રામ ગોપાલ વર્માની પેટછૂટી વાતઃ મને કોમેડી ફાવતી નથી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રામ ગોપાલ વર્માની પેટછૂટી વાતઃ મને કોમેડી ફાવતી નથી 1 - image


- દક્ષિણના ફિલ્મમેકર્સ આમજનતાને જોવી ગમે તેવી ફિલ્મો બનાવે છે

ત કદીર રામ ગોપાલ વર્મા એક સુસજ્જ ફિલ્મ સર્જક છે. તેમણે રાજકીય, હોરર અને ગેંગસ્ટર ફિલ્મોમાં પોતાની આગવી છાપ સરજી છે. રામ ગોપાલ વર્માએ ૧૯૯૨માં રાત, ૨૦૦૩માં ભૂત અને ૨૦૦૪માં નિર્માતા તરીકે વાસ્તુશાસ્ત્ર ફિલ્મો બનાવી છે. તાજેતરમાં હોરર-કોમેડી ફિલ્મો બનાવવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે હોરર ફિલ્મોમાં આગવી કેડી કંડારનારા રામ ગોપાલ વર્માને પૂછ્યું કે તમે આવું કોઇ સાહસ કરવા વિચાર કરી રહ્યા છો ખરાં ત્યારે નિખાલસ બની વર્માએ જણાવ્યુ હતું કે મને ખાતરી નથી કે હું આવી હોરર કોમેડી બનાવીશ કે કેંમ. કારણ કે કોમેડી માટે કુદરતી રીતે જ લગાવ નથી. હોરર એ ગંભીર બાબત છે. મને લોકોને હસાવવા કરતાં તેમને ડરાવવાનું વધારે ફાવે છે. 

એક ફિલ્મ સર્જક તરીકે તેમના અનુભવને વાગોળતાં તેમણે જણાવ્યું હતું કે  હું સતત મારી જાતને રીઇન્વેન્ટ કરતો રહું છું. મેં સતત મારી ફિલ્મોના પ્રકાર બદલ્યા છે. મેં હોરર ફિલ્મો બનાવી છે તેમ રાજકીય ડ્રામા ધરાવતી ફિલ્મો પણ બનાવી છે. જ્યાં સુધી કોમેેડીને લાગેવળગે છે ત્યાં સુધી ૧૯૯૭માંંં  મેં સંજયદત્ત અને ઉર્મિલા માતોંડકરને લઇને દૌડ ફિલ્મ બનાવી હતી. સ્વાભાવિક રીતે જ હું કોમેડી ફિલ્મો બનાવવાની હથોટી ધરાવતો નથી. જ્યારે હું ફિલ્મો જોવાની પસંદગી કરવા બેસુ ત્યારે પણ કોમેડી સૌથી છેલ્લી હોય છે. 

હિન્દી અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બંનેમાં કામ કરવાનો અનુભવ ધરાવતાં રામ ગોપાલ વર્માને જ્યારે હાલ ભારતભરમાં દક્ષિણની ફિલ્મોની સફળતા મામલે સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારતીય દર્શકો દક્ષિણનીફિલ્મોને વખાણે તેમાં કોઇ આશ્ચર્ય નથી. મજાની વાત તો એ છે કે હિન્દી ફિલ્મમેકર્સ અને દક્ષિણના ફિલ્મ મેકર્સની સેન્સિબિલિટી અલગ છે. બોલીવૂડના ફિલ્મ મેકર્સ એમ માને છે કે અમે લોકો સાથે જોડાયેલાં છીએ. પણ દક્ષિણના ફિલ્મમેકર્સ પોતે જ લોકો છે. દક્ષિણના ફિલ્મમેકર્સ લોકોને ગમે તેવી ફિલ્મો બનાવે છે. જો તમે લગાવ વિના ફિલ્મ બનાવો તો તે સફળ થશે નહીંંં. 

જો કે, હાલ રામ ગોપાલ વર્મા તેલુગુ ફિલ્મ વ્યૂહમને રજૂ કરવાની તૈયારીઓ કરવામાં પડયા છે. દસમી નવેમ્બરે રજૂ થનારી આ ફિલ્મ આંધ્રના મુખ્ય પ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડીપર આધારિત છે. તેમના પિતા વાય એસ રાજશેખર રેડ્ડીના અવસાન બાદ જગન મોહન રડ્ડીના જીવનના બનેલી ઘટનાઓનંે નાટયાત્મક બયાન આ ફિલ્મમાં કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ ફિલ્મ કોઇ બાયોપિક નથી પણ તેનંન ફોકસ સ્પષ્ટ છે. આ ફિલ્મમાં ૨૦૦૯ બાદ વાય એસ જગન મોહનની રાજકીય યાત્રા રજૂ કરવામા આવીં છે. 

પિતાની પાછળ પોતાનો જીવ આપી દેનારાં પ્રશંસકોનો આભાર માનવા જગન મોહને રાજ્યભરમાં ઓદારપુ યાત્રા એટલે કે દિલાસા યાત્રા કાઢી હતી. એ પછીની ઘટનાઓને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.  


Google NewsGoogle News