Get The App

શ્રિયા પિલગાંવકર : શ્વાસમાં સ્વચ્છ હવા લેવી એ તો આપણો માનવસિદ્ધ હક છે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
શ્રિયા પિલગાંવકર : શ્વાસમાં સ્વચ્છ હવા લેવી એ તો આપણો માનવસિદ્ધ હક છે 1 - image


અભિનેત્રી શ્રિયા પિલગાંવકર જે ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ (એએલટીઈએફએફ)ની ગુલવિલ એમ્બેસેંડર છે, તે તાજેતરમાં જ ન્યૂ ઝીલેન્ડથી પાછી ફરી અને તેણે નવી દિલ્હીમાં પોલ્યુશન ક્રાઈસિસ (પ્રદૂષણ કટોકટી) અનુભવી તેથી તેને જબરદસ્ત આઘાત લાગ્યો અને એ તો આવાક્ બની બની ગઈ.

'તાજેતરમાં જ ન્યૂ ઝીલેન્ડમાં એક્યૂઆઈ માત્ર ૧ હતો, જે ખરેખર ચોંકાવનારી બાબત છે,' એમ તેણે જણાવ્યું હતું. દિલ્હી તો અત્યારે ધુમ્મસની ચાદર હેઠળ ધરબાયેલું છે. નાગરિકો માટે તો હવા મૂળભૂત જરૂરિયાત છે, ત્યારે દિલ્હીની આવી હવા છે ત્યારે એ ખરેખર ચોંકાવનારી બાબત છે,' એમ તેણે જણાવ્યું હતું.

આમ છતાં આ ૩૫ વર્ષીય શ્રિયા કહે છે કે એકબીજા પર દોષારોપણ કરવું એ તો નિરર્થક બાબત છે. એ પણ સાચું છે કે સરકાર પર આળ મુકવું એ તો લોકો માટે સાવ સહેલું છે, આમ છતાં ઘણા બધા એવા પગલાં છે, જે આપણે લેવાની જરૂર છે. આ બધુ કામ આપણે સામુહિક રીતે કરવા જેવું છે. આપણે આવું કરીશું તો જ ફેરફાર આવશે,' એવું તેણે કહ્યું હતું.

આ 'તાઝા ખબર'ની જાણીતી અભિનેત્રી સ્વીકારે છે કે 'આપણે બધા ઝેરી હવા શ્વાસમાં લઈ રહ્યા છે, એ તો મને અત્યંત ડરામણું ભાસે છે... ખાસ કરીને દિવાળી પછી તો (આવું તો) દર વર્ષે બને છે અને હવે તો હું ચિંતિત છું કે આવનારા સમયમાં આ બાબત કેવી રીતે કેટલી ખરાબ બનશે.'

આથી, શ્રિયાએ વાત પર ભાર મૂકે છે કે 'આપણે એક દેશ તરીકે સાથે આવવાની જરૂર છે... આપણે કાર્ય કરવાની જરૂર છે કારણ કે સ્વચ્છ હવામાં શ્વાસ લેવો એ તો જીવનનો મૂળભૂત અધિકાર છે.' શ્રિયા પીઢ અભિનેતા સચીન અને સુપ્રિયા પિલગાંવકરની પુત્રી છે. તે સામુહિક પગલાંની જરૂરત પર ભાર મુકે છે 'બધું જ, નાનામાં નાની બાબત પણ મહત્ત્વપૂર્ણ છે... વ્યક્તિગત સરે, આપણે એ જાણવાની જરૂર છે કે આપણે શું વધુ સારું કરી શકીએ છીએ. શું હું લાકડાના સ્ટ્રોનો ઉપયોગ કરી શકું?' અમે નાગરિક તરીકે જે ભૂમિકા ભજવીએ છીએ - ટકાઉ જીવન જીવવા માટે. અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે વ્યક્તિગત જવાબદારી નિભાવીએ છીએ- તે વસ્તુઓની મોટી યોજનામાં ઉમેરે છે,' એમ તેણે જણાવ્યું હતું.

આ સાથે શ્રિયાને પૂછો કે તેણે એએલટી ઇએફએફ માટે ગુડવિલ એમ્બેસેંડર તરીકે ફિલ્મ ફેસ્ટિવલની જરૂરિયાત અંગે શું વિચારે છે? તો એનો પ્રત્યુત્તર આપતા શ્રિયા કહે છે, 'જે છે તે કામ હાલમાં ચાલી રહ્યું છે અને હું કેટલાંક તહેવારોની શક્તિમાં વિશ્વાસ ધરાવું છું, તેનું કારણ એ છે કે તેઓ વિવિધ વાર્તાઓ અને વાર્તા કહેવાથી તમારા મનને ખરેખર વિસ્તૃત કરે છે. ફિલ્મ ફેસ્ટિવલનું વાતાવરણ અત્યંત પોષક હોય છે,' એમ શ્રિયાએ ઉમેર્યું હતું.


Google NewsGoogle News