી રહી કે સિકંદરે ગયા વર્ષે દેવ પટેલ સાથે હોલીવૂડમાં ડેબ્યુ કર્યું. તેણે દેવ પટેલના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'મંકીમેન' માં કામ કર્યું. જો કે આ મૂવી ભારતમાં રજૂ નથી થઈ. અભિનેતાને આવાતનો રંજ પણ છે. આમ ચતાં તેની ફિલ્મ વખણાઈ તેનો સિકંદરને હરખ પણ છે. તે કહે ચે કે મને ઘણાં લોકો પૂછે છેકે આ ફિલ્મ ભારતમાં ક્યારે રજૂ થશે? પરંતુ મારી પાસે તેનો જવાબ નથી . હું ઈચ્છું છું કે આ ફિલ્મ આપણા દેશમાં રજૂ થાય.