Get The App

રિદ્ધિમા કપૂર : ટ્રોલ્સનું તિકડમ .

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
રિદ્ધિમા કપૂર : ટ્રોલ્સનું  તિકડમ                         . 1 - image


- 'મેં ક્યારેય  ટ્રોલ્સની  પરવા  કરી નથી, ક્યૂંકિ ઉનકા કામ હૈ  બોલના,  હમારા  કામ હૈ  ઈગ્નોર કરના.'  

રિધ્ધિમા  કપૂર - સાહની  તાજેતરમાં જ રિયાલિટી ટીવી  સીરિઝ 'ફેબ્યુલસ લાઈવ્સ વર્સેસ બોલિવુડ વાઈવ્ઝ' માં પદાર્પણ  કર્યું અને   એમ કરીને તેણે મનોરંજનના વિશ્વમાં  ડગ માંડવાની  શરૂઆત કરી.  રિધ્ધિમા તો રિશી કપૂર અને નીતુ સિંહની પુત્રી છે અને તે તો આવું ક્યારે કરેતેની જ આતુરતાથી  રાહ જોવાતી હતી અને તેણે તેના પ્રશંસકોને   એવા સંકેતો આપી દીધા  કે તેના મનમાં શું રમે છે? 

'દરેક  જણ આ તો (મનોરંજનના વિશ્વમાં ડગ)  જાણતું જ હતું કે કોઈ પણ તબક્કે  આ બનશે, પણ તેઓ  એ જાણતા નહોતા  કે આ ક્યારે બનશે, એમ શેરકરતાં ં રિધ્ધિમાએ   વધુમાં ઉમેર્યું , 'આ  નિર્ણય  ત્યારે લેવાયો જ્યારે મારી પાસે આ તક આવી (જે  ફિલ્મસર્જક કરણ જોહર લઈ આવ્યા). 

કપૂર - પરિવારના વારસાનું કોઈ દબાણ અનુભવ્યું હતું, તે?  આવો પ્રશ્ન જ્યારે  પૂછાયો ત્યારે રિધ્ધિમાએ  કહ્યું, ' હું  મારું પોતાનું કા મકરી રહી છું.  હું ખૂબ જ સુંદર જીવન જીવી રહી છું અને  મારો પરિવાર નવી દિલ્હીમાં રહે છે. લોકો તો આ  વિશેષાધિકાર   માટે ઘણી વાતો કરે છે. મારો વિશેષાધિકાર  તો મારા પરિવાર સાથે જીવન  જીવવું છે.   મેં તેમની  સાથે મુંબઈ  અને નવી દિલ્હીમાં  ઘણો સમય વ્યતિત કર્યો  છે.  હું દરેક  એક દિવસ માટે આભારની લાગી વ્યક્ત કરું છું તેથી જ  મારા માટે   વારસો  તો વારસાનો મતલબ તો હું જે કેઈ ક્ષમતાથી કરી શકું તે પ્રમાણે   હું દરરોજ મારી જાતને સાબિત  કરવાનો  પ્રયત્ન કરીશ અને ત્યાંથી જ મેળવીશ,' એમ  ૪૪ વર્ષની આ મહિલા  ઉમેરે છે.

સ્વાભાવિક  રીતે જ તેનું આ  આ પ્રથમ  પ્રોત્સાહિત  પગલું તેની માતા-નીતુનું જ છે.  મારી મોમ  કાયમ મારી સાથે  રહે છે અને  મને પ્રોત્સાહિત  કરે છે.  તેણે મને કહ્યું, 'તમે   તો આ સીરિઝ  માટે  મારા  પ્રશંસક  છે.'  અને તમે  તેને  ફિલ્માવવામાં  સારો સમય કાઢી શકો છો.  આ એક શોટ   છે. તે માટે આગળ વધો.' એમ કહી રિધ્ધિમાએ  ઉમેર્યું હતું  કે તેના ભાઈ, અભિનેતા રણબીર કપૂર પણ સહાયક  હતા, 'રણબીર  ક્યારેય કંઈ પણ  (બાબત અંગે)  બોલતો નથી.  તેણે મને  કહ્યું , તમારે  જે કરવું છે તે કરો.અમે તમારી  સાથે છીએ. 

જ્યારે  પૂછવામાં આવ્યું કે સું પ્રેક્ષકો  તેને કેવી રીતે સમજશે  તે વિશે નર્વસ છે?  રિધ્ધિમાએ  સ્વીકાર્યું  કે  તે ઓનલાઈન  પ્રતિક્રિયા   પર   ધ્યાન  આપતી નથી.  લોકો સારી અને ખરાબ વસ્તુઓ કહેશે. મેં ક્યારેય  ટ્રોલ્સની  પરવા  કરી નથી,  કારણ કે ઉનકા કામ  બોલના,  હમારા  કામ હૈ  ઈગ્નોર કરના.  મારી વાસ્તવિકતા એ  છે કે મને  ઓનલાઈન  ઘણો પ્રેમ મળ્યો  છે.  અને હું તેના માટે આભારી  છું. રિધ્ધિમા  કહે છે, હું જે કરવા  માગું છું તે કરું છું.  તે મને ખુશ કરે છે,  હું માન્યતા  નથી શોધતી,' એમ  તેણે  ઉમેર્યું  હતું.


Google NewsGoogle News