Get The App

શરદ કેળકરની ફરિયાદ ડબિંગ હોલસેલ વેપાર બની ગયો છે

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
શરદ કેળકરની ફરિયાદ ડબિંગ હોલસેલ વેપાર બની ગયો છે 1 - image


- 'અફ કોર્સ! એઆઈ ડબિંગ આર્ટિસ્ટ કે લિયે એક ચેલેન્જ તો હૈ. એઆઈને લીધે કેટલા  લોકોની રોજીરોટી  છીનવાઈ  જશે સરકારે એનો પણ વિચાર કરવો પડશે.'

કોરોના કાળમાં  સાઉથની  ફિલ્મો  હિન્દીમાં ડબ થઈને  ઓટીટી પ્લેટફોર્મ્સ  પર  સ્ટ્રીમ થવા માંડી ત્યારથી ડબિંગ આર્ટિસ્ટોની ડિમાન્ડ વધી છે. બે નામ સૌથી ટોપ પર  છે.  એક શ્રેયસ તળપદે અને  બીજો શરદ કેળકર. શરદ કેળકર ફિલ્મો અને  ટીવી સિરીયલના  એક્ટર તરીકા જેણીતો હતો જ પણ એક ઉત્તમ ડબિંગ આર્ટિસ્ટ તરીકે એની ખ્યાતિ   દેશભરમાં ફેલાઈ  છે. આર.આર. આર.  રાજામૌલીની  બાહુબલીમાં સુપર હીરોના પાત્રને પોતાનો અવાજ આપી  એ ઘરઘરમાં જાણીતો થઈ ગયો.

કેળકર  એનિમેટેડ  વેબ સિરીઝ  'ધ લિજન્ડ ઓફ હનુમાન' ની સીઝન   ૬માં લંકાપતિ રાવણનો વોઈસ બની ચર્ચામાં છે.  સિરીઝની  પૂર્વેની  એક ઈવેન્ટમાં  મિડીયાએ  લાગ જોઈને મરાઠી અભિનેતા  સાથ એના  સેકન્ડ પ્રોફેશન  વિશે ઈન્ટરેસ્ટિંગ  ચર્ચા કરી. શરદને પૂછાયું, 'સર   આજકલ આર્ટિફિશ્યલ   ઈન્ટેલિજન્સની બોલબાલા છે. એઆઈની  ઉપયોગ કરી   સોંગ્સ ગવાય છે,  વોઈસ  ક્રિયેટ થાય છે.  એક વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે તમે એઆઈને કેટલો મોટો  પડકાર માનો છો?  જવાબની  શરૂઆતમાં જ એક્ટર હકીકત કબુલતા  કહે છે, 'અફ કોર્સ! યે ડબિંગ આર્ટિસ્ટ કે લિયે એક ચેલેન્જ તો હૈ. એઆઈ  ટેક્નોલોજીની દ્રષ્ટિએ    જરૂરી  છે.  પણ એને લીધે કેટલા  લોકોની રોજીરોટી  છીનવાઈ  જશે સરકારે એનો પણ વિચાર કરવો પડશે.  એક્ટિંગ અને  ડબિંગ તો એક નાનું મિડીયમ  છે પરંતુ બીજા એવા ઘણાં ફિલ્ડ્સ  છે જેમાં એઆઈનો વ્યાપક ઉપયોગ થશોે તો હજારો લોકોનું શું થશે?  એ બધા ક્યાં જશે?  એટલે મોટો પડકાર તો છે જ. તમે  ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનો કાયદો બનાવ્યો  છે તેનો યોગ્ય અમલ પણ થવો જોઈએ. '

બીજો સવાલ અંગત છે. 'શરદજી,   તમે એક સારા વોઈસ ઓવર એક્ટર તરીકે ખૂબ નામના  મેળવી છે.   તમારા પોતાના માટે આ બદલાવ  કેવો રહ્યો?  શું તમે એને એક બોનસ ગણો છો?  શરદ કહે છે, 'તમે કહી સકે કો મારા માટે એક એક  એક્સ્ટ્રા  કરીઅર છે. હું  બહુ નસીબદાર છું કે  મારા જીવનમાં  બાહુબલી આવી અને ધીરે ધીરે મારી ખ્યાતિ વધતી ગઈ. કરીઅરના વિકલ્પ તરીકે એ મજાનું કામ છે.  કામ ઘણું વધ્યું છે પણ દરેક જગ્યાએ એનું લેવલ અને ક્વોલિટી જળવાતી હોય એવું મને નથી લાગતું.  અહીંયા બધુ હોલસેલ  વેપારની  જેમ ચાલી રહ્યું છે.  એ ઉપરાંત  આ ઈન્ડસ્ટ્રી  એટલી ટકાઉ નથી અને  કમર્સિયલી એનો વિકાસ પણ નથી  થઈ રહ્યો.  એનું કારણ  મને ખબર નથી પણ  દુખ જરૂર થાય  છે.  ખાસ કો એટલા માટે કે ડબિંગમાં  મારા  જેટલા સાથી કલાકારો છે એમને  એમના હક પ્રમાણેનું  વળતર નથી મળતું.જેવો જ માહોલ છે.  મારે  ઘરે ઘણીવાર  ઠપકો પણ ખાવો પડે છે. 

Tags :