Get The App

શ્રદ્ધા કપૂર મોદીના પ્રેમમાં છે... અને રાહુલના પણ!

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
શ્રદ્ધા કપૂર મોદીના પ્રેમમાં છે... અને રાહુલના પણ! 1 - image


- શ્રદ્ધા અને રાહુલ 'તૂ જૂઠી મૈં મક્કાર'ના મેકિંગ વખતે સંપર્કમાં આવ્યાં અને પછી એમની દોસ્તી મજબૂત થતી ગઈ. તેઓ આ રિલેશનશિપ જાહેર કરવા નહોતાં માગતાં, પણ...

એક્ટર શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાના બ્રેકઅપને વરસ ઉપર થઈ ગયું. બંને લવ-બર્ડ્સ લગભગ સાત વરસ સાથે રહ્યાં ત્યારે એવું લાગતું હતું કે બંને હવે ચોક્કસપણે પરણી જશે, પરંતુ એવું બન્યું નહીં. શ્રદ્ધા અને રોહનનું છૂટા પડવાનું સાચું કારણ કોઈ જાણતું નથી. હવે તાજા સમાચાર એ છે કે શ્રદ્ધા કપૂરને મનનો બ્રાન્ડ-ન્યુ માણિગર મળી ગયો છે. નામ છે, રાહુલ મોદી. રણબીર કપૂર અને શ્રદ્ધાની હિટ રોમાન્ટિક ફિલ્મ 'તુ જૂઠી મૈં મક્કાર'નો એ લેખક. 

થોડા અરસા પહેલાં શ્રદ્ધા અને રાહુલની જોડીને ડિનર ડેટ પર જતાં પાપરાઝીઓએ કેમેરામાં ઝડપી લીધી હતા ત્યારથી બંને વચ્ચે પ્રેમના અંકુરો ફુટયાં હોવાનું મનાય છે. ગણતરીના મહિનામાં બંને આ સંબંધો વિશે સીરિયસ થઈ ગયાં હોવાનું ઇન્ડસ્ટ્રીના ખાનગી સૂત્રોનું કહેવું છે.

'શ્રદ્ધા અને રાહુલ સૌથી પહેલી વાર, નેચરલી, 'તૂ જૂઠી મૈં મક્કાર'ના મેકિંગ દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યાં હતાં અને પછી એમની દોસ્તી આપોઆપ મજબૂત થતી ગઈ. તેઓ પોતાની રિલેશનશિપ જાહેર કરવા નહોતાં માગતાં. પહેલી જ ડિનર ડેટના ફોટા પાપરાઝીઓને કારણે વાઇરલ થઈ જતા બંનેએ આંચકો અનુભવ્યો હતો. હવે તેઓ હળવામળવાના મામલામાં બહુ સાવચેતી રાખે છે. શ્રદ્ધા-રાહુલ ગુટરગુ કરવા સાવ અજાણ્યા લોકેશન્સ પસંદ કરે છે અને વિચિત્ર સમયે મળે છે કે જેથી લોકોની નજરે ન ચડી જવાય', એક જાણભેદુ ખબરી માહિતી આપે છે.

'ઇન ફેક્ટ, હજુ હમણાં જ રાહુલને નવો ફોન ખરીદવો હતો ત્યારે એ શ્રદ્ધાને સાથે લઈ ગયો. બંનેએ ફોન ખરીદવા એવો સ્ટોર પસંદ કર્યો જ્યાં ચુસ્ત સિક્યોરિટી ગોઠવાયેલી હોય, જેથી પાપરાઝીઓ એમને ડિસ્ટર્બ ન કરે. મહત્ત્વની વાત એ છે કે બંને એકબીજા સાથે ખુશ છે અને પરસ્પર પ્રેમ તથા આદરની લાગણી ધરાવે છે. બંનેના પરિવારોને પણ તેઓ એક કપલ તરીકે ગમી ગયા છે,' ખબરી ઉમેરે છે.

પોતાના લવ અફેરને છૂપું રાખનાર બોલિવૂડનું આ લેટેસ્ટ કપલ એકાંતપ્રિય છે. એમને પોતાની પર્સનલ લાઈફ પબ્લિકમાં ચર્ચાય એ પસંદ નથી. શ્રદ્ધા કપૂર આમેય ભારે મીંઢી છે. એણે આટલા વરસોમાં ક્યારેય પોતાના અંગત જીવનની કિતાબ ખોલી નથી તો હવે શું કામ ખોલે? 


Google NewsGoogle News