રશ્મિકા મંદાના: ટ્વિન્કલ ટ્વિન્કલ લકી સ્ટાર
- બાળપણથી જ મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, પરંતુ હું કદી હિંમત હારી નથી. જિંદગીમાં એક એવો સમય પણ રહ્યો હતો કે અમારે બેગલુરુમાં જ એક વરસમાં કેટલીય વાર ભાડાના ઘર બદલવા પડયાં હોય. પૈસાનું મહત્ત્વ મને નાનપણથી જ સમજાઇ ગયું હતું.
સાચ્ચે, આજની તારીખે ભારતમાં રશ્મિકા મંદાના કરતાં વધારે નસીબદાર એક્ટ્રેસ એક પણ નથી. એ જે ફિલ્મોને હાથ લગાડે છે તે હિટ યા તો સુપહિટ થઈ જાય છે. તમે 'એનિમલ' જુઓ, 'પુષ્પા' પાર્ટ વન અને ટુ જુઓ, અને હવે લેટેસ્ટ 'છાવા' જુઓ. કહેવાની જરૂર ખરી કે બોલિવુડ જ નહીં, સાઉથની હિરોઈનો પણ મંદાનાનો સક્સેસ રેટ જોઈને બળી બળીને બેઠી થઈ જાય છે?
મંદાનાએ તાજેતરમાં મીડિયા સાથે વાતો કરી હતી. આ રહ્યા તેની વાતચીતના રસપ્રદ અંશો:
મને ખુશી છે કે બહુ ઓછા સમયમાં લોકોએ મને પસંદ કરી છે અને રૂપેરી પડદે સ્વીકારી લીધી છે. જોકે આ તો હજી મારી કારકિર્દીની શરૂઆત છે. હજુ તો મારે ઘણો રસ્તો કાપવાનો છે. મોટા ભાગના લોકોને સફળતા મળ્યા પછી અહંકાર આવી જતો હોય છે, પણ મેં મારા પર સફળતાને હાવી થવા દીધી નથી. હું પહેલાં જેવી હતી તેવી જ આજે છું.
'પુષ્પા: ધ રાઇઝ' ફિલ્મે મને નેશનલ ક્રશ બનાવી દીધી. આમ તો હું શરમાળ સ્વભાવની છું, પરંતુ મે દર્શકોના ક્રેઝને સહજતાથી સ્વીકારી લીધો.
બાળપણથી જ મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, પરંતુ હું કદી હિંમત હારી નથી. જિંદગીમાં એક એવો સમય પણ રહ્યો હતો કે અમારે બેગલુરુમાં જ એક વરસમાં કેટલીય વાર ભાડાના ઘર બદલવા પડયાં હોય. આર્થિક તંગીને કારણે મારા પેરન્ટસ મારી માગણીઓ સંતોષી ન શકતા. આ રીતે પૈસાનું મહત્ત્વ મને નાનપણથી જ સમજાઇ ગયું હતું.
હું કદી મારી જાતને સ્ટાર માનતી નથી, પણ હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવાવા માટે મેં બહુ મહેનત કરી છે. 'પુષ્પા'ની શ્રીવલ્લી અને 'અનિમલ'ની ગીતાંજલિનો મારા રોલને દર્શકોએ પસંદ કર્યો છે તે વાતનો મને આનંદ છે. હું મારી દરેક ફિલ્મને પડકાર તરીકે લઉં છું. લોકો મારા વિશે કંઈ પણ ધારી લે છે, પણ હું એમની ધારણા ખોટી પાડી દઉં છું. હું અશક્યને શક્ય કરી દેખાડવાની કોશિશ કરું છું. મેં 'ડિયર કોમરેડ' ફિલ્મમાં જ મારી અભિનયક્ષમતા દેખાડી દીધી હતી.
મેં દરેક પરિસ્થિતિમાં ખુશ અને સ્વસ્થ રહેવાનું શીખી લીધું છે. હું દરેક રોલ ભજવવામાં વિશ્વાસ કરું છુ.ં મને અત્યારથી જ દાદીમાનો રોલ કરવાની ઇચ્છા છે. હું તો ચાર સંતાનોની માનો રોલ કરવા પણ તૈયાર છું. મારી કારકિર્દીને લઇને એક જ ઇચ્છા છે કે મારા અભિનયને લોકો લાંબા સમય સુધી યાદ રાખે. મારા માટે એ સૌથી મોટી ઉપલબ્ધિ અને એવોર્ડ હશે.
મારા જમણા હાથમાં એક ટેટૂ ચિતરેલું છે, જેને લઇને એક કિસ્સો છે. કોલેજના દિવસોમાં એક યુવકે કટાક્ષ કર્યો હતો કે, યુવતીઓ સોયથી ડરે છે, તેઓ દુખાવો સહન કરી શકતી નથી. આ વાતને મેં પડકાર તરીકે લઈ લીધી. મેં મારા હાથ પર ટેટૂ ચિતરાવીને સાબિત કરી દીધું કે મને સોયનો કોઈ ડર નથી. મારું દ્રઢપણે માનવું છુ ંકે, દરેકમાં અલગ-અલગ વિશેષતાઓ હોય છે. દુનિયામાં કોઇ, કોઇને રિપ્લેસ કરી શકતું નથી.
ફિટનેસ બાબતે હું સમાધાન નથી કરતી. જો શૂટિંગના કારણે હું જિમ ન જઇ શકું તો યોગ, ડાન્સ, બોક્સિંગ કરી લઉં છું.અંગત રીતે મને ેબ્રિસ્ક વોક, વેઇટ લિફિટંગ તથા કાર્ડિયો એક્સરસાઇઝ વધુ ગમે છે.