Get The App

પ્રિયા બાપટ : ભાષાના અવરોધને પેલે પાર પણ કલા ધબકે છે...

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
પ્રિયા બાપટ : ભાષાના અવરોધને પેલે પાર પણ કલા ધબકે છે... 1 - image


- 'મને ખાતરી છે કે એક સમય એવો આવશે જ્યારે લોકો મને જોતી વખતે મારું મરાઠીપણું ભૂલી જશે. હવે હું ફક્ત એવાં પાત્રો ભજવું છું, જે મજબૂત  હોય.'

પ્રિ યા બાપટે મરાઠી ફિલ્મોદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. જો કે તેણે ૨૦૦૩માં 'મુન્નાભાઈ એમબીબીેએસ' કરી બોલીવૂડમાં પણ એન્ટ્રી મારી. આ સાથે જ પ્રિયાએ 'સિટી ઑફ ડ્રીમ્સ' અને 'રફુચક્કર' (૨૦૨૩) જેવા અન્ય હિન્દી પ્રોજેક્ટ્સ પણ પૂરા કર્યા છે. જો કે હિન્દી અને મરાઠી દર્શકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રિયા ઓટીટીને શ્રેય આપે છે. આ સાથે જ પ્રિયા ભારપૂર્વક કહે છે કે 'અગાઉ મેં કદી હિન્દી ફિલ્મો કરવાનો પ્રયાસ જ કર્યો નહોતો. આટલું જ નહીં, મને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની કોઈ મહત્ત્વાકાંક્ષા પણ નહોતી. જ્યારે મેં તેના વિશે વિચાર્યું ત્યારે ઓટીટીએ મને ભાષાની શોધ કરવાની મંજૂરી આપી,' એમ પ્રિયા બાપટ શેર કરે છે.

જો કે તેને જે તક મળી છે એ માટે આ ૩૭ વર્ષીય અભિનેત્રી તેનો આભાર માને છે. પ્રિયા બાપટ નારાજ પણ છે કે બોલીવૂડમાં તેને મોટેભાગે ફિલ્મનો મરાઠી ફિલ્મનો હિસ્સો હોય તેવા ભાગો ઑફર કરવામાં આવે છે. 'આવું તો દરેક સમયે થાય છે. ભાષાના અવરોધને પેલે પાર પણ એક દ્રષ્ટિ નાખવાની જરૂર છે. જ્યાં એક કલાકાર ધબકે છે,' એમ પ્રિયા વિસ્તૃત રીતે જણાવે છે.

જો કે પ્રિયા હજુ આશાવાદી છે કે આ બાબતો પણ ટૂંક સમયમાં બદલાઈ જશે, 'મને ખાતરી છે કે એક સમય એવો આવશે જ્યારે લોકો મને જોતી વખતે મારું મરાઠીપણું વચ્ચે નહીં લાવે. હવે હું એવા પાત્રો-ભૂમિકા ભજવું છું, જે મજબૂત છે, પરંતુ મરાઠી પૃષ્ઠભૂમિના છે. જ્યાં સુધી પાત્ર અને વાર્તા રસપ્રદ છે ત્યાં સુધી તે ઠીક છે,' એમ તે કહે છે.

'ધ હેપ્પી જર્ની' (૨૦૧૪)ની આ કલાકાર જણાવે છે કે તે છેક છ વર્ષ પછી મરાઠી ફિલ્મમાં પાછી ફરી રહી છે.  આ શૂન્યાવકાશ અંગે પૂછો તો પ્રિયા ઝડપથી કહે છે, 'મેં વચગાળાના સમયમાં બે મરાઠી વેબ શૉ કર્યા, પરંતુ મને કોઈ ફિલ્મોમાંથી પડકારજનક ઑફર કરવામાં આવી નથી. 

હિન્દીએ મને મરાઠીમાં શું કરવાનું હતું તેના કરતાં અન્વેષણ કરવા માટે મને શ્રેષ્ઠ શૉ ઑફર કર્યા હતા,' એમ તેણે જણાવ્યું હતું.

મરાઠી સિનેમા વિશે વાત કરતાં પ્રિયા જણાવે છે, 'અત્યારે તો મને લાગતું નથી કે કોઈ મોટી વાર્તાનું વિઝ્યુઆલાઈઝેશન કરી રહ્યું છે,  આશા છે કે તેઓ ટૂંક સમયમાં આ કરશે.'   


Google NewsGoogle News