વેલેન્ટાઇન ડે નિમિત્તે માણવા જેવા બોલિવુડના રોમેન્ટિક ડાયલોગ્સ
મુઘલ-એ-આઝમ
તકદીરે બદલ જાતી હૈ, ઝમાના બદલ જાતા હૈ, મુલ્કો કીં તવારિખ બદલ જાતી હૈ, શહેનશાહ બદલ જાતે હૈ...મગર ઇસ બદલતી હુઇ દુનિયામાં મોહબ્બત જીસ ઇન્સાન કા દામન થામ લેતી હૈ ...વોહ ઇન્સાન નહીં બદલતા.
દિલિપ કુમાર અને મધુબાલાની ઓલટાઇમ હીટ રોમાન્ટિક જોડીને ચમકાવતી આ ઐતિહાસિક લવ સ્ટોરી ઓલટાઇમ ગ્રેટ સિનેમામાં પ્રેમના સંવાદો જે ઉંચાઇને સ્પર્શે છે તે ઉંચાઇ એ પછી જ્વલ્લે જ હિન્દી ફિલ્મોનો સંવાદોમાં જોવા મળી છે.
પાકિઝા
આપકે પાવ દેખે. બહુત હસીન હૈ. ઇન્હે જમીન પર મત ઉતારિયેગા, મૈલે હો જાયેંગે.
હિન્દી સિનેમાની ગ્રેટ લવસ્ટોરીઓમાંની એક પાકિઝામાં આ સંવાદને યાદગાર ગણવામાં આવેે છે. ફિલ્મના નિર્દેશક કમાલ અમરોહીની કમાલ એ હતી કે આ સીનમાં માત્ર મીનાકુમારીને દર્શાવવામાં આવી છે. પ્રેમ અને ઇચ્છાની વસ્તુ ગણાતી તવાયફ મીનાકુમારીની તારીફ કરતો પત્ર તેના કદમોમાં મુકવામાં આવે છે. જાણે પ્રેમની મૂર્તિને પ્રશંસાના પુષ્પો ચડાવવામાં આવતાં હોય તેમ તેમાંથી શબ્દો પ્રગટે છે......
સિલસિલા
મેં ઔર મેરી તન્હાઇ, અક્સર યે બાતેં કરતે હૈ, તુમ હોતી તો કૈસા હોતા, તુમ યે કેહતી, તુમ વો કેહતી, તુમ ઇસ બાત પર હૈરાન હોતી, તુમ ઇસ બાત પર કિતની હંસતી, તુમ હોતી તો ઐસા હોતા, તુમ હોતી તો વૈસા હોતાં.....
જાવેદ અખ્તરના શબ્દો અને અમિતાભ બચ્ચનનો બેરિટોન અવાજ એક થાય તો કેવો જાદુ સર્જાય તે અનુભવવા માટે પણ જીવનમાં એકવાર સિલસિલા ફિલ્મ જોવી જોઇએ. તેમાં પણ તેનું યાદગાર ગીત જેંમાં સંવાદો અને ગીતની જોરદાર જુગલબંદી કરવામાં આવી છે. પ્રેમી સંવાદ બોલે અને પ્રેમિકા ગીત લલકારે. બે પ્રેમીઓ જ્યારે બીજા કોઇ સાથે લગ્નસંબંધમાં બંધાઇ ગયા હોય ત્યારે તેમની હાલત કેવી હોય તેનું અદ્ભૂત બયાન આ સંવાદગીતમાં થયું છે. સંજોગો ભલે વિપરીત હોય પણ પ્રેમનો મિજાજ અસલ છે.
ઓમ શાંતિ ઓમ
ઇતની શિદ્દત સે મૈં ને તુમ્હે પાને કી કોશિશ કી હૈ, કી હર ઝર્રેને તુમ સે મિલાને કી સાઝિશ કી હૈ.
આ સંવાદ ફિલ્મમાં ઓમ પ્રકાશ મખીજાનું પાત્ર દારૂ પીને બોલે છે. ઓમ પ્રકાશ મખીજાની ભૂમિકા શાહરૂખખાને ભજવી છે. વીર ઝારાની જેમ જ આ સંવાદમાં પણ પ્રેમી પોતાની કોશિશોની પ્રામાણિકતાને અંડરલાઇન કરી બતાવે છે.
જબ વી મેટ
જબ કોઇ પ્યાર મેં હોતા હૈ, તો કોઇ સહી ગલત નહીં હોતા.
શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડીને ચમકાવતી આ લવસ્ટોરીંમાં ગીત એટલે કરીના આદિત્ય એટલે શાહિદ સમક્ષ આ સંવાદ બોલે છે. મજાની વાત એ છે કે આ સંવાદ પહેલીવાર બોલાય છે ત્યારે તે આદિત્યને સમજાતો નથી. કેમ કે તેનો સંદર્ભ અલગ હોય છે. જ્યારે ગીત આ સંવાદ બોલે છે ત્યારે તે તેની માતાની વાત કરતી હોય છે જે આદિત્યને તરછોડી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોય છે. જ્યારે આદિત્યને વાસ્તવભાન થાય છે ત્યારે આ સંવાદનો સાચો અર્થ સમજાય છે.
