શોભિતા ધુલિપાલા કોઈ મને 'સુંદર' નહોતું કહેતું
- મેં મોડેલિંગ શરૂ કર્યું તો ખરું, પણ મને તેનાથી કોઈ પ્રકારની સંતુષ્ટિ ન મળી. હું એવા તારણ પર પહોંચી કે મારે ક્રિયેટિવ સ્તરે ઘણું વધારે કરવું છે, કંઈક નક્કર કરવું છે. મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે ઓેડિશન આપવાનું શરૂ કર્યું. મારી પસંદગી થઈ અને આજે હું અહીં સુધી પહોંચી છું.'
'મારી પાસે કોઈ વિશેષાધિકાર નથી. હું એક આઉટસાઈડર છું. આ તો એક રોલરકોસ્ટર જેવી ઉતાર-ચઢાવવાળી સફર છે. હું મારા પોતાની તાકાતના આધારે ખૂબ બધું સમજી અને શીખી રહી છું.'
મણિરત્નમ્ની મોટા બજેટની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન-૨'માં મહત્ત્વની ભૂમિકા ભજવનારી શોભિતા ધુલિયાના પોતાની કેરિયરના અત્યંત સરસ તબક્કાાંથી પસાર થઈ રહી છે. તેને લગાતાર કામ મળી રહ્યું છે. શોભિતા ઓટીટી પર પણ નજર આવી રહી છે અને તેના કામની પણ પ્રશંસા થઈ રહી છે.
તેણે પોતાની કેરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. શોભિતો 'મિસ ઈન્ડિયા ૨૦૧૩' કોન્ટેસ્ટમાં 'મિસ ઈન્ડિયા અર્થ' નો ખિતાબ જીત્યો હતો અને 'મિસ અર્થ કોન્ટેસ્ટ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યંટ હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અભિનય માટે મોડેલિંગને કેમ છોડી દીધું તો શોભિતાએ જણાવ્યું, 'હું બારમા ધોરણ પછી વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી ગઈ. હું એક મ ેગા સિટીમાં ગામડાની છોકરી તરીકેની અનુભૂતિ અનુભવતી હતી. હું પોતાની રીતે એક ખોવાયેલી યુવતી હોેય એવું અનુભવતી હતી. જેને કૉલેજમાં આર્ટ્સ અને અન્ય ગતિવિધિઓમાં કોઈ દિલચસ્પી નહોતી. મને માત્ર અભ્યાસમાં જ શોખ હતો. હું એક આદર્શ પ્રકારની વિદ્યાર્થિની હતી. મારી એક બંધિયાર માનસિકતા હતી કેમ કે હું એક શાંત શહેરમાંથી આવી હતી. હું ભોળી હતી અને સામાજિક કૌશલ્યની કમી હ તી. 'મિસ ઈન્ડિયા' ના ઈન્ટર્નશિપ કરી રહેલી કૉલેજની એક બહેનપણીએ મને આ પ્રતિયોગિતા અંગે જાણકારી આપી. મારી જેવી યુવતી માટે તો તેમાં ભાગ લેવો જ એક અશક્ય બાબત હતી. પણ સંજોગો જ જુઓ, હું વિજેતા બની ગઈ. તે સમયે આ મારા માટે ઘણી મોટી વાત હતી કેમ કે હું એવી યુવતીઓમાં એક હતી, જેને મોટી થતાં કોઈએ એમ નહોતું કહ્યું કે તું સુંદર યુવતી છે.'
'મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ' તો મારા કૉલેજના અંતિમ દિવસોમાં યોજાઈ હતી. મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ માસ્ટર્સમાં એડમિશન લીધું હતું. મેં હંમેશા વિચાર્યું હતું કે ફેશન ખૂબ જ સારી બાબત છે. મેં તેને હંમેશા મેગેઝિનો એને ટેલિવિજન પર આ જોયું છે. હું મોડેલને જોતી હતી અને બસ ચકિત થઈ જતી હતી.
શોભિતાએ વધુમાં જણાવ્યું, 'હું તેમાં સામેલ થવા ઈચ્છતી હતી. જો કે મેં મોડેલિંગ શરૂ કર્યું ત્યારે મને તેનાથી કોઈ પ્રકારની સંતુષ્ટિ નહીં મળી. હું એવા અંદાજ પર પહોંચી હતી કે હું રચનાત્મક રૂપ પોતાને અભિવ્યક્ત કરવામાં સક્ષમ થવા ઈચ્છતી હતી અને મેં વિજ્ઞાાપનો માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું. મારી પસંદગી થઈ અને આજે હું અહીં છું.'
શોભિતાને ફિલ્મોદ્યોગમાં નેપોટિઝમ પર ચાલી રહેલી ચર્ચા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'હું વાસ્તવમાં ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી નથી. મારા માતાપિતા સ્વસ્થ છે. હું શિક્ષિત છું. મને કેટલીક ભાષા બોલતા આવડે છે. હું મારી દેખભાળ કરવામાં સક્ષમ છું. આ પોતાની રીતે જ એક વિશેષાધિકાર છે. આ સાથે જ જ્યારે મારી કારકિર્દીની વાત આવે છે તો મારી પાસે કોઈ વિશેષાધિકાર નથી કેમ કે હું એક આઉટ સાઈડર છું. આ તો એક રોલર કોસ્ટર જેવી ઉતાર-ચઢાવથી ભરેલી સવારી છે. હું મારા પોતાના દમ પર અમુક બાબતોની જાણકારી મેળવી રહી છું જેથી તેની સરાહના કરવી મહત્ત્વપૂર્ણ છે, જે મારી જિંદગી માટે યોગ્ય છે,' એમ શોભિતાએ સમાપન કરતા જણાવ્યું હતું.