રવિના ટંડન : લીડ હિરોઇન પણ નેગેટિવ રોલ કરી શકે છે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
રવિના ટંડન : લીડ હિરોઇન પણ નેગેટિવ રોલ કરી શકે છે 1 - image


- 'તે દિવસો દરમિયાન હું ત્રણ શિફ્ટમાં કામ કરતી હતી. તે સમયગાળામાં બોલિવુડમાં અભિનેત્રીને ફકત એક જ પ્રકારનાં પાત્રો ઓફર કરવામાં આવતાં હતાં.'

સો ની ટીવી પર આવતા ડાન્સ રિયાલીટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન થ્રીના ડિવા સ્પેશિયલ એપિસોડમાં બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને હાજરી આપી હતી. આ સ્પેશિયલ એપિસોડમાં સમર્પણ લામા અને કોરિયોગ્રાફર ભાવના ખંડુજા નામના સ્પર્ધકોએ રવિનાની ફિલ્મ 'અક્સ' ના ગીત 'યે રાત' પર પફોર્મ કર્યું હતું જેને જોઈને રવિના મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. રવિનાએ આ ફિલ્મની શૂટિંગ દરમિયાનના પળો યાદ કરતાં કહે છે: 

જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં અભીનેત્રીઓને ફકત એકસરખા જ પાત્રો ઓફર કરવામાં આવતા હતા ત્યારે મે આ ફિલ્મમાં અભિનય કરી પોતાની રેન્જ દર્શાવી હતી. મને યાદ છે કે મે રાજુ સુંદરમ સાથે ફિલ્મના આ ગીતનું શૂટિંગ કર્યું હતું. આ શૂટિંગ દરમિયાન મને ચિન્નીજી અને સરોજજી સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. સ્ક્રીપ્ટ અનુસાર આ ફિલ્મ માટે ખુરશી સાથે એક સ્ટંટ કરવાનો હતો, જેને કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ સ્ટંટ કરવા માટે હું સાંજે ૭ વાગ્યાથી રિહર્સલ શરૂ કરતી અને સવારે ૫ાંચ વાગ્યે શૂટ પૂરું કરી ઘરે જતી હતી. અને તે પછી હું બીજી બે ફિલ્મોનું શૂટિંગ કરવા સેટ પર પહોચતી હતી. તે દિવસો દરમિયાન હું ત્રણ શિફ્ટમાં કામ કરતી હતી. તે સમયગાળામાં બોલિવુડમાં અભિનેત્રીને ફકત એક જ પ્રકારના પાત્રો ઓફર કરવામાં આવતા હતા. પણ મેં 'અક્સ' જેવી ફિલ્મો અને ગીતોમાં અભિનય કરી આવા સ્ટીરિયોટાઇપ રૂઢિને તોડી નાખી. મેં 'અક્સ'માં  સંપૂર્ણપણે નકારાત્મક પાત્ર ભજવ્યું હતું અને ત્યારબાદ 'સત્તા' જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા પણ ભજવી હતી. મારાં   અનેક ગીતો સુપર હિટ બન્યાં. અનેક ભૂમિકાઓથી મારા અભિનયમાં ઘણો વિકાસ થયો છે જેનો મને ખૂબ આનંદ છે.   


Google NewsGoogle News