કલ હો ના હો
પ્યાર તો બહુત લોગ કરતે હૈ, લેકિન મેરા જૈસા પ્યાર કોઇ નહીં કર સકતા, ક્યોં કિસી કે પાસ તુમ જો નહીં હો.
એક જ હિરોઇન હોય અને બે પ્રેમી હોય એ સ્થિતિ નવી નથી. પણ બંને જણાં જ્યારે એક જ યુવતી સમક્ષ એક જ સીનમાં પોતાની મહોબત વ્યક્ત કરે તો કેવી રીતે કરે તે જોવા આ ફિલ્મ જોવી જોઇએ.
અમન યાને શાહરૂખખાન મરણપથારીએ છે અને તે રોહિતને તેનો પ્રેમ વ્યક્ત કરવામાં સહાય કરે છે. મજાની વાત તો એ છે કે બંને જણાં એક જ યુવતી પ્રિટી ઝિન્ટાને પ્રેમ કરે છે. અમન રોહિતની ડાયરી રોહિતની ડાયરી એમ સમજીને છીનવે છે કે તેમાં પ્રેંમની વાતો હશે પણ એ ડાયરી તો કોરી હોય છે. અને રોહિત વતી અમન પ્રેમનો ઇઝહાર કરે છે ત્યારે ડાયરી રોહિતની હોય છે અને શબ્દો અમનના હોય છે...
વીર ઝારા
સચ્ચી મોહબ્બત ઝિંદગી મેં સિર્ફ એક બાર હોતી હૈ....ઔર જબ હોતી હૈ, તો કોઇ ભગવાન યા ખુદા ઉસે નાકામયાબ નહીં હોને દેતાં.
એક ઓર લવ સ્ટોરી વીર ઝારામાં શાહરૂખખાને વીર પ્રતાપસિંહની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં શાહરૂખખાનના મુખે સંવાદ બોલાય છે અને પછી આખી ફિલ્મ તેની ફરતે રચાય છે. આવો આ યાદગાર સંવાદ ફિલ્મમાં ચાવીરૂપ બની રહે છે.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
અગર યે તુઝે પ્યાર કરતી હૈ તો યે પલટ કે દેખેગી.....પલટ..પલટ!
આમ તો એક ફ્રેન્ચ ફિલ્મમાં બે ટાબરિયાંની લવ સ્ટોરીના અંતે ભજવાતા સીનની કોપી આ ફિલ્મમાં કરાઇ છે. જેમાં શાહરૂખખાન આ સંવાદ બોલે છે. આ સંવાદને પગલે એક આખી પેઢીને ક્લાસિક સેન્સ ઓફ લવ મળી છે. જો છોકરી પલટે અને સ્મિત કરે તો સમજવાનું કે છોકરી તમને પ્રેમ કરે છે. પણ જો છોકરી ચૂપચાપ જતી રહે તો બેડ લક....પણ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખખાનની વચ્ચે ભજવાતો આ સીન યાદગાર બની રહ્યો છે.
કુછ કુછ હોતા હૈ
કુછ કુછ હોતા હૈ. અંજલિ, તુમ નહીં સમજોગી.
પ્યાર દોસ્તી હૈ.
નવી પેઢીની પ્રેમની નવી તરાહની અભિવ્યક્તિ આ સંવાદમાં બખૂબી થાય છે. નવી પેઢી જ્યારે પ્રેમની અસર નીચે હોય ત્યારે તેની સમજ અને અભિવ્યક્તિ પરિપક્વ હોતાં નથી. જે આ સંવાદમાં બરાબર વ્યક્ત થાય છે. શાહરૂખ ખાન અને કાજોલ ફરીએકવાર આ સંવાદને રોમાન્ટિક બનાવવામાં સફળ રહ્યા છે. પહેલીવાર જ્યારે રાહુલ યાને શાહરૂખ આ સંવાદ બોલે છે ત્યારે તેને પ્રેમની અભિવ્યક્તિના ફાંફા પડે છે. પણ બીજી વાર આ સંવાદ બોલાય છે ત્યારે તે પ્રેમની નહીં પણ મિત્રતાની અભિવ્યક્તિ બની રહે છે.
દિલ ચાહતા હૈ
પ્યાર સોચ સમજ કર નહીં કિયા જાતા.....બસ હો જાતા હૈ.
આમિરખાને જે યુવાનનું પાત્ર ભજવ્યું છે તે પ્રેંમમાં માનતો નથી. તેના જીવનમાં જ્યારે પ્રેમની આંધી ફૂંકાઇ રહે છે ત્યારે તેને જ્ઞાાન લાધે છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા આમિરખાનને પ્રેમ કરે છે પણ આમિરખાનને તે સમજાતો નથી. પછી એક દિવસ તેને પ્રેમની હકીકત સમજાય છે ત્યારે આ સંવાદ બોલાય છે....