રસિકા દુગ્ગલ : હરીફાઈ હેલ્દી હોવી જોઈએ
અનેક પોપ્યુલર વેબ શોઝમાં મહત્ત્વના રોલ કરી રસિકા દુગ્ગલ પોતાના અનુભવના આધારે કહે છે કે ઓટીટીનું મિડીયમ હાલ ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
અ ભિને ત્રી રસિકા દુગ્ગલ ચાલીસીમાં પ્રવેશી ચુકી છે. તાજેતરમાં એણે પોતાનો ૪૦મો બર્થ ડે ઉજવ્યો. ૨૦૨૫માં મારા માટે હેપનિંગ યર બની રહેવાનું છે, એમ કહી રસિકા આ વરસે પોતાના આવનારા પ્રોજેેક્ટ્સની ઉત્સાહભેર માહિતી આપે છે. મારા બે પ્રોજેક્ટ્સ -લોર્ડ કર્ઝન કી હવેલી અને લિટલ થોમસ એક પછી એક ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી રહી છે. ગયા વરસ મેં શેફાલી શાહ સાથે વેબ સિરીઝ દિલ્હી ક્રાઈમ ૩ શૂટ કરી. એ સિવાય રોહન સિપ્પીની એક સિરીજ પણ કરી અને મિર્ઝાપુર ધ ફિલ્મમાં પણ કામ કર્યું.
અનેક પોપ્યુલર વેબ શોઝમાં મહત્ત્વના રોલ કરી દુગ્ગલે ઓટીટી મિડીયમમાં પોતાનું એક નોખું સ્થાન બનાવી લીધું છે. એક્ટર પોતાના અનુભવના આધારે એવો મત દર્શાવે છે કે ઓટીટી મિડીયમ હાલ ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચે બેલેન્સ જાળવવા સંઘર્ષ કરી રહ્યું છે. ઓટીટી પર બધું સારું સારું અને બધાને ગમે એવું જ આવે છે એ વાત સાચી નથી. એક્ટરને જ્યારે પોતાની ક્રિયેટિવિટીની ભૂખ સંતોષવા સારો સબ્જેક્ટ કે સ્ક્રીપ્ટ ન મળે ત્યારે એ એક પ્રોબ્લેમ બની જાય છે. પરંતુ એક સારી વાત છે કે લગભગ દર મહિને ઓટીટી પર નવા ચહેરા સાથેના શોઝ આવે છે. એ હેલ્ધી માહોલની નિશાની છે. આ મિડીયમમાં નવા એક્ટરોને કામ મળી રહ્યું છે.
ન્યુકમર્સને મિત્રભાવે એક સૂચન કરી એક્ટ્રેસ પોતાની વાત પુરી કરે છે, 'મને ઘણા બધા અસાઈનમેન્ટ્સ મળતા હોવા છતાં મેં ક્યારેય એવું વિચાર્યું નથી કે બસ હવે આપણે અહીં સેટ થઈ ગયા. કરીઅરમાં સફળ થનાર લોકોને ઊભા પગે રાખવા જરૂરી છે. તેઓ સંતોષનો ઓડકાર ખાઈ લેશે તો પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી નહીં શકે. એટલે જ હું મારા સાથી આર્ટિસ્ટોને કહેતી હોઉં છું કે હેલ્ધી કમ્પીટીસન કોઈપણ એક્ટરના લાભમાં જ હોય છે.