Get The App

રાણા, ધ કિંગ ફ્રોમ સાઉથ .

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
રાણા, ધ કિંગ ફ્રોમ સાઉથ                                                    . 1 - image


રાજામૌલીની મેગ્નમ ઓપસ મુવી 'બાહુબલી'એ ભારતીય સિનેમાને બે સુપરસ્ટાર્સ આપ્યા. એક બાહુબલીનો સુપર હીરો પ્રભાસ અને બીજો એનો સુપર વિલન રાણા દગ્ગુબટ્ટી પ્રભાસે તો ફિલ્મની પેન ઈન્ડિયા પોપ્યુલારિટીને પગલે હિન્દી ફિલ્મો કરી અને એના વિશે બધા જાણતા થયા પણ રાણા હિન્દી સિનેમાના ચાહકો માટે પ્રમાણમાં અજાણ્યો એક્ટર છે. આજકાલ રાણા પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. એકટરે પોતાનીલ ઘટ્ટ દાઢી ટ્રીમ કરી નાખી છે અને અણિયાળી તલવાર કટ મૂછો રાખી છે. એ ઉપરાંચ દગ્ગુબટ્ટી બ્રિફ બ્રેક બાદ ફરી કેમેરા સામે ગોઠવાઈ ગયો છે. એકદમ યંગ અને ફ્રેશ દેખાતો એકટક નવા પડકારો ઝીલવા તૈયાર છે. 'મારી છેેલ્લી બે ફિલ્મો બાદ મેં શોર્ટ બ્રેક લીધો હતો. હવે હું પાછો ફર્યો છું અને કશુંક નવું કરવા થનગની રહ્યો છું.' એમ એકટર કહે છે.

બે બિગ બજેટ મહત્ત્વાકાંક્ષી ફિલ્મો- બાહુબલી અને નેને રાજુ નેને મંત્રીએ રાણાને ફિજીકલી રીતસર નીચોવી નાખ્યો હતો. એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી એટલે એકટરે થોડો વિશ્રામ કરવા બ્રેક લીધો હતો. આ બન્ને મુવીઝના જોનર્સ હવે મેઈનસ્ટ્રીમ બની ગયા છે ત્યારે રાણા હવે કશુંક નવું શોધી રહ્યો છે. હમણાં મેં ઈન્ડસ્ટ્રીમાં  નવી કેડીઓ કંડારવા પર ફોક્સ રાખ્યું છે. હું ઘણાં વરસોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છું. સાઉન્ડ અને એકટિંગ પછી વિઝ્યુઅલ ઈફેકટસમાં કામ કર્યું અને એના પછી અંતે એકટર અને પ્રોડયુસર બની ગયો. હવે હું આ બધા કામ એકીસાથે  કરું છું,' એમ દગ્ગુબટ્ટીએ હમણાં હૈદરાબાદમાં યોજાયેલી એક પ્રેસ મીટમાં કહ્યું.

ઈન ફેક્ટ ચાલીસના થવા આવેલા આ અભિનેતા પાસે ઘણું બધું કરવાની કેપેસિટી છે. એણે એક ટોક શો કર્યો, દલેર સલમાન સાથે એક મહત્ત્વાકાંક્ષી પિરીયડ ફિલ્મ પુરી કરી અને એ બધા વચ્ચે પ્રોડયુસર તરીકે એકસાઈઠિંગ પ્રોજેકટસ પુરા કર્યા. પ્રેસ કોન્ફરન્સમાં રાણાએ વિવિધ વિષયો પર વાત કરી અને જ્યાં  જરૂર લાગે ત્યાં પોતાનો ઓપનિયન પણ આપ્યો. એ બધાનો સારાંશ જાણીએ તો એ પણ ઈન્ટરેસ્ટિંગ છે. દાખલા તરીરે  એને પૂછાયું કે આ સતત વિકસતી અને વિસ્તરતી ઈન્ડસ્ટ્રીમાં તમે પ્રસ્તુત કઈ રીતે રહી શકો છો?' એના જવાબમાં એક સિક્રેટ શેયર કરતા દક્ષિણનો સ્ટાર કહે છે 'ક્યાંક કશુંક નવું બની રહ્યું હોય ત્યારે  મને એ વિશે જાણવાની  હંમેશા ઉત્કંઠા રહે છે. મને એ એકસાઈટિંગ લાગે તો એની સાથે જોડાવાનું  ગમે. મારું રેલેવન્સ (પ્રસ્તુતતા) ત્યાંથી જ આવે છે. ભવિષ્યમાં એક પગ રાખી હું દુનિયાના જુદા જુદા ભાગોમાં શું થઈ રહ્યું છે એ જાણતો રહું છું. મારામાં જે સજાગતા છે એ મારી રીડિંગ હેબિટસને કારણે આવી છે.'

તે પોતાના સાથી કલાકારોની જેમ રાણાને પણ સાઉથ ઈન્ડિયન  સિનેમાની  વાઈબ્રન્ટ ડાયવર્સિટી  (વૈવિધ્ય) માટે અભિમાન છે. એ સંબંધની પોતાની લાગણીને શબ્દોમાં પરોવતા એકટર કહે છે. 'સાઉથ ઈઝ યુનિક. હોલીવૂડ કે બોલીવૂડની એક જ ઓળખ છે જ્યારે અમારી ચાર ભિન્ન અને વિશિષ્ટ ફિલ્મ ઈન્સ્ટ્રીઝ છે. પાછી દરેકની પોતાની (અલગ) ભાષા અને સંસ્કૃતિ છે. અમારે એના ક્રિયેટીવ  અને હાર્ડ-વર્કિંગ સમાજ છે જેને ખરા અર્થમાં ફિલ્મો બનાવવાનું ગમે છે, એમાં આનંદ આવે છે.'

બાળપણથી દગ્ગુબટ્ટીના લાઈફ સ્ટુડિયોઝની આસપાસ ફરતી થઈ ગઈ હતી. એને એક પ્રકારનો વિશેષાધિકાર ગણતો અભિનેતા કહે છે, 'હું સ્ટુડિયોની આસપાસની ગલીઓમાં  મોટો થયો છું. પાંચ વરસની ઉંમરથી આજે ૪૦ વરસનો થવામાં છું ત્યાર સુધી મારી આ જર્ની ચાલુ જ છે. મારા જીવનમાં જે કાંઈ બન્યું છે એ અહીં જ બન્યું છે.'

સમાપનમાં  સિનેમા અને એના દર્શકો કઈ રીતે સાથોસાથ વિકસ્યા છે, વિસ્તર્યા છે એનો એક તાજો દાખલો આપતા રાણા ગર્વથી  કહે છે, 'તેજા-સજ્જાના હનુ-માને પ્રાદેશિક સીમાડા ઓળંગી આખા દેશને ઘેલું લગાડયું, બધાને સંમોહિત કયા. પ્રભાસ અને હું બાહુબલી પાર્ટ-૧ માટે મુંબઈમાં કામ કરતા હતા ત્યારે  અમને કોઈ ઓળખતું નહોતું. ફિલ્મ રિલીઝ થયા બાદ  અમે ઘર-ઘરમાં  જાણીતા થઈ ગયા. એટલે જ હું હંમેશા કહેતો હોઉં છું કે ફિલ્મ્સ આર ઓલ્વેજ બિગર ધેન સ્ટાર્સ (ફિલ્મ સ્ટાર્સ કરતા ફિલ્મોનું કદ ઘણું મોટું હોય છે.)  


Google NewsGoogle News