Get The App

રિધ્ધિ ડોગરા : કરીઅર સિવાય મને બીજા કશામાં રસ નથી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
રિધ્ધિ ડોગરા : કરીઅર સિવાય મને બીજા કશામાં રસ નથી 1 - image


- 'બોલિવુડ સ્ટારની સામે સૌ મુખ્ય કલાકારની ભૂમિકા ભજવવા માગે છે, પણ તેનો અર્થ એ નથી થતો કે તમને જે બીજી ભૂમિકાઓની ઓફર મળે તેને તમે નજરઅંદાજ કરો. કામ કરતા રહો. તો જ તમે લોકોની નજરે ચડશો.'

છે લ્લાં પાંચ વર્ષથી ટીવીના ટચુકડાં પડદાથી અંતર જાળવી રહેલી અભિનેત્રી રિધ્ધિ ડોગરાએ હવે તેનું ધ્યાન ઓટીટી અને ફિલ્મો ભણી કેન્દ્રીત કર્યું છે. 'લક્કડ બગ્ગા'થી બોલિવુડમાં પદાર્પણ કરનારી આ અભિનેત્રી 'જવાન' અને 'ટાઈગર-૩'માં પોતાનું જોમ બતાવી ગઈ. આ સંદર્ભે જ રિદ્ધિ ડોગરા કહે છે, 'જ્યારે કલાકારો માટે વિવિધ માધ્યમોમાં કામ કરવાની વાત આવે છે ત્યારે ચિત્રો ઘણું અસ્પષ્ટ હોય છે. પણ આગળ વધવાનો આ શ્રેષ્ઠ સમય છે. બેશક, તમારી સાથે બિનજરૂરી ચીજવસ્તુઓના બેગેજ ન હોવું જોઈએ.'

'ધીરજ રાખવી અત્યંત જરૂરી છે અને એ સાથે જ રાહ જોવી અન ેયોગ્ય પ્રોજેક્ટ પસંદ કરવો એ જ મહત્ત્વપૂર્ણ છે. જો હું '૭૦ના દાયકામાં હોત અને જો મેં કોઈ ફિલ્મમાં બોલિવુડના કોઈ મોટા સ્ટાર માટે માતા અથવા કોઈ ગાર્ડની ભૂમિકા ભજવી હોત તો મારી કારકિર્દી અત્યાર કરતા ઘણી જુદી હોત... પરંતુ આજે પરિસ્થિતિ અને બાબતો તો સાવ બદલાઈ ગઈ છે,' રિધ્ધિ કહે છે. 

રિધ્ધિએ 'અસુર-૨' અને 'મુંબઈ ડાયરી-૨' જેવા ઓટીટી શૉઝ પણ કર્યા છે.

આ એક વેળાની ટીવી કલાકાર અન્ય માધ્યમોમાં પક્ષપાત થતો હોવાની ફરિયાદ કરતી નથી. રિધ્ધિ કહે છે કે 'મને આવો કોઈ અનુભવ થયો નથી. હું સેટ પર મારા ભૂતકાળના કડવા અનુભવના સ્મરણો લઈને ગઈ નથી. લોકોએ મને આવકારી અને એ સાથે મારી સાથે ચર્ચા પણ કરી કે ટીવી પર મેં શું શું કામ કર્યું છે. આ બાબતને માકા એસેટ કે અનુભવ તરીકે જોવમાં આવી, નહીં કે મારી મર્યાદા તરીકે! કલાકાર તરીકે મને આનંદ છે કે પ્લેટફોર્મ પર અમારી વિવિધ કામગીરીને કારણે હવે અમારા પર કોઈ લેબલ લાગતા નથી અથવા કોઈ કેટેગરીમાં મુકવામાં આવતા નથી.'

'સુશાંતસિંહ રાજપૂતે પણ ટીવી પણ કર્યું હતું, પણ એક એવો દિગ્દર્શક હતો, જેણે તેનામાં વિશ્વાસ મુક્યો. મને લાગે છે કે દર પાંચ વ્યક્તિઓ કે જે અમારા વિશે પૂર્વધારણા ધરાવતા હોય છે, એની સામે એક એવી વ્યક્તિ પણ હોય છે જે અમારા કામમાં વિશ્વાસ રાખે છે,' રિધ્ધિ ઉમેરે છે.

રિધ્ધિ કેવા પ્રકારની ભૂમિકા પસંદ કરે છે? તે અંગે વાત કરતાં રિધ્ધિ કહે છે, 'કોઈ પણ કલાકાર માટે પરંપરાગત માર્ગ એ છે કે તેણે ધીરજ રાખવી અને ફિલ્મોમાં યોગ્ય ભૂમિકા મળે એ માટે રાહ જોવી, પરંતુ કેટલીક વાર કંઈ ન કરવું હિતાવહ હોઈ શકે છે. હા, તેને લીધે તમને ડિપ્રેશન ન આવવું જોઈએ. 'જવાન'ના મારા પાત્રની આસપાસ મીમ્સ બન્યાં છે, પરંતુ મને આનંદ છે કે લોકો મારા અંગે વાતો કરી રહ્યા છે,' રિધ્ધિ સમાપન કરે છે.   


Google NewsGoogle News