Get The App

સાન્યા મલ્હોત્રા : મેં હવે અપેક્ષા રાખવાનું છોડી દીધું છે...

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સાન્યા મલ્હોત્રા : મેં હવે અપેક્ષા રાખવાનું છોડી દીધું છે... 1 - image


- 'હું દિલ્હી શહેરની હોવા છતાં હું નાના નગરના લોકો સાથે કનેક્ટ થઈ શકું છું. નાનાં શહેરોમાં શૂટિંગ કરવું મને ગમે પણ  છે, કેમ કે આ રીતે મને સ્થાનિક કલ્ચરની જાણ  થાય  છે.'  

સા ન્યા મલ્હોત્રા  તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં  હતી અને મેલબોર્નમાં  યોજાયેલા  ઈન્ડિયન   ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહી હતી.  તે વેળા તેની આગામી  ફિલ્મ 'મિસિસ' નું  સ્ક્રીનિંગ  રખાયું હતું  અને તે વેળા  તેને સ્ટેન્ડિંગ  ઓવેશન મળ્યું હતું.  સાન્યા  મલ્હોત્રાએ  આ  ફિલ્મ  થકી પોતાની ક્ષમતા  પૂરવાર કરી આપી છે.  અભિનેત્રી  હવે આવી ક્ષણોનો આનંદ માણતાં શીખી  ગઈ  છે.  

સાન્યા કહે છે, 'હવે  મેં  અપેક્ષાઓ  રાખવાનું  છોડી  દીધું  છે.  હું તદ્ન  તટસ્થ  બની ગઈ છું.  મારી પાક્કી બહેનપણી  (અભિનેત્રી) રાધિકા  મદાને  મારામાં  આવેલું  આ પરિવર્તન  નોંધ્યું  છે. મેં એને એક પ્રીમિયર  પર આમંત્રિત  કરી હતી ત્યારે એણે મને આ વાત કહી હતી,' એમ તેણે જણાવ્યું હતું.

'મિસિસ' માં સાન્યા મલ્હોત્રા એક ગૃહિણીની  ભૂમિકા ભજવે  છે.  આ પહેલાં  તેણે નાના શહેરની  વાત કરતી   ફિલ્મ  'પટાખા' (૨૦૧૮)માં  સરસ  કામ કર્યું હતું, જેના માટે  તેની સરાહના  કરવામાં આવી હતી. આ ઉપરાંત  'પગલૈટ' (૨૦૨૧)  અને 'કઠહલ' (૨૦૨૩)માં તેણે ભજવેલી    ભૂમિકાઓ પણ વખણાઈ છે. 

તારામાં  એવું  શું છે કે  ફિલ્મ  નિર્માતાઓને આવી  ભૂમિકા માટે તું યોગ્ય  લાગે છે?  આ પ્રશ્નના ઉત્તરમાં  સાન્યા મલ્હોત્રા  કહે છે, 'હું દિલ્હી જેવા મેટ્રો  શહેરની હોવા છતાં હું નાના નગરના લોકો સાથે કનેક્ટ થઈ શકું છું.  નાનાં શહેરોમાં શુટિંગ થાય એ મને ગમે પણ  છે  કેમ કે તેનાથી મને  ત્યાંના રંગ અને સંસ્કૃતિની જાણ  થાય  છે.' 

અદાકારી  માટે સારી એવી  સરાહના  મેળવનારી  આ અભિનેત્રી  એ વાતનો સ્વીકાર કરે છે કે, 'હું 'જવાની' જેવી મોટી  ફિલ્મોનો એક નાનો હિસ્સો  હોઉં ત્યારે પણ ફિલ્મનાં તમામ પાસાંનો  આનંદ માણું  છું . પછી તે  ફિલ્મ  અંગે  મુલાકાતો આપવાની હોય  કે પછી પ્રમોશનની કામગીરી હોય. હું મારી પૂરેપૂરી  ઊર્જા  લગાવી દઉં છું.'


Google NewsGoogle News