Get The App

રકુલ અને જેકીની રોમેન્ટિક કહાની: યે તો કમાલ હો ગયા!

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
રકુલ અને જેકીની રોમેન્ટિક કહાની: યે તો કમાલ હો ગયા! 1 - image


- જેકી અને રકુલ હાલ રોમાંચક લગ્નજીવન માણી રહ્યાં છે

ઘ ણીવાર નસીબ યારી આપે તો જીવનમાં ઘણી અસામાન્ય બાબતો પણ પલકવારમાં બની જાય છે. ઘણા  એવાં નસીબદારં હોય છે કે તેમનું જીવન એક સરળ રેખામાં કોઇ ઉતાર ચઢાવ વિના સફળતાના માર્ગે ચાલ્યા કરતું હોય છે. આવી એક નસીબદાર હિરોઇન રકુલ પ્રીત સિંહ છે. મૂળ દિલ્હીની આ કુડીએ ભણતી હતી ત્યારે જ દક્ષિણની ફિલ્મોમાં પગદંડો જમાવી દીધો હતો. એ પછી બોલિવુડમાં થોડી સફળ ફિલ્મો આપી તેણે ફેબુ્રઆરી મહિનામાં જેકી ભગનાની સાથે લગ્ન કરી લઇ આશ્ચર્ય સર્જ્યુ છે. 

૨૧ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ રકુલ અને જેકીનાં લગ્ન ગોવામાં યોજાયા હતા. રકુલ નવા જમાનાની છોકરી છે અને તેનો અનુભવ પણ રસપ્રદ છે. લગ્ન પહેલાં અને પછીના જીવનમાં મોટો ફરક પડી જાય છે તેવું માનનારાંઓને ચકિત કરી નાંખે તેવો જવાબ આપતાં રકુલે જણાવ્યું હતું કે લગ્ન પહેલાંના અને લગ્ન પછીના મારા જીવનમાં કોઇ મોટો ફરક આવ્યો નથી. જીવનનો આ એક સુંદર તબક્કો છે. જે અમે માણી રહ્યા છીએ.રકુલે એક મુલાકાતમાં તેમના લગ્ન સુધીની સફર વર્ણવી હતી. તેમાં તેણે જેકી કેવી રીતે તેના પિતાને મળ્યો અને કેવી રીતે તેમનું દિલ જીતી લીધું તેની વાતો કરી હતી. રકુલે જણાવ્યું હતું કે મેં જેકી અને મારા પિતા વચ્ચે દિલ્હીમાં પહેલીવાર મુલાકાત ગોઠવી ત્યારે સૌથી વધારે ગભરામણ મને થઇ રહી હતી. મારા પિતા લશ્કરના અમલદાર હોઇ તેમનો મિજાજ કડક છે. મને ડર હતો કે તેઓ ગમે તેવા સવાલો કરશે તો જેકીની હાલત કફોડી થઇ જશે. મારી મમ્મીનો જન્મ દિવસ હતો એ પ્રસંગે મેં જેકીને ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું હતું. મેં મારા પિતાને સમજાવ્યા હતા કે તમે બહું કડક વર્તન ન કરતાં અને બહું સવાલો પૂછશો નહીં. મેં મારા પિતાને જણાવ્યું હતું કે  અમે  હજી નવું નવું જ ડેટિંગ શરૂ કર્યું છે. તમે માત્ર તેને જોવાનું જ રાખજો. તે તમને મળવા પહેલીવાર આવી રહ્યો છે. તમે સ્થિતિ મુશ્કેલ ન બનાવતાં. તે લશ્કર નથી.  બીજી તરફ મેં જેકીને જણાવ્યું હતું કે તું ચિંતા ન કરતો, કેમ કે પપ્પા કોઇ સવાલો કરવાના નથી. પણ પપ્પા તો પપ્પા જ હોય છે. તેમણે સીધાં સવાલો કર્યા હતા પણ લકીલી જેકી પણ સુસજ્જ હતો. પછી અમે લંચ કરી રહ્યા હતા ત્યારે પપ્પાએ જેકીને સવાલો કરવા માંડયા હતા. 

તેમણે કારકિર્દી વિશે પૂછ્યુ ત્યારે જેકીએ જવાબ આપ્યો હતો કે કામ તો સારું ચાલી રહ્યું છે અને મારી નવી ફિલ્મ 'મિશન રાણીગંજ' આવી રહી છે. પણ પછી પપ્પાએ અચાનક સવાલ કર્યો હતો કે કામ અને એ બધું તો ઠીક છે પણ મારી પુત્રી બાબતે તમે શું વિચારો છો? આ સવાલ સાંભળતાં જ મારો કોળિયો ગળે અટકી ગયો હતો. જો કે, જેકીએ સ્થિતિ સંભાળી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે પણ તમારી પુત્રી તૈયાર હોય ત્યારે હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. જેકીના આ જવાબે રકુલના માતાપિતાના દિલ જીતી લીધાં હતા. એ પછી ગોવામાં ફેબુ્રઆરી ૨૦૨૪માં તેમણે ધામધૂમથી લગ્ન કરી લીધાં હતા. 

જેકી સિંધી છે અને રકુલ પંજાબી છે. પરિણામે તેમનાં લગ્ન બંને વિધિથી કરવામાં આવ્યા હતા. પંજાબી તરીકે આનંદ કારજ વિધિ કરાઇ હતી અને પછી સિંધી રસમ અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા. 

એક અભિનેત્રી તરીકે દક્ષિણમાં સારી એવી સફળ ફિલ્મો કરી ચૂકેલી રકુલ આજે પણ જે શુક્રવારે તેની ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે નર્વસ હોય છે. તે કહે છે કે જ્યારે ફિલ્મ રજૂ થાય ત્યારે આનંદ અને ઉત્તેજનાનો અનુભવ થાય છે. લોકોને ફિલ્મ પસંદ પડશે કેમ તે બાબતે નર્વસનેસ પણ હોય છે. તમારી ગમે એટલી ફિલ્મો રજૂ થઇ ચૂકી હોય તો પણ તમારી નવી ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે શુક્રવારે તમને એક નર્વસનેસ તો અનુભવાય છે. હું મારી જાતને સદનસીબ માનું છું કે હું ફિલ્મોમાં કામ તો કરી રહી છું. ફિલ્મ ચાલે કે ન ચાલે તે મારા હાથમાં નથી. તે ઓડિયન્સના હાથમાં હોય છે. ફિલ્મ ન ચાલે ત્યારે મને એ બાબતનો સંતોષ હોય છે કે હવે ફિલ્મ ચાલે કે ન ચાલે પણ મેં તો સો ટકા મહેનત કરી છે. એક્ટરના હાથમાં માત્ર કામ કરવાનું હોય છે. બાકી બધું હું ઓડિયન્સ અને ભગવાન ભરોસે છોડી દઉં છું. 

ફિલ્મોની પસંદગી કરવામાં પોતે શું ધ્યાન રાખે છે તે બાબતે રકુલે જણાવ્યું હતું કે ઘણીવાર ભૂમિકા એટલી સરસ હોય છે કે એમ થાય કે આ ફિલ્મ તો કરવી જ જોઇએ. ઘણીવાર ફિલ્મની સ્ટોરી એટલી બધી ગમી જાય તો એમ થાય કે આ ફિલ્મનો હિસ્સો તો બનવું જ જોઇએ. ઘણીવાર  કોઇ નિર્માતા કે કોઇ નિર્દેશક તો કોઇવાર કોઇ એક્ટર સાથે કામ કરવાની તક મળે તો તે ઝડપી લેવી પણ ગમતી હોય છે. 

ઘણીવાર ફિલ્મનો કન્સેપ્ટ સારો હોય તો પણ એ ફિલ્મ કરવાની ઇચ્છા થઇ જાય છે. દાખલા તરીકે મને જ્યારે થેન્ક ગોડ ફિલ્મનું નેરેશન આપવામાં આવ્યું ત્યારે મને થયું કે આ ફિલ્મ તો કરવી જ જોઇએ. આજના જમાનામાં આપણે અંગત જીવનમાં એટલા બધાં વ્યસ્ત બની ગયા છીએ કે આપણે સારાં માણસ બનવાનું ભૂલી જ ગયા છે. રકુલ અને જેકીએ પોતે સારા માણસ હોવાનો પુરાવો આપતાં પર્યાવરણની જાળવણી કરવા માટે તેમના લગ્ન બાદ પણ વૃક્ષારોપણની પ્રવૃત્તિ જારી રાખી છે તે આનંદની વાત છે.  


Google NewsGoogle News